લાઠી : અજાણ્યા વાહન હડફેટે રાહદારીનું મોત

અમરેલી તા. ૭

અમરેલીનાં લાઠી બસ સ્ટેશન પાસે કોઈ અજાણ્યા મોટર સાયકલ ચાલકે રાહતદારીને  હડફેટે લેતા પ્રૌઢને ગંભીર રીતે ઈજા પહોચી હતી જેને પ્રથમ અમરેલી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવાર દરમ્યાન મોત  નિપજતા પરિવારજનોમાં શોકનો  માહોલ છવાયો છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ  લાઠી ગામે રહેતા જીતેન્દ્ર ધરમશી ગોહેલ ઉ.૫૦ એ ઘરેથી ચાલીને  લાઠી બસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા મોટર સાયકલ ચાલકે પાછળથી આવી હડફેટે લેતા ગંભીર રીતે ઈજા પહોચી હતી જેથી જીતેન્દ્રને સારવાર અર્થે ઢને કાળ ભેટયો અમરેલી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. આ અંગે પોલીસ સ્ટાફે અજાણ્યા મોટર સાયકલ ચાલક સામે ગુનો દાખલ કરીતેની શોધખોળ હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449