ઉના પંથકમાં તાડીનું વેચાણ બંધ નહિ કરાય તો જનતા રેડ કરાશે

હિન્દુ યુવા સંગઠન દ્વારા પી.આઈ.ને રજુઆત : ઉગ્ર ચિમકી

ગીરગઢડા, તા.૩

ઉના તથા આજુબાજુના વિસ્તારોમાં તાડી નશીલા પદાર્થનું વેચાણ બંધ કરાવવા હિન્દુ યુવા સંગઠન દ્વારા પી.આઈ.ને રજૂઆત કરાઈ છે.

જેમાં જણાવાયુ છે કે ઘણા સમયથી ઉના શહેર તથા વિસ્તારોમાં તથા આજુબાજુના ગામડાઓમાં તાડી જેવા નશીલા પદાર્થનું સેવન કરવાથી ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. અનેક ઘરો બરબાદ થાય છે. ઘણી વખત જનતા રેડ પાડીને પણ આવા અડ્ડાઓ બંધ કરાવ્યા છતા પણ ફરી પાછા ચાલુ કરી દેવામાં આવે છે. ઘણી વખત સંબંધિત તંત્રને જાણ કરવા છતા યોગ્ય પગલા ભરવામાં આવતા નથી તો આગામી દિવસોમાં તાડીનું વેચાણ બંધ કરાવવામાં નહિ આવે તો મીડીયા અને જનતાને સાથે રાખીને શહેર તથા ગ્રામીણ વિસ્તારમાં જનતા રેડ કરવામાં આવશે તેવી ઉગ્ર ચિમકી ઉચ્ચારાઈ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449