રાપર : નજીવી બાબતે કૌટુંબિક ભત્રીજાએ કાકાની હત્યા કરી

ભૂજ તા.૭

પૂર્વ કચ્છના રાપર તાલુકાના કીડીયાનગર ગામ ખાતે ગત રાત્રીએ હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક કૌટુંબિક ભત્રીજાના હાથે કાકાનું ખૂન થઈ ગયું હતું. તેમાં પતિ-પત્નીના ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે. જેમાં બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

કીડીયાનગર ગામ ખાતેની લિબરીયા વાડી વિસ્તામાં રામા બાયડની વાડીમાં ખેતમજૂરીનું કામ કરતા પ્રવીણ વેરશી કોળીએ તેની પત્ની મીરાને વાડીમાં આવેલી પોતાની ઝુંપડી પર આવી પોતાનો મોબાઈલ ફોન ચાજર્માં રાખવાનું કહ્યું હતુ. તેથી રસોઈ બનાવતી પત્ની મીરાંએ રોટલા ઘડી લાઉ પછી ફોન ચાજર્માં મુકવાનું જણાવ્યું હતું. તેથી પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને માર મારવાનું શરુ કરી દીધું હતું. અને પત્ની પાછળ ધારીયાનો છૂટો ઘા ફેંક્યો હતો.જેમાં પત્ની ગભરાઈ જઈ તેના સંતાનો સાથે બાજુમાં રહેતા જામની બાયડના ઘર તરફ દોટ મૂકી હતી. આ દરમ્યાન ઝગડો જોઈને વાડીની બાજુમાં રહેતો કૌટુંબી ભત્રીજો નરશી કોળી ત્યાં પહોંચી આવ્યો હતો. અને કાકા પ્રવીણ જોડે રજઝક કરી તું કેમ તારી પત્નીને મારે છે ? તેમ પૂછતા પ્રવીણએ તેને જેમતેમ બોલવા માંડતા નરસી ઉશ્કેરાઈ ગયો હતો. અને પ્રવિણના માથામાં ધોકાના ઘા મારી દીધા હતા. જેના કારણે પ્રવિણના માથામાંથી લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું. અને એ ત્યાંજ જમીન પર ઢળી પડ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો.

જે અંગેની પોલીસ ફરિયાદ પત્ની મીરાંએ નરશી ઉર્ફે હચુ કોળી વિરુદ્ધ નોંધાવી છે. બનાવ બાદ આરોપી નરસી ફરાર થઈ ગયો હતો. હત્યા પામેલા પ્રવીણ કોળીને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમણે હવે પિતાની છત્ર ગુમાવી દીધી છે. અને નજીવી ઘરેલુ બાબતે કરુણ ઘટનામાં એક પરિવાર વિખેરાઈ જવા પામ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449