Saturday, 23/2/2019 | 4:31 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • એસ.ટી.કર્મચારી આગેવાનો ત્થા સરકાર વચ્ચે મોડીરાત્રે સમાધાન

  સરકાર નિયુક્ત ૩ મંત્રીઓની સમિતિ દ્વારા કર્મચારીઓની ૧૩ પૈકી ૮ માંગનો સ્વિકાર કરાયો રાજકોટ તા.૨૨ રાજ્યમાં એસ.ટી. નિગમ કર્મચારીઓની  બે દિવસથી ચાલતી હડતાલ બાદ સરકાર અને યુનિયનની સંકલન સમિતિના આગેવાનો વચ્ચે રાત્રીના યોજાયેલ બેઠક મોડીરાત્રે પુર્ણ થતા સરકારે કર્મચારીઓની ૧૩ પૈકી ૮ માંગો ૭મા પગાર પંચનો અમલ, બદલી પ્રક્રિયા, કર્મચારીઓને કાયમી કરવા સહિતની માંગણી સ્વિકારતા

  Read more
 • મેં તુજે દેખ લૂંગા કહેવું એ ધમકી ન ગણાયઃ ગુજરાત હાઇકોર્ટ

  ન્યુ દિલ્હી,તા.૨૨ ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો સંભળાવી ’મેં તુજે દેખ લુંગા’ એ કહેવું તેને ધમકી ગણવાનો ઇન્કાર કર્યો છે. આથી હવે બીજીવાર જયારે તમે ગરમ થઈને કોઈને કહો કે ’હું તને જોઈ લઈશ’ ત્યારે બની શકે કે તમે કોઈ કાયદાકીય અડચણમાં પડી શકો છો પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ગુજરાત હાઈકોર્ટ

  Read more
 • અમે ૩૭૦ કલમ હટાવવાના પક્ષમાં નથીઃ નીતિશ કુમાર

  પટના,તા.૨૨ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ગુરુવારે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, આતંકી ગતિવિધિઓને રોકવા માટે કે પછી નિયંત્રિત કરવા માટે જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપનારા બધારણીય અનુચ્છેદ ૩૭૦ને હટાવવાની જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે, અમે અનુચ્છેદને હટાવવાના પક્ષમાં નથી. જનતા દળ(યુનાઇટેડ)ના પ્રદેશ કાર્યાલયમાં પત્રકારો સાથે વાતચીત કરતા નીતીશે જણાવ્યું હતું કે, આતંકી ગતિવિધિઓને નિયંત્રિત કરવા

  Read more
 • માયાવતીની મુશ્કેલી વધીઃ સીબીઆઇએ ૨૦૧૦માં લોકસેવા આયોગમાં ભરતી કૌભાંડ મુદ્દે FIR દાખલ કરી

  ન્યુ દિલ્હી,તા.૨૨ લોકસભા ચૂંટણી પૂર્વે બસપાના સુપ્રીમો માયાવતીની મુશ્કેલીઓ વધી શકે છે. વાસ્તવમાં સીબીઆઇએ માયાવતી જ્યારે મુખ્યપ્રધાન હતાં ત્યારે ર૦૧૦માં ઉત્તર પ્રદેશ લોકસેવા આયોગમાં ભરતી માટે ભાઇ-ભત્રીજાવાદ અને અન્ય ગેરરીતિઓની તપાસ માટે અજાણ્યા અધિકારીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે અને આ પ્રકરણમાં તપાસ શરૂ કરી દીધી છે. જેના છાંટા માયાવતી સુધી ઊડી શકે છે. અધિકારીઓએ

  Read more
 • પ્રાથમિક શિક્ષકોની માગ સામે સરકાર ઝુકી, ત્રણ મંત્રીઓની કમિટીની રચના કરાઈ

  ગાંધીનગર,તા.૨૧ રાજયભરમાં પ્રાથમિક શિક્ષકો માસ સી.એલ.પર ઉતર્યા બાદ જે પ્રમાણે વિધાનસભાને ઘેરાવ કરવાનો પ્રયાસ કરવામા આવ્યો એ સામે રાજય સરકારને ઝુકવાની ફરજ પડી છે. સરકાર દ્વારા  શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા  ત્રણ મંત્રીઓની કમિટી બનાવવાની જાહેરાત સાથે આ કમિટી દ્વારા પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામા આવશે એવી ખાત્રી આપવામા આવી છે. રાજય વિધાનસભાને ઘેરાવ કરવા આજે

