Thursday, 13/12/2018 | 7:05 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India

રાફેલ ગેમ ચેન્જર વિમાન, સરકારે તેની ખરીદીનો બહાદુરીભર્યો નિર્ણય લીધો: વાયુસેના વડા

ન્યુ દિલ્હી,તા.૩

રાફેલ વિમાનનની ખરીદી પર ફરી એક વખત ભારતીય વાયુસેનાએ જવાબ આપ્યો છે. વાયુસેના વડા બી એસ ધનોઆએ આખી ડીલને ક્લીન ચીટ આપીને કહ્યુ છે કે ભારતને આ ડીલના કારણે સારુ પેકેજ અને બીજા ઘણા ફાયદા મળ્યા છે.

કોંગ્રેસ દ્વારા રાફેલ ડીલ સામે ઉઠાવવામાં આવી રહેલા સવાલો વચ્ચે વાયુસેનાના વડાએ પણ સરકારી દાવાઓને જ લગભગ દોહરાવ્યા હતા અને કહયુ હતુ કે રાફેલ એક ગેમ ચેન્જર વિમાન છે અને સરકારે તેની ખરીદીનો બહાદુરીભર્યો નિર્ણય લીધો છે.

સરકારની જેમ વાયુસેના ચીફે પણ વિમાન બનાવતી ભારતની સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પર સવાલો ઉઠાવતા કહ્યુ હતુ કે સુખોઈ વિમાન બનાવવામાં પહેલેથી જ ત્રણ વર્ષ આપણે લેટ છે. જ્યારે જગુઆર બનાવવામાં ૬ વર્ષનો વિલંબ થયો હતો. જ્યારે લાઈટ કોમ્બેટ એરક્રાફટ બનાવવામાં પણ મોડુ થઈ રહ્યુ છે.

તેમણે એમ પણ કહ્યુ હતુ કે રાફેલ વિમાન બનાવતી ફ્રેંચ કંપની દસોલ્ટે જ ઓફસેટ પાર્ટનરની પસંદગી કરવાની હતી. તેમાં વાયુસેના કે સરકારનો કોઈ રોલ જ નથી.

આપને જણાવી દઈએ કે, વાયુસેના પ્રમુખનું આ નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણકે, વિરોધ પક્ષ કોંગ્રેસ મોદી સરકાર પર આરોપ લગાવી રહી છે કે, કેન્દ્ર સરકારે નવી કંપની રિલાયન્સ ડિફેન્સને આ સોદામાં ભાગીદાર કંપની બનાવવા દબાણ કર્યું હતું.

POST YOUR COMMENTS

Your email address will not be published. Required fields are marked *