Thursday, 13/12/2018 | 7:29 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India

’કલંક’નાં શૂટીંગમાં શૂન્ય ડિગ્રીએ વરુણે આપ્યો ખુલ્લી છાતી સાથે શોટ

મુંબઈ,તા.૧૨

માતબર ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ કલંકના આઉટડૉર શૂટિંગમાં અભિનેતા વરુણ ધવને કારગિલ જેવા કાતિલ ઠંડી ધરાવતા વિસ્તારમાં શૂન્ય ડિગ્રી તાપમાનમાં ખુલ્લા ડીલે શોટ આપ્યો હોવાની જાણકારી મળી હતી.

સુપર સ્ટાર સલમાન ખાનની જેમ છેલ્લા થોડા સમયથી અદાકારો ખુલ્લી છાતીએ શોટ આપતા થયા છે અને એ રીતે પોતાની ફિટનેસ પ્રગટ કરતા રહ્યા છે. વરુણે સમગ્ર યુનિટની હાજરીમાં ખુલ્લા ડીલે શોટ આપ્યો ત્યારે જો કે નિષ્ણાત ડૉક્ટરોની ટીમ પણ હાજર રાખવામાં આવી હતી. કોઇ અનિચ્છનીય ઘટના ન બને એની પૂરતી કાળજી લેવામાં આવી હતી એમ જાણવા મલ્યું હતું.

કરણ જોહરની આ ફિલ્મમાં જોરદાર સ્ટાર કાસ્ટ ચમકી રહી છે જેમાં સિનિયર અભિનેતા સંજય દત્ત, વરુણ ધવન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત નેને, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા વગેરેનો સમાવેશ થાય છે.

આ શૂટિંગનો લાભ લઇને વરુણે બે દિવસ પહેલાં કારગિલ વૉર મેમોરિયલની મુલાકાત લઇને ભારતીય લશ્કરના જવાનોને બિરદાવ્યા હતા. વરુણે ખુલ્લા ડીલે શોટ આપ્યો ત્યારે એના કસરતથી કસાયેલા સ્નાયુ પણ જોઇ શકાયા હતા અને શોટ એટલી સરસ રીતે ઝડપાયો હતો કે ડૉક્ટરની જરૃર જ પડી નહોતી એમ આ યુનિટ સાથે સંકળાયેલા એક સભ્યે કહ્યું હતું.

POST YOUR COMMENTS

Your email address will not be published. Required fields are marked *