Monday, 15/10/2018 | 7:31 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India

જૂનાગઢમાં સીંગદાણાનાં વેપારીના વાહનમાંથી રૂા.૧૨.૨૨ લાખની ચીલઝડપ

જુનાગઢ, તા.૪

જૂનાગઢ શહેરમાં આજે રાત્રીના સમયે બસ મથક નજીક આવેલ શ્રીનાથનગરમાં રહેતા એક આંગડીયા પેઢીમાંથી રકમ લઈ તેના બાઈક પર ઘર નજીક પહોંચેલ ત્યારે સરનામુ પુછી રસ્તો બતાવવાનુ એક શખસે કહેતા માર્ગ બતાવવા જતા બાદમાં આવેલ બાઈક સ્વારે બાઈકની ડેકીમાં રહેલ રૂા.૧૨.૨૨ લાખ રોકડાની ચીલઝડપ આચરી નાસી ગયા હતા.

ગીરીરાજ સોસાયટી નજીક આવેલા શ્રીનાથનગરમાં રહેતા કર્મચારી પોતાનુ બાઈક લઈ ઘેર આવ્યા ત્યારે બાઈકની ડેકી ખોલી તે સમયે એક એકટીવા ચાલકે સરનામુ પુછી રસ્તો બતાવવા કહેતા વિજયભાઈ રસ્તો બતાવવા ગયેલ ત્યારે પાછળથી આવેલ બીજા બાઈક સ્વાર શખ્સો દ્વારા ડેકીમાં રખાયેલ રૂા.૧૨.૨૨ લાખ રોકડા ઉઠાવી રફુચકકર થઈ ગયેલ તે વેળાએ વિજયભાઈએ પરત આવી જો ડેકીમાં જોતા રોકડ ગાયબ હતી. આથી આ મામલે પોલીસને જાણ કરતા ઘટનાની ગંભીરતા જોઈ રેન્જ આઈ.જી.સુભાષ ત્રિવેદી ત્થા જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ, એલ.સી.બી. એસ.ઓ.જી. સહિતના પોલી સસ્ટાફ સાથે ઘટના સ્થળે પોહંચી ચીલઝડપ આચરનાર ત્થા મદદગારોની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરી શહેરમાં નાકાબંધી જાહેર કરેલ છે.રૂા.૧૨ લાખ રોકડની થયેલ ચીલઝડપની ઘટના બાદ પોલીસ અમલદારો દ્વારા તેની પેઢીથી ઘર સુધીના માર્ગમાં આવેલ સી.સી. ટીવી ફુટેજો નિહાળી ચીલઝડપકારોને સત્વરે ઝડપી પાડવા જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના સીધા માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફે કવાયત હાથ ધરેલ છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જુનાગઢમાં સીંગદાણાના વેપારી અને ઉદ્યોગપતિ વિજયભાઈ જે.કોટડીયા તેની આંગડીયામાં આવેલ રકમ રૂા.૧૨.૨૨ લાખ રોકડા લઈ ઘરે પહોંચ્યા ત્યારે જ ચીલઝડપકારોએ આચરેલ પરાક્રમ બાબતે આ પરાક્રમ પાછળ વિજયભાઈની હિલચાલ પર નજર રાખનાર કોઈ જાણભેદુનુ પરાક્રમ હોવાની શકયતા પ્રાથમીક તબકકે લાગી રહયુ છે.

પોલીસે આંગડીયા પેઢીની કચેરીથી વિજયભાઈના ઘર સુધી આવેલ માર્ગના સી.સી. ટીવી ફુટેજ ચકાસી બાઈક ચાલકોને ઝડપી પાડવા ત્વરીત કામગીરી હાથ ધરેલ છ. નજીકના સમયમાં ચીલઝડપકારો ઝડપાય જશે તેવો પોલીસ અમલદારોએ આશાવાદ દર્શાવેલ છે. આ સર્જાયેલ ચીલઝડપની ઘટનામાં ભોગ બનનાર વિજયભાઈ કોટડીયા શ્રીનાથનગરમાં બ્લોક નં.૯૯એમાં રહે છે તેઓ પોતાના આવેલ રોકડા રૂપિયા લઈ સ્કુટર નં.જીજે૧૧ડીઈ ૯૮૭૮ સાથે ઘેર આવેલ હતા. આ મામલે જુનાગઢ શહેર બી.ડીવીઝન પોલીસ મથક ખાતે મોડીરાત્રે ફરીયાદ નોંધવા તજવીજ ચાલી રહી છે.

POST YOUR COMMENTS

Your email address will not be published. Required fields are marked *

ઓફિસ:-

શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક,
મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય પાસે,
ટાગોર રોડ, રાજકોટ.

ફોન નં:-

(૦૨૮૧) ૨૪૬૬૭૭૨, ૨૪૬૦૩૦૫

ઈ-મેલ:-

nutanpress@yahoo.com
nutanpress@rediffmail.com