Saturday, 23/2/2019 | 5:12 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • ટી-૨૦ ક્રિકેટઃ મ.પ્રદેશ સામે મિઝોરમની ટીમ ફક્ત નવ રનમાં ઓલઆઉટ..!!

  ન્યુ દિલ્હી,તા.૨૨ ટી-૨૦ ક્રિકેટમાં જો કોઈ ટીમ ફક્ત ૯ રનમાં ઓલઆઉટ થઈ જાય તો તમે વિશ્વાસ કરશો. કદાચ નહીં કરો. જોકે એક મેચમાં આવી સ્થિતિ આવી છે. આ કોઈ ગલી ક્રિકેટની મેચ ન હતી પણ બે રાજ્યની ટીમ આ મુકાબલામાં ભાગ લઈ રહી હતી. સીનિયર મહિલા ટી-૨૦ લીગ ટૂર્નામેન્ટમાં આ ઘટના બની હતી. મિઝોરમ અને

  Read more
 • ભારતે પાક.સામેની મેચનો બહિષ્કાર ન કરવો જોઇએઃ સચિન તેંડુલકર

  મુંબઇ,તા.૨૨ પુલવામાં હુમલા પછી દેશમાંથી અવાજ ઉઠી રહી છે કે ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમાનાર મેચનો બહિષ્કાર કરવો જોઈએ. જોકે કેટલાક લોકો મેચ રમવાનું સમર્થન પણ કરી રહ્યા છે. આ મુદ્દે માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ પોતાનો મત પ્રગટ કર્યો છે. સચિનનો મત છે કે ભારતે મેચનો બહિષ્કાર ન કરવો જોઈએ, કારણ કે તેનાથી પાકિસ્તાને

  Read more
 • વર્લ્ડ કપમાં પાક.ને બે પોઇન્ટ ન અપાય…..સચિન- સુનિલ ગાવસ્કરનો મત

  નવીદિલ્હી, તા. ૨૨ મહાન ખેલાડી સચિન તેંડુલકરે આજે કહ્યું હતું કે, આગામી વિશ્વકપમાં પાકિસ્તાનની સામે નહીં રમીને તેને બે પોઇન્ટ આપી શકાય નહીં. કારણ કે, આના લીધે ક્રિકેટ મહાકુંભમાં ભારતના નક્કર હરીફ પાકિસ્તાનને સીધો ફાયદો થશે. સચિન તેંડુલકરે સુનિલ ગાવસ્કરના વિચારોને રજૂ કરતા કહ્યું છે કે, ભારત વિશ્વકપમાં ૧૬મી જૂનના દિવસે યોજાનારી મેચમાં રમવાના બદલે

  Read more
 • આઈપીએલની ઓપનિંગ સેરેમની ન યોજવા નિર્ણય

  નવીદિલ્હી, તા. ૨૨ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઇન્ડિયન પ્રિમિયર લીગની ૧૨મી સિઝનની ઓપનિંગ સેરેમનીને રદ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે આ સંદર્ભમાં થનાર ખર્ચ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટીકારોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું હતું કે, આ વખતે આઈપીએલમાં ઓપનિંગ સેરેમની યોજવામાં આવશે

  Read more
 • ભારતમાં રમવાના અનુભવથી ઘણો ફાયદો થશેઃ ઉસ્માન ખ્વાજા

  હૈદરાબાદ,તા.૨૨ ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રમાંકના બેટ્‌સમેન ઉસ્માન ખ્વાજાનું માનવું છે કે ભારત સામે મર્યાદિત ઓવરની સીરીઝ દરમિયાન અનુકૂળતા ક્ષમતા મહત્ત્વની સાબિત થશે અને કહ્યું કે તે દેશમાં રમવાની સાથે અગાઉના અનુભવમાંથી શિખવાનો પ્રયત્ન કરશે. ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસની શરૂઆત રવિવારે વિશાખાપટ્ટનમમાં પહેલી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચથી કરશે અને ખ્વાજાનું માનવું છે કે વિકેટ બેટિંગ માટે સારી છે.

