ઓખા નગરપાલીકા પ્રમુખે ખુદ સેનેટાઈઝ કરી મુખ્ય બજાર

ઘરમાં બેઠેલા રાજકારણીઓએ શીખ લેવાની જરૂર

મીઠાપુર, તા.૩

દેવભૂમી દ્વારકા જીલ્લાના ઓખા મંડળની છેવાડાની ઓખા નગરપાલીકાનાં ઉત્સાહી અને યુવાન પ્રમુખ ચેતનભા માણેક ખુદ મુખ્ય બજાર સેનેટાઈઝ કરવા નીકળતા લોકોએ ગર્વની લાગણી અનુભવી હતી. હાલ કોરોના મહામારીના કારણે સ્વચ્છતા જાળવવી પણ અતિ જરૂરી છે ત્યારે લોકોની સુખાકારી માટે ખુદ નગરપાલીકા ઓખાના પ્રમુખે બજાર સેનેટાઈઝ કરી હતી. માત્ર પોતાની સલામતી માટે અમુક બની બેઠેલા રાજકીય ખંધાઓ ઘરમાં ઘુસીને બેસી ગયા છે તેઓએ ઓખા નગરપાલીકા પ્રમુખ ચેતનભા માણેકની કામગીરીમાંથી કાંઈક શીખવાની જરૂર છે તેવુ લોકોને લાગે તે સહજ બાબત છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449