ગોંડલ : ઘાતક હથિયારો સાથે બે શખ્સો ઝડપાયા

બે દેશી રિવોલ્વર, બે દેશી તમંચા તથા બે તલવાર મળી

ગોંડલ તા. ૭

ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથીયારો પોલીસે ઝડપી લીધા હતા. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધીક્ષક ગોંડલ પી.એ. ઝાલા તરફથી શરીર સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા તથા ગેરકાયદેસર હથીયાર પરવાના વગર રાખેલ હથીયાર શોધી કાઢવા માટે સુચના તથા જરુરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગોંડલ સીટી પીઆઇ એસ.એમ. જાડેજા દ્વારા સુચના થયેલ હોય જે અન્વયે પોલીસ સ્ટાફ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પો.હેડ કોન્સ. પુનીતભાઇ નરેન્દ્રભાઇ અગ્રાવત સહીતનાએ ખાનગીરાહે હકીકત મળેલ કે ગોંડલના ભોજરાજપરા કુંભારવાડા વિસ્તારમાં બે ઇસમો ગેરકાયદેસર હથીયાર સાથે બેઠા હોય જે હકીકત મળતા તુરંત જ ત્યા પહોંચી હકીકકત મુજબના બે માણસો બેઠેલ હોય જેને કોર્ડન કરી ચેક કરતા બંને ઇસમો પાસેથી દેશી બનાવટી રીવોલ્વર નંગ ર તથા દેશી બનાવટના કટ્ટા નંગ ર તથા લોખંડની તલવાર નંગ ર મળી કુલ મુદામાલ રૂ.૨૪૨૦૦ ના સાથે મળી આવતા પોલીસ સ્ટેશન લાવી આર્મ્સ એકટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓમાં શની મનસુખભાઇ મકવાણા (ઉ.વ. ૩૦ રહે. ગોંડલ ભોજરાજપરા કુંભારવાડા), મંગલ અમરશી સોલંકી (ઉ.વ. રપ રહે. ગોંડલ તાલુકા શાળાના પટમાં) અને દેશી બનાવટીની રીવોલ્વર નંગ ર, દેશી બનાવટના કટ્ટા નંગ ર કી.રૂ.૧૦૦૦૦, લોખંડની તલવાર નંગ ર કિ.રૂ.૨૦૦ કબજે કરી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ. જાડેજા, પો.સબ ઇન્સ. બી.એલ. ઝાલા, સા.પો.હેડ કોન્સ. પુનિતભાઇ અગ્રાવત, વિશાલભાઇ ગઢાદરા, પો.કોન્સ. શકિતસિંહ જાડેજા તથા અરવિંદભાઇ દાફડા જોડાયા હતા.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449