ભુજ : પરિણીતાનું ભેદી સંજોગોમાં મોત થતા પેનલ પીએમ કરાવાશે

ભુજ, તા.૭

ભુજના ગણેશનગરના આશાપુરા ગરબી ચોકમાં રહેતી ૨૮ વર્ષિય પરિણીતાનું ભેદી સંજોગોમાં મોત નીપજતા પોલીસ ખાતાએ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ભુજ એ.ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ મરનાર મહિલાનું નામ હિનાબેન દિનેશભાઈ ગુંસાઈ છે.  બનાવ આજે પોણા ૧૧ થી બે વાગ્યાના અરસામાં ઘરમાં જ બન્યો હતો.

મૃતકની લાશને લઈ પતિ જી.કે.જનરલ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ઘટના અંગે પોલીસને જાણ થઈ હતી. પતિએ અગમ્ય કારણોસર પત્નીએ ગળેફાંસો ખાધો હોવાનું પોલીસને જણાવ્યું છે. બનાવ ખરેખર આત્મહત્યાનો જ છે કે કેમ તે અંગે પીઆઈ પી.એમ.ચૌધરીએ ઘટના સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. પોલીસને શંકા જતા હિનાબેનના મૃતદેહનું તજજ્ઞ તબીબોની પેનલ પાસે પોસ્ટમોર્ટમ કરાવવા નિર્ણય કર્યો છે. પીએમ રીપોર્ટમાં મોત કેવી રીતે નીપજ્યું તે બાબત સ્પષ્ટ થશે તેમ પીઆઈએ જણાવ્યું છે. હાલ પોલીસે એક્સિડેન્ટલ ડેથની નોંધ પાડી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449