  Read more
 • હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ વધીઃ આઈપીએલમાંથી બહાર થાય તેવી સંભાવના

  મુંબઇ,તા.૨૨ પાછલાં કેટલાંક મહિના હાર્દિક પંડ્યા માટે જાણે કે દુસ્વપ્ન સમાન રહ્યાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં (સપ્ટેમ્બર ૨૦૧૯) પાકિસ્તાન સામે ઇજાગ્રસ્ત થઇને તેણે સ્ટેડિયમમાંથી સ્ટ્રેચર પર બહાર આવવું પડ્યું હતુ. સ્વસ્થ થયા બાદ તે હજુ મેદાન પર પરત ફર્યો જ હતો ત્યાં તો કૉફી વિથ કરણમાં વિવાદિત નિવેદન આપવાના કારણે હાર્દિકની મુશ્કેલીઓ વધી હતી. ભારતની યજમાનીમાં

  Read more
 • પાકિસ્તાન સાથે રમવા અંગેનો નિર્ણય બીસીસીઆઇ કરશેઃ યુઝવેન્દ્ર ચહલ

  મુંબઇ,તા.૨૨ જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલા પછી દેશભરના લોકોમાં વિરોધને શૂર ઉઠી રહ્યો છે. ભારતના પૂર્વ ક્રિકેટર માંગ કરી રહ્યાં છે કે પાકિસ્તાનની સાથે ક્રિકેટ રમવું બંધ કરવું જોઈએ. ઘણા ખેલાડીઓ છતાં પણ વિરોધી દેશ સાથે રમવા માટે સમર્થન આપી રહ્યાં છે. આની વચ્ચે સ્પિનર યુજવેન્દ્ર ચહલે કહ્યું છે કે પાકિસ્તાન સાથે રમવા અથવા ન રમવું

  Read more
 • પુલવામા હુમલાની નિંદા કરીએ છીએ પરંતુ અમે દેશના પીએમની સાથે છીએઃ શોએબ અખ્તર

  મુંબઇ,તા.૨૨ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે પુલવામામાં હુમલાની નિંદા કરી. એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલની સાથે વાતચીત કરતા અખ્તરે કહ્યુ કે, ’’ભારત સરકાર આ પર નિર્ણય લઇ શકે છે કે તેમને વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમની સાથે રમવુ છે કે નહીં.’’ જોકે અખ્તરે તેમ પણ કહ્યુ કે, ’’મ્ઝ્રઝ્રૈંએ હંમેશાથી પાકિસ્તાની સાથે મેચ રમવાના પક્ષમાં રહી છે.’’

  Read more
 • સીઓએ વિનોદ રાયે કહ્યું, વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમવું કે ન રમવું તેનો નિર્ણય સરકાર કરશે

  ન્યુ દિલ્હી,તા.૨૨ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવું કે ન રમવાનું નક્કી કરવું તેનો નિર્ણય સરકાર પર છોડી દીધો છે. પ્રમુખ વિનોદ રાયે કહ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ રમવું કે ના રમવું, જે પણ સૂચના સરકાર તેમને આપશે, બીસીસીઆઇ તેને જ માનશે. આ મુદ્દો પર સરકારથી ચર્ચા થયા પછી જ કોઈ નિર્ણય લેવામા આવશે. તેમ છતાં,

  Read more
 • આઇઓસીએ દેશમાં ઑલિમ્પિકના તમામ આયોજન પર પ્રતિબંધ મૂક્યો

  ભારત લેખિતમાં આવું ન થવાની બાહેંધરી આપે ત્યા સુધી પ્રતિબંધ યથાવત રહેશે : ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી નવીદિલ્હી,તા.૨૨ પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ રમતના મેદાન સુધી પહોંચી ગયો છે. ગુરૂવારથી દિલ્હીમાં શર થયેલા શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનના શૂટર્સને ભાગ લેવા માટે વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. શૂટર્સના વિઝા કેન્સલ થવાના લીધે પાકિસ્તાનના શૂટર્સે

  Read more

ઓફિસ:-

શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક,
મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય પાસે,
ટાગોર રોડ, રાજકોટ.

ફોન નં:-

(૦૨૮૧) ૨૪૬૬૭૭૨, ૨૪૬૦૩૦૫

ઈ-મેલ:-

nutanpress@yahoo.com
nutanpress@rediffmail.com