Monday, 15/10/2018 | 8:13 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India

સુભાષ ઘાઇ સામે દુરાચારનો આક્ષેપ મુકાયો

મુંબઈ,તા.૧૨

બોલિવૂડના પ્રતિષ્ઠિત ફિલ્મ સર્જક સુભાષ ઘાઇએ પોતાને સોફ્ટ ડ્રીન્કમાં ડ્રગ આપીને પોતાના પર બળાત્કાર કર્યો હોવાનો આક્ષેપ એક મહિલાએ કર્યો હતો. કોમેડિયન ઉત્સવ ચક્રવર્તી પર આવો આક્ષેપ કરનારી લેખિકા મહિમા કુકરેજાએ સોશ્યલ મિડિયા પર આ મહિલા વતી લખ્યું હતું કે સુભાષ ઘાઇ પણ દૂધે ધોયેલા નથી.

પોતાને મળેલી માહિતી રજૂ કરતાં મહિમાએ લખ્યું, આ મહિલા સુભાષ ઘાઇ સાથે વરસો પહેલાં કામ કરતી હતી. સુભાષ એની તરફ આકર્ષાયા હતા અને એક દિવસ એને ઘેર મૂકવા જતાં માર્ગમાં પેલી મહિલાને ડ્રગ ભેળવેલું પીણું આપ્યું હતું.

એ પીણું પીતાં પેલી મહિલાએ ભાન ગુમાવ્યું હતું. ત્યારબાદ સુભાષ એ મહિલાને એક હૉટલમાં લઇ ગયા હતા અને ત્યાં એના પર રેપ કર્યો હતો.

આ મહિલાએ એવો દાવો કર્યો હતો કે હું મુંબઇમાં બહારથી આવી હતી અને મેં એવું સાંભળ્યું હતું કે ગૉડફાધર વિના બોલિવૂડમાં આગળ વધવાની શક્યતા નહીંવત્‌ છે એટલે મેં સુભાષ ઘાઇ પર ભરોસો મૂક્યો હતો. એણે મારા ભરોસાનો ગેરલાભ લીધો હતો.

શરૃમાં એ મને ગીતોના રેકોર્ડિંગમાં લઇ જતા અને મોડી રાત સુધી મને રોકી રાખતા. ત્યારબાદ કાં તો હું રિક્શા કરીને ઘેર જતી અથવા સુભાષ ઘાઇ મને મૂકી જતા.

ધીરે ધીરે એ મારી જાંઘ પર હાથ મૂકતા થયા અને ત્યારબાદ મને ભેટતા થયા કે તું તો બહુ સરસ કામ કરે છે. ધીરે ધીરે એ વધુ ને વધુ છૂટ લેતા થયા.

 

POST YOUR COMMENTS

Your email address will not be published. Required fields are marked *

ઓફિસ:-

શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક,
મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય પાસે,
ટાગોર રોડ, રાજકોટ.

ફોન નં:-

(૦૨૮૧) ૨૪૬૬૭૭૨, ૨૪૬૦૩૦૫

ઈ-મેલ:-

nutanpress@yahoo.com
nutanpress@rediffmail.com