Thursday, 13/12/2018 | 6:56 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India

પીએમ મોદી માટે વિવાદાસ્પદ ટવિટ કરનાર કોંગ્રેસ મીડિયા સેલ પ્રમુખ દિવ્યાએ આપ્યું રાજીનામું!

નવીદિલ્હી

કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલની પ્રમુખ દિવ્યા સ્પંદનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એક અહેવાલ મુજબ સ્પંદનાને પક્ષમાં કોઇ નવી જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ દિવ્યા સ્પંદનાને કોઇ મહત્વપૂર્ણ પદ પર નિમણૂંક કરવામાં આવે તેવી શક્યતા છે.જો કે હજી સુધી આ વાતને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે દિવ્યા સ્પંદના ત્યારે વિવાદ આવી હતી જ્યારે તેણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને વિવાદાસ્પદ ટ્‌વીટ કર્યું હતું. ત્યાર બાદ તેના વિરુધ્ધ લખનઉમાં દેશદ્રોહ અને આઇટી એક્ટ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલાને લઇને દિવ્યા સ્પંદનાએ રાજીનામું આપ્યું છે. આ ટિ્‌વટ બાદ દિવ્યા સ્પંદનાની ઘણી નિંદા થઇ હતી. સોશિયલ મીડિયામાં લોકોએ કહ્યું કે આમ કરીને દેશનું અપમાન કર્યું છે. પૂર્વ સાંસદ દિવ્યા સ્પંદનાએ રાફેલ ડીલને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હલ્લાબોલ કર્યું હતું.તેણીએ પીએમ મોદીનો એક વિવાદાસ્પદ ફોટો ટિ્‌વટ કર્યો હતો. ત્યારબાદ વકીલ સૈયદ રિજવાન અહમદે લખનઉના ગોમતીનગર પોલીસ મથકમાં દેશદ્રોહ અને આઇટી એક્ટ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો હતો.

POST YOUR COMMENTS

Your email address will not be published. Required fields are marked *