રસ્તા પર કચરો ફેંકનારને એક દિવસની જેલ થવી જોઈએઃ સોનુ નિગમ
October 3, 2018
નવીદિલ્હી
સફાઈગીરી એવોર્ડ ૨૦૧૮નાં આઠમાં સત્રમાં સિંગર સોનુ નિગમે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ કાર્યક્રમમાં સોનુ નિગમે રસ્તા પર કચરો ફેંકનારા લોકો પર આકરા પ્રહારો કર્યાં હતાં. સોનુ નિગમે કહ્યું, ‘રસ્તા પર થતી ગંદકીને રોકવા માટે ટૂરિસ્ટ પ્લેસ પર કેમેરા લાગવા જોઈએ. જે લોકો રસ્તા પર કચરો ફેંકતા ઝડપાય તેને એક દિવસની જેલની સજા થવી જોઈએ જેથી ફરીથી તેઓ આ પ્રકારની ભૂલ ન કરે.’સોનુ નિગમે કહ્યું કે, ‘આ પ્રકારનો કાયદો ફક્ત કોઈ એક રાજ્ય કે શહેરમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં થવો જોઈએ. કચરો ફેંકનારાને એક દિવસની જેલની સજા ફટકારવાનો કાયદો લાવવો જ જોઈએ. પછી ભલે તે ગુજરાત હોય કે મહારાષ્ટ્ર. જ્યારે આપણે વિદેશમાં જઈએ છે ત્યારે આપણે ત્યાં કોઈ પણ વસ્તુ રસ્તા પર નથી ફેંકતા, કારણ કે ત્યાં રસ્તા પર કચરો ફેંકવા પર દંડ ભરવો પડે છે.’
સોનુ નિગમે તેમની સાથે થયેલી એક ઘટના લોકો સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે, થોડા દિવસ પહેલા લદ્દાખમાં મારો એક શો હતો. તે દરમિયાન આઈટીબીપીનાં જવાનોએ મને ભરપૂર પ્રેમ આપ્યો. અમે ત્યાં એક છાવણીમાં રોકાયા હતાં. જ્યારે અમે પૈગોંગ લેક પહોંત્યા ત્યારે મેં જોયું કે ત્યાં ખૂબ ગંદકી હતી. મેં જવાનોને પૂછ્યું કે આટલી ગંદકી કેમ છે? ત્યારે તેમણે કહ્યું કે સોનુજી અમે સાફ કરી દઈએ છે.સોનુએ કહ્યું, તેઓ આપણા દેશનાં જવાનો છે. અને આપણે તેમની પાસેથી આવા સફાઈનાં કામો કરાવી રહ્યાં છે. આપણે ભલે ગમે એટલા ટૉઈલેટ બનાવી દઈએ. પરંતુ જ્યાં સુધી લોકો તેનો ઉપયોગ નહીં કરે ત્યાં સુધી કંઈ જ નથી થઈ શકવાનું. લોકો નાક સાફ કરીને હાથ પણ નથી ધોતા. જ્યારે લોકો મારી સાથે હાથ મિલાવે છે ત્યારે મને વિચાર આવે છે કે ખબર નહીં તેણે તેનાં હાથનો ક્યાં-ક્યાં ઉપયોગ કર્યો હશે. અને જો હું તેમની સાથે હાથ ન મિલાવું તો લોકોને લાગશે કે હું એરોગેન્ટ છું.
POST YOUR COMMENTS