વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ઓકસીજન ટેન્ક ફાળવવા મુખ્યમંત્રીને પાલિકા પ્રમુખની રજૂઆત

ગીરગઢડા, તા.૭

ગીર સોમનાથ જિલ્લો ખૂબજ મોટો જિલ્લો છે પરંતુ હજુ પણ જૂનાગઢ જિલ્લા પાસેથી એન્ટીજન ટેસ્ટીંગ કીટ, અન્ય દવાઓ અને સાધનો લેવા પડે છે.

સીવીલ હોસ્પિટલ વેરાવળને ઓકસીજન ટેંક જે મંજુર થઈ ગઈ છે તે તાત્કાલીક ઈન્સ્ટોલ કરવામાં આવે સાથે સાથે હાલ માત્ર ૧૦૦ બેડની વ્યવસ્થા છે ૨૫૦ બેડની વ્યવસ્થા કરવામાં આવે અને તેની સાથે ડોકટર્સ તથા નર્સીંગનો સ્ટાફ પણ વધારવામાં આવે અને એન્ટીજન ટેસ્ટ કીટનો જથ્થો પૂરતી માત્રામાં ગીર સોમનાથ જિલ્લાને ફાળવવામાં આવે.

હાલમાં ગીર સોમનાથ જિલ્લામાં કોઈપણ ઓકસીજન રીફીલીંગ સેન્ટર નથી તાત્કાલીક અસરથી ગીર સોમનાથ જિલ્લામાં ઓકસીજન રીફીલીંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગણી કરી છે, ઉપરોક્ત મુદાઓની ખુબજ જરૂરિયાત હોવાથી તાત્કાલિક સંબંધિત વિભાગને સુચના આપી જરૂરી વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીને પત્ર પાઠવી પાલીકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ માંગ ઉઠાવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449