Monday, 15/10/2018 | 6:49 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • રાજકોટઃ બોલબાલા ટ્રસ્ટ દ્વારા પ્રાચીન ગરબીની નાની-નાની બાળાઓને પૌષ્ટીક નાસ્તાનું વિતરણ

  રાજકોટ, તા. ૧૫ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ તરફથી શહેરના છેવાડાના વિસ્તારોમાં નવરાત્રીના દિવસોમાં ભક્તિભાવરૂપે પ્રાચીન ગરબી રમતી નાની-નાની બાળાએાને પૌષ્ટિક નાસ્તો પહોંચાડવાનું આયોજન કરેલ છે. બાળાએાને તેમના ઉત્સાહમાં વધારો થાય તે માટે બોલબાલા ટ્રસ્ટ તરફથી દર સાલ ૧૦૮ જેટલી પ્રાચીન ગરબી મંડળની ૫૦૦૦ જેટલી બાળાઓને નાસ્તો, કોલ્ડ્રીંકસ, બીસ્કીટ, અલ્પઆહાર તેમજ આઈસ્ક્રીમ વિ.નું વિતરણ કરવામાં આવે

  Read more
 • રાજકોટ વિજચોરીનાં ગુન્હામાં ડેરી સંચાલકને એક લાખનો દંડ

  અદાલતે કોર્ટ ઉઠતા સુધીની સજા પણ ફટકારી રાજકોટ, તા.૧૫ શહેરના રામપાર્ક સોસાયટીમાં આવેલ ડેરીમાં વીજચોરીના ગુનામાં ઉઠતી કોર્ટ સુધીની સજા અને રૂા.૧ લાખનો દંડ જો દંડ ન ભરે તો વધુ છ માસની સજા તથા દંડની રકમમાંથી ૭૫ ટકા વીજતંત્રને ચુકવવાનાં કોર્ટનાં આદેશથી વીજચોરીમાં ફફડાટ વ્યાપી ગયો છે. વધુમાં શહેરના આરટીઓ પાછળ આવેલી રામપાર્કમાં આવેલી ડેરીમાં

  Read more
 • કુવાડવાઃ નાકરાવાડી ગામે ગૃહકલેશ બાદ પરિણિતાનો આપઘાત

  રાજકોટ તા.૧૫ કુવાડવા તાબેના નાકરાવાડીમાં રહેતી મનિષાબેન જોગડીયા નામની નવોઢાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતા કુવાડવાના એએસઆઈ ફતેહસિંહ સોલંકી અને જ્યંતિભાઈએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહિ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ આપઘાત કરનાર મનિષાબેનના લગ્ન ૮ મહિના પહેલા જ થયા હતા તેણીના માવતર ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં

  Read more
 • સિક્કાનાં ફોજદાર અને બે કોન્સ્ટેબલ રૂા.૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા

  રાજકોટ, તા.૧૫ રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટ અધિકારીઓને જેલના સળીયા પાછળ ધકેલવા કડક હાથે કામ લેવા લાંચ રૂશ્વત શાખાને આપેલા આદેશને પગલે રાજ્યમાં એક જ દિવસમાં છ સ્થળે એસબીના છટકામાં મામલતદાર અને પીએસઆઈ સહિત અધિકારીઓ લાંચ લેતા એસીબીના સકંજામાં સપડાતા લાંચીયા કર્મચારીમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ એસસીબી એકમના નવનિયુકત નિયામક એચ.પી.દોશીએ ચાજર્ સંભાળતાની સાથે જામનગરના

  Read more
 • રાજકોટ : રેલ્વેનાં ખુલ્લા પટમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૯ શખ્સો ઝડપાયા

  રાજકોટ, તા.૧૫ રાજકોટ શહેરમાં દારૂ જુગારના કેસો કરવા અંગે પોલીસ કમિશ્નરની સુચનાથી ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે જામનગર રોડ ઉપર રેલવેના પટમાં બેટરીની મદદથી એલઈડી લાઈટ ચાલુ કરી ઘોડીપાસાનો જુગાર રમતા ૯ શખ્સોને ઝડપી લઈ ૫૩ હજારનો મુદામાલ કબ્જે લીધો હતો. રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવા અંગે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખત્રી, ડીસીપી રવિ મોહન શૈની,

