સોમનાથ ટ્રસ્ટના સહયોગથી આજથી મોરારીબાપુ દ્વારા ઓનલાઈન રામકથાનો પ્રારંભ

ગીરગઢડા, તા.૭

સોમનાથ હરિહર તીર્થધામમાં સોમનાથ ટ્રસ્ટના સહયોગથી ટ્રસ્ટના નુતન રામ મંદિરેથી તા.૮/૫ થી તા.૧૬/૫ સુધી મોરારીબાપુ ઓનલાઈન રામકથાનું શ્રવણ કરાવશે. હાલની કોરોના મહામારી દરમ્યાન શ્રદ્ધાળુઓ ઘરે બેઠા આસ્થા ચેનલના માઘ્યમથી તા.૮/૫ ના રોજ સાંજે ૪ થી ૭ અને તા.૯/૫ થી તા.૧૬/૫ ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧.૦૦ રામકથા શ્રવણ કરી શકશે. આ ઓનલાઈન રામકથાના માઘ્યમથી લોકોને હાલની સ્થિતિએ હિમ્મત મળશે. આ મહામારી દરમ્યાન કથા સાંભળવા લોકો ઘરમાં રહેશે.

ગત વર્ષે પણ લોકડાઉન દરમ્યાન ટીવી ચેનલના માઘ્યમથી લોકોને રામાયણ અને મહાભારત જેવી પ્રસિદ્ધ સીરીયલનું પુનઃ પ્રસારણથી લોકોએ ઘરે બેઠા આ પ્રસિદ્ધ સીરીયલો નિહાળી હતી તેમ આ ઓનલાઈન રામકથા હાલની સ્થિતિએ લોકો ઘેર બેઠા કથાનું રસપાન કરવા ભક્તિમય પ્રેરણા પુરી પાડશે.

હાલની કોવિડ સ્થિતિને ઘ્યાનમાં રાખી સૌને સોમનાથ ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવે છે કે, બીનજરૂરી બહાર ન નીકળવું, સામાજીક અંતર જાળવવું, માસ્ક ફરજીયાત પહેરવું, તેમજ વારંવાર હાથની સફાઈ કરતા રહેવું, સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449