Monday, 15/10/2018 | 8:26 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં લખનઉ ખાતે એકતા સંવાદ યોજાયો

  ગાંધીનગર,તા.૧૫ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, દેશની એકતા અખંડિતતાને તોડવા માગતા  તત્વોને સૌ દેશવાસીઓ એક બની નિષ્ફળ બનાવે તે માટે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ છે. તેમણે કહ્યું કે સરદાર સાહેબે દેશને જોડવાનું કામ કર્યું છે તેને કોઈ તોડી નહીં શકે. જો સરદાર સાહેબ

  Read more
 • આગામી વર્ષે પણ કોફીની નિકાસમાં ઘટાડો થાય તેવી શક્યતા

  કોચી,તા.૧૫ ભારતીય કોફી નિકાસકારોએ સતત બે ખરાબ વર્ષ માટે તૈયારી રાખવી પડશે. આગામી વર્ષ માટેના શરૂઆતના પાકના અંદાજો ઘટાડાનો નિર્દેશ કરે છે. જાન્યુઆરીથી આઠ ઓક્ટોબર ૨૦૧૮ની સરખામણીએ આ વર્ષના સમાન ગાળા માટેના નિકાસના આંકડામાં સામાન્ય ઘટાડો છે. આ તફાવત ડિસેમ્બર સુધીના આગામી મહિનાઓ દરમિયાન વ્યાપક થવાની અપેક્ષા છે કે જ્યારે નવા પાકની આવક શરૂ થશે.

  Read more
 • ઇડીએ ઝારખંડના પૂર્વ મંત્રી એક્કાની ૧૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી

  રાંચી,તા.૧૫ ઝારખંડ પાર્ટી(ઝાપા)ના નેતા અને પૂર્વ મંત્રી એનોસ એક્કાની લગભગ ૧૦૦ કરોડ રૂપિયાની કીંમતની ૬૪ સંપત્તિઓને પ્રવર્તન નિદેશાલય (ઇડીએ) જપ્ત કરી દીધી છે.આ તમામ સંપત્તિઓ પશ્ચિમ બંગાળના જલપાઇગુડીના રાજગંજ તાલુકામાં છે.એનોસની પત્ની મેનોન અને નીરજકુમારના નામથી અર્જિત આ સંપત્તિઓમાં એક આલીશાન રિસોર્ટ,ચ્હા બગીચા અને ૭૮.૩૭ એકર જમીન સામેલ છે.જાણકારી અનુસાર આ સંપત્તિઓ મેસર્સ મોટરરિસ્ટ ઇન

  Read more
 • કુંભમાં ૧૫ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કેન્દ્ર રાજય સરકાર કરી રહી છે : યોગી

  અલ્હાબાદ,તા.૧૫ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુંભના કાર્યો પર સંતોષ વ્યકત કર્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને  રાજય સરકાર કુંભ પર ૧૨ હજારથી ૧૫ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે.અહીં યોજાનાર કાર્યોને ડિસેમ્બરમાં વડાપ્રધાન લોકાર્પણ કરશે. કુંભ કાર્યોની સમીક્ષા માટે મુખ્યમંત્રી  બે દિવસ સુધી અલ્હાબાદ જ રહ્યાં હતાં, કાર્યોના નિરીક્ષણ બાદ પોલીસ લાઇનમાં પત્રકારો સાથેની 

  Read more
 • કેરળ નન રેપ કેસમાં બિશપ ફ્રેન્કોને શરતી જામીન મળ્યા

  થિરુવંતનપુરમ, તા. ૧૫ કેરળ હાઈકોર્ટે નનની સાથે રેપના આરોપી બિશપ ફ્રેન્કો મુલક્કલને આજે શરતી રીતે જામીન આપી દીધા હતા. કોર્ટે જામીન મંજુર કરતી વેળા કેટલી શરતો લાગૂ કરી હતી. આ શરતો હેઠળ આરોપી બિશપ હવે કેરળમાં પ્રવેશ કરી શકશે નહીં. સાથે સાથે તેમનો પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે. કેરળ નન કેસને લઇને બિશપ ફ્રેન્કો ભારે

  Read more
 • ’પાકિસ્તાન જિંદાબાદ, તાકાત હોય તો પકડી બતાવો’ ગોવા ભાજપની વેબસાઇટ હેક

