Saturday, 23/2/2019 | 5:14 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • ધોરાજીઃ અપહરણ-દુષ્કર્મનો ફરાર આરોપી સાત વર્ષે ઝડપાયો

  ધોરાજી તા.૨૨ઃધોરાજી પોલીસમથકમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં ૨૦૧૧થી ભાગતા ફરતા આરોપીને પકડી પાડી પોલીસે આગળની કાર્યવાહિ હાથ ધરી છે. ધોરાજી પોલીસ મથકમાં ૨૦૧૧માં આઈપીસી કલમ ૩૬૩/૩૬૬ અને ૩૭૬ની ફરિયાદ કરી હતી જેમાં આરોપી ગોરધનભાઈ સાંખળ ૨૦૧૧થી નાસતો ફરતો હત. જે આરોપીને પોલીસે બાતમીના આધારે પકડી પાડેલ અને આગળની કાર્યવાહિ હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ

  Read more
 • વંથલીઃ મોટર સાયકલની ડેકી તોડી રૂ.૪.૪૦ લાખના દાગીનાની તસ્કરી

  જુનાગઢ તા.૨૨ વંથલી જશાભાઈ કારેથા અને તેમનો દિકરો બંને વંથલી આવી એસબીઆઈ બેંકના લોકરમાં રાખેલા સોનાના દાગીના લગ્ન પ્રસંગ હોય જેથી પહેરવા માટે બેંકમાં લોકરમાંથી બહાર કાઢી બપોરના સુમારે ૧૬ તોલા સોનાના દાગીનામાં એક રજવાડી બનાવટનો સોનાનો હાર ૫ તોલા, કિંરૂા.૪૫૦૦૦, બીજો હાર પાંચ તોલા ૧૪૫૦૦૦, ત્રીજો સોનાનો હાર ત્રણ તોલા રૂા.૭૫૦૦૦ સોનાનો હાથમાં પહેરવાનો

  Read more
 • ચલાલા નજીક કાર સાથે આખલો અથડાતા મહિલાનું મોત, પતિને ઈજા

  અમરેલી તા.૨૨ ધારી ગામે રહેતા મહેશભાઈ ઓઝા આજે વહેલી સવારે પોતાની કાર નંબર જીજે.૫સીએ.૪૬૫૨માં ખાંભા ગામેથી ચલાલા તરફ આવી રહ્યા હતા ત્યારે તેઓની કાર ગરમલી ગામના પાટીયા પાસે પહોચતા અચાનક જ આખલો રોડ પર આડો આવતા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો કાર આખલા સાથે અથડાઈ પડતા કારમાં બેઠેલા નિશાબેન ઓઝાને ગંભીર ઈજા

  Read more
 • ટ્રકોનાં પાર્કિંગ પ્લોટમાં અન્ય ચોકીદાર સામે આશંકા વ્યકત કરતો મૃતકનો પુત્ર

  ભૂજ, તા.૨૨ ભુજ-માધાપર રોડ પર નળાવાળા સર્કલ પાસે કાર્ગો મોટર્સ નજીક આવેલા ટ્રકોના પાર્કિંગ પ્લોટમાં ચોકીદારી કરતા ૫૮ વર્ષિય નારણભાઈ લખુભાઈ જરૂ(આહીર)ની આજે સવારે માથા અને મોઢાના ભાગે બોથડ તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી દેવાતા ભુજ શહેર બી.ડીવીઝન પોલીસમાં દોડધામ મચી ગઈ છે. બનાવ અંગે નારણભાઈના પુત્ર રમેશ જરૂએ પ્લોટ નજીક રહેતા

  Read more
 • તરણેતર ખાતેથી આજે સુજલામ સુફલામ યોજનાનો મુખ્યમંત્રીનાં હસ્તે કરાશે પ્રારંભ

  સુરેન્દ્રનગર, તા.૨૨ સુરેન્દ્રનગરના તરણેતર ખાતેથી આવતીકાલ તા.૨૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે મુખ્યમંત્રી દ્વારા સુજલામ સુફલામ જળવસંગ્રહ યોજનાનો શુભારંભ કરવામાં આવશે. અગાઉ પણ આયોજનના શુભારંભનો કાર્યક્રમ ઘડાયો હતો. પરંતુ પુલવામા થયેલા આંતકી હુમલામાં ૪૪ જવાાનો શહિદ થતા આ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શ્રમદાન કરીને તા.૨૩ ફેબૂ્રઆરીના રોજ સવારે ૯-૩૦ કલાકે સુરેન્દ્રનગર