  Read more
 • પુલવામા હુમલો: ભારત પુરાવા નહીં આપે, પાકિસ્તાનને બેનકાબ કરશે

  ન્યુ દિલ્હી,તા.૨૦ પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરવાના પ્રયાસો શરૂ કર્યા છે. તે પછી કૂટનીતિ રીતે હોય કે પછી સીધો જ આતંકીઓને જડબાતોડ જવાબ આપવાની વાત હોય. ભારતની આ નીતિમાં વિશ્વના અનેક દેશો સાથ આપવા તૈયાર છે. બુધવારે ગૃહમંત્રી રાજનાથ સિંહે અમેરિકામાં ફરજ બજાવતા ભારતીય રાજદૂત અને પાકિસ્તાનમાં ભારતીય રાજૂદત સાથે પણ

  Read more
 • ટ્રિપલ તલાક પર સરકાર બીજી વખત વટહુકમ લાવી

  ન્યુ દિલ્હી,તા.૨૦ કેન્દ્ર સરકાર ફરી વખત ટ્રિપલ તલાક વટહુકમને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠકમાં વટહુકમ ઉપર નિર્ણય લેવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ પીએમ નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ટ્રિપલ તલાક વટહુકમને મંજૂરી આપવામાં આવી. આ વટહુકમ બીજી વખત લાવવામાં આવ્યો છે. ટ્રિપલ તલાક બિલ રાજ્યસંભામાં અટવાયેલું પડ્યું છે. પરંતુ હવે સંસદનું સત્ર લોકસભા ચૂંટણી બાદ

  Read more
 • મોદી અને સાઉદી પ્રિન્સની મુલાકાત, આતંકવાદ મુદ્દે ‘હમ સાથ-સાથ હૈ’

  પ્રિન્સને ’ગાર્ડ ઓફ ઓનર’ અપાયું, ૪૪ બિલિયન ડોલરના રોકાણનું વચન, દ્વિપક્ષીય સંબંધો મજબુત થયા ન્યુ દિલ્હી,તા.૨૦ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સઉદે બુધવારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બંને દેશો વચ્ચે પાંચ સમજૂતી થઈ. આ પ્રસંગે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પણ હાજર રહ્યાં. મોદી-સલમાન વચ્ચે સુરક્ષા, સહયોગ અને નેવી અભ્યાસ જેવાં મામલાઓ પર

  Read more
 • અનિલ અંબાણીને ફટકો: આખરે તિરસ્કારના કેસમાં દોષિત ઘોષિત

  નવી દિલ્હી,તા. ૨૦ રિલાયન્સ ગ્રુપના પ્રમુખ અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટે આજે મોટો ફટકો આપ્યો હતો. અનિલ અંબાણીને પોતાની કંપની ગ્રુપના બે ડિરેક્ટરો સાથે હવે જેલમાં જવું પડી શકે છે. સુપ્રીમ કોર્ટે એરિક્શન ઇન્ડિયાની અરજી ઉપર અનિલ અંબાણીને તિરસ્કારના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તિરસ્કારના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ તેમને જંગી દંડ પણ ફટકારવામાં આવ્યો

  Read more
 • પાકિસ્તાનના તો આપણે ત્રણ ટૂકડા જ કરી નાખવાની જરૂર છેઃ બાબા રામદેવ

  નવીદિલ્હી પુલવામા ટેરર હુમલાના સંદર્ભમાં જાણીતા યોગગુરુ બાબા રામદેવે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે અને કહ્યું છે કે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે એની સાથે લડાઈ કરી નાખવાનો ભારત માટે યોગ્ય સમય આવી ગયો છે. રામદેવે ઉમેર્યું છે કે પાકિસ્તાન સાથે જેવા-સાથે-તેવા વલણ અપનાવવામાં ભારત સરકારને પાકિસ્તાનના વાયવ્ય સરહદ પ્રાંત, બલુચિસ્તાનમાં ચાલી રહેલું અલગતાવાદી આંદોલન

  Read more

ઓફિસ:-

શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક,
મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય પાસે,
ટાગોર રોડ, રાજકોટ.

ફોન નં:-

(૦૨૮૧) ૨૪૬૬૭૭૨, ૨૪૬૦૩૦૫

ઈ-મેલ:-

nutanpress@yahoo.com
nutanpress@rediffmail.com