ધોકડવા ગામના પ્રથમ નાગરીકે કરાવ્યું કોવીશીલ્ડ રસીકરણ

  ગીરગઢડા તા ૭

   ગીર-સોમનાથ જિલ્લામાં કલેકટર  અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કોવીશિલ્ડ રસી આપવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જિલ્લામાં સરકારી હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત ૬૦ થી વધુ જગ્યાએ રસકરણની કામગીરી કરવામાં આવી રહી છે. ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામના પ્રથમ નાગરિક દુલાભાઈ ગુજરે આજે રસી લેતા જણાવ્યું હતું કે, પ્રથમડોઝ લીધા પછી મને કોઇ આડઅસર થયેલ નથી. હું સ્વસ્થ છું. કોઇ પણ તકલીફ થયેલ નથી લોકોએ અવશ્ય રસીકરણ કરાવી કોરોના સામેની લડાઇમાં સહભાગી થવું જોઇએ.  કોરોના સામેની લડાઇમાં દરેક લોકોએ રસીકરણ કરાવવું આવશ્યક છે. આ રસીથી કોઇ તકલીફ થતી નથી. રસી સંપૂર્ણ સુરક્ષિત છે. સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા વિનામુલ્યે રસી આપવામાં આવી રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449