૧૮ વર્ષથી ઉપરના તમામને કોરોના વેકિસનેશનનો લાભ આપો

અમરેલી જિલ્લા ચેમ્બરના રાજુભાઇ શિંગાળાની તંત્રને રજુઆત

સાવરકુંડલા, તા.૭

કોરોનાનાં સંક્રમણથી બચવા માટે સરકારનાં આ અભિયાનને સફળ બનાવવા રસી મૂકાવી સ્વયંને સુરક્ષિત કરતાં જોવા મળે છે. જો કે હવે આ વાયરસનાં સંક્રમણની વેધકતા અને ઝડપથી ફેલાઈ રહેલાં સંક્રમણને ખાળવા આરોગ્ય વિભાગ દ્વારા નિદર્ેશિત ગાઇડલાઇનનાં તમામ નિયમોનું પાલન કરવું અને સમયસર કોવિડ વેક્સિનેશન ઝૂંબેશ દ્વારા ચાલતી રસીકરણ પ્રક્રિયામાં રસી મૂકાવવી એ વધારે સલાહભર્યું ગણાશે અને તો જ શીતળાની જેમ આ વાયરસને પણ વહેલી તકે દેશને કોરોના મુક્ત કરી શકીશું..

આ સંદર્ભે ૧૮ વર્ષથી ઉપરનાં તમામ લોકોને રસી આપવામાં આવે તેવી જોગવાઈ કરવા માટે અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળાએ આજરોજ આરોગ્ય વિભાગને જાહેર વિનંતી કરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449