ગોંડલની શ્રી રામ હોસ્પિટલમાં વિનામૂલ્યે શરૂ કરાયું ડે કેર યુનિટ

ગોંડલ,તા.૩

માનવ સેવા એજ પ્રભુ સેવાના શુભ આશયથી ગોંડલમાં શરુ કરાયેલ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં પૂ. હરિચારણદાસજી મહારાજની આજ્ઞાથી અનોખો સેવા યજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. એક તરફ કોરોનાનો હાહાકાર છે અને લોકો જીવ બચાવવા આમતેમ ભટકી રહ્યા છે હોસ્પિટલોમાં બેડ મળતા નથી. ત્યારે સામાન્ય લોકો માટે ખુબ જ મોટી મુસીબત છે તેવામાં ગોંડલની શ્રી રામ હોસ્પિટલ ખાતે હાલની પરિસ્થિતિને પોહચી વળવા કોરોનાથી સંક્રમિત થયેલ દર્દીઓને કે જેને ઓક્સિજનની હાલ જરૂર ન હોઈ તેવા દર્દીઓની સારવાર માટે વિનામૂલ્યે ડે કેર યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગરીબ જરૂરીયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર, દવા, રહેવા તથા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રી રામ હોસ્પિટલની બાજુમાં જ નવું આકાર લઈ રહેલા અદ્યતન હોસ્પિટલના બિલ્ડીંગમાં જે દર્દીઓને દવા, બાટલા, ઈન્જેકશન જેવી તમામ સુવિધા વિના મૂલ્યે સારવાર શરૂ કરવા માટે હાલ ૨૫ જેટલા બેડ કાર્યરત છે. હાલની પરિસ્થિતિ જોતા પૂ. હરિચારણદાસજી મહારાજે આજ્ઞા કરતા સમગ્ર ટ્રસ્ટી ગણ, ડોક્ટર્સઓ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા માત્ર ૨ દિવસમાં ડે કેર યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ હાલ ૨૫ થી વધુ લોકો સારવાર મેળવી રાહત અનુભવી રહ્યા છે.

પૂ. હરિચારણદાસજી મહારાજની આજ્ઞાથી હોસ્પિટલમાં હાલ કોવિડ સેન્ટર કાર્યરત છે પરંતુ લોકોની હાલાકી અને ત્વરિત સારવાર ના મળતા દર્દીઓ ક્રિટિકલ પરિસ્થિતિમાં ના મુકાય તે માટે પૂ.હરિચારણદાસજી મહારાજના આશિર્વાદથી વિનામૂલ્યે ડે કેર યુનિટ શરૂ કરવા આવ્યું છે. જેમાં દર્દીને ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી અને દર્દી વધુ ગંભીર સ્થિતિમાં ના મુકાઈ તે માટે વિનામૂલ્યે સારવાર શરૂ કરવામાં આવી છે. સાથે સાથે હાલ ઓક્સિજનની પણ અછત હોઈ આગામી સમયમાં હોસ્પિટલ ખાતે દાતાઓના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરાશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449