માળિયા (મિં.) : ગેરકાયદે ૩૦ હજાર લીટર બાયો ડીઝલ ઝડપાયું

મોરબી તા. ૭

માળીયા પંથકમાં બાયો ડીઝલનું મોટાપાયે વેચાણ થતું હોવાની બાતમીના આધારે માળીયા મામલતદાર સહિતની ટીમે માળીયા હાઇવે ઉપર દરોડો પાડયો હતો. જેમાં કેબીન રાખી તથા લોખંડની પાંચ ટાંકીઓમાં ભરેલા તેમજ ટેન્કર ભરેલા બાયો ડીઝલના જથ્થાને સીઝ કર્યો હતો તંત્રએ લાખોની કિંમતનો ૩૦ હજાર લીટર બાયોડીઝલ સીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે. માળીયા મામલતદાર ડી.સી.પટેલ, ડેપ્યુટી મામલતદાર સહિતની ટીમ આજે બાતમીના આધારે માળીયાના નેશનલ હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલની બાજુમાં ત્રાટકી હતી. આ સ્થળે કેબીન પાસે આવેલ પંપ અને કેબિનની પાછળના ભાગે લોંખડના પાંચ ટાંકામાં જોતા આ પાંચેય ટાંકીઓમાં ૧૫  હજાર લીટર બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતોઆ ઉપરાંત આ જગ્યાએ કેબીનના અંદરના ભાગે પંપ તથા રબરની નળીઓ નોઝલ સાથેના  જીજે- ૧૨-એઝેડ-૯૪૧૮ નંબરના ટેન્કરમાં પણ આશરે ૧૫ હજાર લીટર બાયો ડીઝલનો જથ્થો મળી આવતા તંત્રએ હાલ આ ૩૦ હજાર જેટલો બાયો ડીઝલનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી માટે એફ.એસ.એલ તેમજ પુરવઠા વિભાગને જાણ કરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449