Thursday, 13/12/2018 | 7:34 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India

મોદી-રૂપાણી સરકારે પેટ્રોલ-ડિઝલમાં કર્યો પાંચ રૂ.નો ઘટાડો

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલમાં ૨.૫૦ તો રાજ્ય સરકારે પણ ૨.૫૦નો ઘટાડો કર્યો

ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ત્રિપુરાએ પણ કેન્દ્ર સરકારની અપીલ બાદ ભાવમાં ઘટાડો કર્યો

ન્યુ દિલ્હી,તા.૪

કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ૨.૫૦ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે શેર બજાર, પેટ્રોલ-ડીઝલની કિંમતો પર વિસ્તારથી વાત રાખી. આ ઘટાડામાં એક્સાઇઝ વિભાગને ૧.૫૦ રૂપિયા અને અને ઓઇલ માર્કેટિંગ કંપની (OMC) એક રૂપિયાનો ઘટાડો કરશે.

તાજેતરમાં પેટ્રોલ ડીઝલમાં સતત એકધારા વધી રહેલા ભાવ વધારાથી આમ જનતા ત્રસ્ત હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદથી આમ આદમીને આંશિક રાહત મળવાની શક્યતા છે. પરંતુ અત્યાર સુધી કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ૧૫ રૂપિયા સુધીનો વધારો કર્યો છે ત્યારબાદ પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો.

તેમણે કહ્યું કે પેટ્રોલ-ડીઝસના ભાવમાં આ કાપથી કેન્દ્ર સરકારની તિજોરી પર ૧૦ હજાર ૫૦૦ કરોડનો બોઝ પડશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પણ વેટમાં ઘટાડો કરી પેટ્રોલ-ડીઝલમાં રાહત આપી શકે છે.

ડીઝલ પર પણ ત્યારે એક્સાઈઝ ડ્યુટી રૂ.૩.૫૬ પ્રતિ લિટર હતી જે આજે રૂ. ૧૫.૫૩ કરવામાં આવેલ છે. આ સ્થિતિ ત્યારે જ્યારે ઓક્ટોબર ૨૦૧૭માં બંને ઉત્પાદન પર ટેક્સમાં ૨-૨ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે કેન્દ્રની આવકનો સૌથી મોટો સ્ત્રોત પણ પેટ્રોલ-ડીઝલ જ છે. જેથી તેને GST ના ડાયરમાં પણ હાલમાં લાવવામાં આવી રહ્યું નથી.

નાણાંપ્રધાનની જાહેરાત બાદ ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશે ૨.૫૦ રૂપિયા વેટ ઘટાડવાની જાહેરાત કરી દીધી છે. ત્રિપુરા અને છત્તીસગઢ, ઝારખંડે પણ ૨.૫૦ રૂપિયા પેટ્રોલ અને ડિઝલ સસ્તું કરી દીધું છે.

ગુજરાત સરકારે વેટમાં મહત્વનો ઘટાડો કર્યો છે. રૂ.૨.૫૦નો વેટમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો કરતાં ઝ્રસ્ રૂપાણીએ ટ્‌વીટ કરીને ઘટાડા અંગેની મહત્વની જાહેરાત કરી છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલમાં કુલ ૫ રૂપિયાનો ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારની અપીલ બાદ રાજ્ય સરકારે મહત્વનો ઘટાડો કર્યો છે.

૨.૫ રૂપિયા ઘટાડવાની જાહેરાત સૌથી પહેલા ગુજરાતે કરી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રની ટેકસ ઘટાડવાની અપીલને પગલે ગુજરાતે ટેકસ ઘટાડ્યાં છે. પેટ્રોલ અને ડિઝલમાં ૫ રૂપિયાનો ઘટાડો કર્યો છે. કેન્દ્ર અને રાજય સરકારનાં અઢી -અઢી રૂપિયાનો ઘટાડો કર્યો છે.

આગામી સમયમાં ભાજપ શાસિત અન્ય રાજ્યો પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરે તેવી વકી છે.

ઇંધણની વધતી જતી કિંમતથી ખેડૂતોની પહેલેથી ખરાબ સ્થિતિ વધુ ખરાબ બનવાની શક્યતા છે. ખાસ કરીને રવી પાક પર તેની વધુ અસર પડે છે. ડીઝલ હાલમાં ઉચ્ચ કિંમત પર વેચાય છે. ડીઝલનો કૃષિ ક્ષેત્રમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. ટ્રેકટર દ્વારા ખેતર ખેડવાથી લઇને સિંચાઈના પમ્પસેટ સુધી બધુ ડીઝલથી જ ચાલે છે. જેથી ડીઝલનો વધતો ભાવ ખેડૂતોને અસર કરે છે.

પેટ્રોલ પર સૌથી ઓછો વેટ ૧૬.૬૨ ટકા ગોવામાં છે જ્યારે સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૩૯.૪૮ ટકા જેટલો છે. કુલ ૨૮ રાજ્યોમાં આ દર ૨૫ થી ૩૫ ટકા વચ્ચે છે. ડીઝલમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. ૧૩ રાજ્યોમાં વેટનો દર ૨૦ ટકાથી વધારે છે. આ હિસાબે જો જોવામાં આવે તો એપ્રિલ ૨૦૧૪થી ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં માત્ર ૪૫ મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે રૂ. ૧૪,૬૭,૪૬૨ કરોડની આવક એકત્ર કરી છે. જેમાં કેન્દ્રનો હિસ્સો ૮ લાખ કરોડની આસપાસ છે. ગુજરાતમાં પણ પેટ્રોલ ૨૫.૪૫ ટકા અને અને ડિઝલ પર ૨૫.૫૫ ટકા વેટ લાગે છે.

POST YOUR COMMENTS

Your email address will not be published. Required fields are marked *