  Read more
 • સ્માઈલી બેબી’ ઉન્નતિનો આજે હેપ્પી બર્થડે

  ધ્રોલ : રાઠોડ પરિવાર અને પિતા દીપકભાઈ, મમ્મી સોનલબેનની લાડકવાયી ઉન્નતીનો આજે ૨૩ ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ છે. પોતાની મનમોહક સ્માઈલથી દાદા શંભુભાઈ અને દાદી રંજનબેન સહીત સૌ કોઈને વ્હાલી લગતી ઉન્નતિએ હસતા-રમતા એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. શુભેચ્છા સાથે ઉન્નતિને વિશ યુ હેપ્પી બર્થ ડે…

  Read more
 • ઉનાઃ સીમર ગામ નજીક બે બાઈક સામસામે ટકરાતા બંને ચાલકોના મોત

  ઉના તા.૨૨ ઉનાના સૈયદરાજપરા ગામે રહેતા હિતેષભાઈ રાઠોડ તેઓ જીજે.૧૧એક્યુ ૭૨૯૭ બાઈક પર સીમર ગામે કુટુંબમાં લગ્ન પ્રસંગમાં જતા હતા અને બાઈક નં.જીજે.૩૨એ૮૪૭૫ પર સીથરભાઈ રાઠોડ તે સૈયદપરા ગામે જતા હતા ત્યારે સીમર ગામ નજીક બંને બાઈક ચાલકો રસ્તા પર સામસામે ધડાકેભેર અથડાતા અકસ્માતમાં બંને યુવાનના ઘટના સ્થળે મોત નિપજેલ હતા. આ અકસ્માતમાં બંને યુવાનને

  Read more
 • દ્વારકાઃ જગત મંદિરની સુરક્ષામાં અને પેટ્રોલિંગમાં વધારો

  મીઠાપુર તા.૨૨ પુરવામા આતંકી હુમલાને લઈ આઈબીએ દ્વારકાને એલર્ટ કરતા તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરેલ છે. દરિયાઈ કિનારો ખુબ જ લાંબો હોવાથી ઓખા મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ તંત્ર સાબદુ થયુ છે અને રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગ શરૂ કરી દેવાયુ છે. ઓખા મરીન પોલીસના જયસુખભાઈ કકકડ પુલવામામાં હુમલાને અનુલક્ષી મરીન પોલીસ દ્વારા રાઉન્ડ ધી કલોક

  Read more
 • જેતપુરઃ વિદેશી દારૂની ૫૪ બોટલ સાથે શખ્સ ઝબ્બે

  જેતપુુર, તા. ૨૨ જેતપુર શહેર પોલીસ કાફલાએ બાતમીના આધારે ગઈકાલે વડાલ (સોરઠ)ના શખ્સને વિદેશી શરાબની ૫૪ બોટલ સાથે ઝડપી લીધો હતો. મળતી વિગતો મુજબ ગઈકાલે જુનાગઢ જિલ્લાના વડાલ (સોરઠ) ગામનો પિયુષ શૈલેષ દોંગા નામનો શખ્સ વિદેશી શરાબના જથ્થા સાથે જુનાગઢ રોડ પર જલારામ મંદીર નજીક આંટાફેરા કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. દરમીયાન ડીવાયએસપી જે.એમ.ભરવાડની

  Read more
 • કોડીનાર : જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

  કોડીનાર, તા.૨૨ કોડીનાર શહેરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે રૂા.૨૩૦૭૦ મુદામાલ સાથે પકડી પાડયા છે. આ અંગેની વિગત મુજબ પી.એસ.કે.વી.પરમાર અને સ્ટાફના વિપુલભાઈ, મહેન્દ્રભાઈ, વિશાલભાઈ, મુકેશભાઈ વગેરે પોલીસ સ્ટેશનમાં હાજર હતા ત્યારે શહેરમાં શાકમાર્કેટમાં અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ રેડ કરતા જાહેરમાં જુગાર રમતા ગુલામ અશકરી, નિશાર

  Read more

ઓફિસ:-

શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક,
મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય પાસે,
ટાગોર રોડ, રાજકોટ.

ફોન નં:-

(૦૨૮૧) ૨૪૬૬૭૭૨, ૨૪૬૦૩૦૫

ઈ-મેલ:-

nutanpress@yahoo.com
nutanpress@rediffmail.com