Saturday, 23/2/2019 | 4:42 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • સરકાર અને હડતાલ પર ઉતરેલા એસટી કર્મચારીઓની બેઠક નિષ્ફળ

  અમદાવાદ એસટી કર્મચારીઓની હડતાળ યથાવત રહેશે. ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી છે. અમદાવાદમાં એસટી મધ્યસ્થ કચેરી ખાતે એસટીની સંકલન સમિતિની બંધ બારણે યોજાયેલી અનિર્ણાયક બેઠક બાદ એસટી નિગમના નિયામક સોનલ મિશ્રા અને યુનિયન લીડર સ્વર્ણિમ સંકુલ ૧માં પહોંચીને ત્યાં બેઠક યોજી હતી. જો કે આ બેઠકમાં પણ કોઇ નિવેડો આવ્યો ન હતો. જેના કારણે

  Read more
 • રૂપાણી તમારી સરકાર ખોટ કરે છે તો પગાર પંચનો ફાયદો કેમ

  અમદાવાદ,તા. ૨૨ પડતર માગણીઓ અને સાતમાં પગારપંચ મુદ્દે ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે ત્યારે ગઈકાલે સીએમ રૂપાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે સરકારની પોલીસીની આધારે જે બોર્ડ નિગમ નુકસાન કરતું હોય એના કર્મચારીઓને પગારપંચનો લાભ આપતા નથી. જેને લઈ હવે કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે ટિ્‌વટ કર્યું છે કે, સરકારી કર્મચારીને રૂપાણીજી

  Read more
 • ગુજરાત : એસટીની હડતાળ બીજા દિવસેય યથાવત્‌ જારી

  અમદાવાદ,તા.૨૨ સાતમા પગાર પંચનો લાભ સહિતની પડતર માંગણીઓને લઇ એસટી કર્મચારીઓની હડતાલ આજે સતત બીજા દિવસે પણ યથાવત્‌ રહી હતી, જેના કારણે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લાખો મુસાફરોને જોરદાર હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જો કે, રાજય સરકાર એસટી કર્મચારીઓએ હડતાળ પાડી નિર્દોષ પ્રજાજનોને બાનમાં લેવાના વલણની ગંભીર નોંધ લઇ આકરું વલણ અપનાવ્યું છે અને

  Read more
 • હવે નવા સુવિધાયુક્ત મકાન ઉપલબ્ધ થશે : નીતિન પટેલ

  અમદાવાદ,તા.૨૨ ગુજરાત ગ્રુહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા જર્જરીત અને ખંડેર મકાનોના મકાન માલિકો અથવા તેનો ભોગવટો કરનારમાથી ૭૫ ટકાથી ઓછા નહીં તેટલા માલિકો અથવા તેનો ભોગવટો કરનારની સંમતિ મેળવ્યા પછી જર્જરિત મકાનોનો પુનઃ વિકાસ માટેની જોગવાઇ કરવાનાં હેતુથી આ સુધારા વિધેયક લાવવામાં આવ્યુ છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે. આજે વિધાનસભા ખાતે ગુજરાત

  Read more
 • ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધાર બિલ પસાર

  અમદાવાદ,તા.૨૨ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ગૌમાતાની સેવા કરતી ગૌશાળા અને પાંજરાપોળ જેવી સંસ્થાઓને જમીન ટોચ મર્યાદા કાયદામાંથી મુકતી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આજે વિધાનસભા ખાતે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ હતુ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકારે પશુ કલ્યાણ માટે આ મહત્વનો

  Read more
 • સૌથી વધુ તાપમાન અમરેલીમાં ૩૪.૫ ડીગ્રી તાપમાન નોંધાયુ

  અમદાવાદ,તા.૨૨ રાજયમાં છેલ્લા બે દિવસથી ન્યુનત્તમ તાપમાનની સાથે મહત્તમ તાપમાનમા પણ વધારો નોંધાતા હવે રાજયમાં ઉનાળાની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.શુક્રવારે રાજયના મુખ્ય શહેરોમાં તાપમાન આ મુજબ રહેવા પામ્યુ છે. અમદાવાદ     ૩૨.૧ અમરેલી        ૩૪.૫ વડોદરા        ૩૩.૬ ભાવનગર      ૩૦.૭ ભુજ    ૩૧.૭ ડીસા   ૩૦.૪ કંડલા  ૩૦.૬ કંડલા(એ)      ૨૯.૮ નલીયા ૩૦.૪ ઓખા   ૨૫.૪ પોરબંદર       ૩૨.૭ રાજકોટ ૩૨.૫ સુરત  