  Read more
 • હડમતાળા જીઆઈડીસીમાં પ્રદૂષણ રોકવા આધાડે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

  રાજકોટ,તા.૧૫ ગોંડલ નજીક કોટડાસાંગાણીની હડમતાળા જીઆઈડીસીમાં પ્રદુષણ ફેલાવતી ફેક્ટરીઓના મામલે ભુણાવાના આગેવાન વિક્રમસિંહ જાડેજાએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જે અંતર્ગત આજરોજ તેમણે ઝેરી દવા પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને પોલીસ કાફલો દોડી ગયો હતો અને આત્મવિલોપનનો પ્રયાસ કરનાર વિક્રમસિંહની અટકાયત કરી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કોટડાસાંગાણીની હડમતાળા જીઆઈડીસીમાં ઘણા કારખાનાઓ ધમધમે

  Read more
 • નાણાં ભીડને કારણે વેપારીએ જીવન ટૂંકાવ્યુ

  રાજકોટ,તા.૧૫ શહેરમાં એક વેપારીએ નાણા ભીડને કારણે આપઘાત કરી લીધો છે. તો રાજકોટ જિલ્લામાં જ બનેલા અન્ય એક બનાવમાં એક સામાજિક આગેવાને પ્રદુષણ મામલે આપઘાતનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરમાં રાજનગર ચોક નજીક રહેતા વેપારીએ આપઘાત કરી લીધો છે. આપઘાત પાછળનું કારણ નાણાં ભીડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વેપારીએ પોતાના ઘરે ગળેફાંસો

  Read more
 • નવરાત્રીમાં રોમિયોને પકડવા માટે મહિલા કોન્સ્ટેબલ ખેલૈયાના ડ્રેસમાં તહેનાત

  રાજકોટ,તા.૧૪ રાજકોટમાં નવરાત્રીની રંગત જામી છે ત્યારે રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવરાત્રી દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા રોમિયોગિરી અટકાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગરબાના ગ્રાઉન્ડ પર મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગરબાના ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત છે. જે રોમિયોગિરી કરતા ઇસમો

  Read more
 • રાજકોટમાં ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી યુવતીએ યુવાન પાસે માંગી ૧૨ લાખની ખંડણી

  રાજકોટ,તા.૧૪ રાજકોટમાં વધુ એક હનિટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ સોશિયલ મીડિયા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી ચાર શખ્સો સાથે મળી યુવાનને માર મારી તેનો મોબાઇલ લૂંટી લીધો હતો અને ૧૨ લાખની ખંડણી માંગી હતી. આથી યુવાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તમામ આરોપીને પકડી પાડ્‌યા છે. રાજકોટનાં ભગવતીપરા વિસ્તારમાં છેલ્લા બે માસથી પોતાના

  Read more
 • પડધરીનાં બાઘીમાંથી રૂા.૧.૮૮ લાખનો દારૂ ઝડપાયો

  આરઆરસેલે દરોડો પાડી ૫૦૮ બોટલ દારૂ અને કાર મળી રૂા.૨.૮૮ લાખનો મુદામાલ કબ્જે : બે ભાઈની શોધખોળ રાજકોટ, તા.૧૩ રાજકોટ જીલ્લાનાં પડધરી તાલુકાના બાધી ગામે વાડીમાંથી ૧.૮૮ લાખની કિંમતનો ૫૦૮ બોટલ દારૂ અને કાર કબ્જે કરી નાસી છુટેલા બે શખ્સોની આરઆરસેલે શોધખોળ આદરી છે. પોલીસ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ આરઆરસેલ ઈન્ચાજર્ આઈજી સુભાષ ત્રીવેદી દ્વારા

  Read more

ઓફિસ:-

શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક,
મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય પાસે,
ટાગોર રોડ, રાજકોટ.

ફોન નં:-

(૦૨૮૧) ૨૪૬૬૭૭૨, ૨૪૬૦૩૦૫

ઈ-મેલ:-

nutanpress@yahoo.com
nutanpress@rediffmail.com