  પણજી,તા.૧૫ ગોવા ભાજપની વેબટાઇટ પર પાકિસ્તાન જિન્દાબાદના નારા લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વેબસાઇટ ખોલતા જ સામે પાકિસ્તાન લખેલું જોવા મળ્યું હતું. બાદમાં તેની નીચે હેક્ડ અને પાકિસ્તાન જિન્દાબાદ લખેલું હતું. જો કે પાર્ટી કાર્યકર્તા વેબસાટિટને રીસ્ટોર કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. હેકરે વેબસાઇટને માત્ર હેક જ નહોતું કર્યું પરંતુ પોતાની ઇમેઇલ આઇડી પણ

  Read more
 • યુપીમાં ગુંડારાજ!,બસપા નેતાની ગોળી મારી હત્યાથી ખળભળાટ મચ્યો

  લખનઉ,તા.૧૫ ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં બહુજન સમાજ પાર્ટીના વરિષ્ઠ નેતાની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. બહુજન સમાજ પાર્ટીના નેતા જુગરામ અને તેમના કાર ડ્રાઇવર સુનીત યાદવને હત્યારાઓએ ગોળીથી વીંધી નાખવાની ઘટનાએ ઉત્તર પ્રદેશના રાજકીય માહોલમાં ખળભળાટ મચી ગયો છે. જુગરામ પાર્ટીના વરિષ્ઠ નેતા હતા અને તેમની હત્યાથી પાર્ટીમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નસીરાબાદમાં રહેતા

  Read more
 • ગંગા કિનારે આવતા પર્યટકો હવે ઓપન હેલીકોપ્ટરમાંથી જોઈ શકશે ગંગા આરતી

  વારાણસી,તા.૧૫ રવિવારે પવિત્ર ગંગા નદીના કિનારે બલુઆ ઘાટ પર વોટર અને એર એડવેન્ચર સ્પોર્ટની શરૂઆત થઇ ગઈ છે. ઐતિહાસિક શહેર એટલે કે રામનગર કિલ્લાની નજીક આવેલા ગંગા કિનારે આ એડવેન્ચર સ્પોર્ટમી શરૂઆત કરવામાં આવી છે. અહી આવનારા પર્યટકો વોટર સ્પોર્ટની સાથે સાથે ઓપન હેલીકોપ્ટરમાં બેસીને સવારે અને સાંજના સમયે થનારી ગંગા નદીને જોવાનો આનંદ પણ

  Read more
 • તિતલી તોફાનને પગલે કૃષિને આંધ્ર પ્રદેશમાં જ ૧,૮૦૦ કરોડ રૂપિયાનું નુક્સાન

  અમરાવતી,તા.૧૫ આંધ્રપ્રદેશમાં તિતલી તોફાનના કારણે કુલ ૪ લોકોના મૃત્યુ થયા છે. જેમાં ઓરિસ્સા અને બંગાળના લોકો શામેલ છે. તોફાનથી થયેલા નુકસાનના પગલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ કેન્દ્ર સરકાર પાસે ૧,૨૦૦ કરોડની આંતરિક અને ૨,૮૦૦ કરોડની નાણાકીય સહાયની માંગ કરી છે. નાયડૂએ શનિવારે પીએમ મોદીને પત્ર લખીને કહ્યું,’ તિતલી તોફાનથી રાજ્યને લગભગ ૨,૮૦૦ કરોડ રૂપિયાનું નુકસાન

  Read more
 • મુસ્લિમ વિદ્યાર્થીએ જીતી ગીતા પ્રશ્નોત્તરી, કહ્યું ધર્મના નામે લડનારા પસંદ નથી

  બેંગ્લુરુ,તા.૧૫ ઈસ્કોનની એક શાખા દ્વારા આયોજિત ભગવદ ગીતા ક્વિઝ સ્પર્ધામાં એક મુસ્લિમ છાત્રએ પ્રથમ પુરસ્કાર જીત્યો હતો. નવમા ધોરણમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી શેખ મુહિઉદ્દીને આ પુરસ્કાર મેળવ્યો છે.શેખ મુહિઉદ્દીન બેંગલુરુની સુભાષ મેમોરિયલ ઈંગ્લિશ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. તેનું માનવું છે કે, બધ જ ધર્મ એકસમાન છે અને બધા ધર્મ વિશે વાંચન કરવું જોઈએ. આ સાથે

  Read more

ઓફિસ:-

શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક,
મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય પાસે,
ટાગોર રોડ, રાજકોટ.

ફોન નં:-

(૦૨૮૧) ૨૪૬૬૭૭૨, ૨૪૬૦૩૦૫

ઈ-મેલ:-

nutanpress@yahoo.com
nutanpress@rediffmail.com