  Read more
 • શહેરમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાઈ

  શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી રંગ રસાયણની ફેકટરીમાંથી કાપડમાં ઉપયોગમા લેવામા આવતા કેમિકલનો ૨૭ ટન ઉપરાંત માલ લઈને ૧.૨૦ લાખ રૂપિયા ન ચુકવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવામા આવ્યો હોવાની પોલીસ ફરીયાદ વૈભવ શાહ,રહે,સુમંગલમ ફલેટ,મીઠાખળી દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.ફરીયાદમાં તેમણે સપ્ટેમબર-૨૦૧૫ થી વર્ષ-૨૦૧૮ સુધીમાં આરોપીઓ સંજય અગ્રવાલ, અશોક અગ્રવાલ અને આદીત્ય અગ્રવાલ,તમામ રહે,સફલ રેસીડન્સી સેટેલાઈટ

  Read more
 • રાજયમાં એસ.ટી.કર્મીઓ દ્વારા અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન

  કર્મચારીઓ રસ્તા ઉપર સુઈ ગયા હતા તેમણે અમારી લાશો પરથી વાહનો કાઢો એમ કહેતા ચકચાર મચી ગઇ અમદાવાદ,તા.૨૧ સાતમા વેતનપંચના અમલ સહીતની માગણીઓ મામલે આંદોલન ચલાવી રહેલા એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા આજે રાજયના અનેક વિસ્તારોમાં અર્ધનગ્ન બની વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ.આ સાથે જ કર્મચારીઓ રસ્તા ઉપર સુઈ ગયા હતા જ્યાં તેમણે અમારી લાશો પરથી વાહનો

  Read more
 • સરકાર સાથે સમાધાન થતાં શિક્ષકોની હડતાળ સમેટાઇ

  અમદાવાદ,તા. ૨૨ સળંગ નોકરી સહિતની માંગણીઓને લઇ રાજ્યના સવા બે લાખથી વધુ સરકારી શાળાના શિક્ષકો આજે સામુહિક રજા પર ઉતરી ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા, એક તરફ પોલીસ ગાંધીનગરમાં નિર્દોષ શિક્ષકો પર લાઠીઓ વીંઝી રહી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે બીજીબાજુ, રાજય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના હોદ્દેદારો સાથે રાજયના શિક્ષણમંત્રી સહિતના

  Read more
 • વિસનગર ટ્રિપલ હત્યા કેસનાં આરોપીની ફાંસીની સજા કોર્ટે કરી રદ

  અમદાવાદ,તા.૨૨ વિસનગર ટ્રિપલ હત્યા કેસમાં ટ્રાયલ કોર્ટે આરોપીની ફાંસીની સજા રદ કરીને હાઇકોર્ટે કેસની ટ્રાયલ ફરી ચલાવવા હુકમ કર્યો છે. કોર્ટે કહ્યું આરોપી માનસિક રીતે પોતાનો બચાવ કરવામાં સક્ષમ નથી તે સંજોગોમાં કેસને ફરીથી ટ્રાયલ કરવાનો હુકમ આપ્યો છે. આરોપીને માનસિક બીમારી બાયપોલર ડિસઓર્ડર છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ એ.સી. રાવે કહ્યું હતું કે,

  Read more

ઓફિસ:-

શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક,
મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય પાસે,
ટાગોર રોડ, રાજકોટ.

ફોન નં:-

(૦૨૮૧) ૨૪૬૬૭૭૨, ૨૪૬૦૩૦૫

ઈ-મેલ:-

nutanpress@yahoo.com
nutanpress@rediffmail.com