માત્ર એક ફૂંક મારતા ખબર પડી જશે કે કોરોના છે કે નહીં!

નવી દિલ્લી,તા.૨૫
કોરોના કાળમાં વાયરસનું સંક્રમણ જે ગતિએ વધી રહ્યું છે તેને અટકાવવા અને વાયરસની ઓળખ કરવા માટે દુનિયાભરમાં અલગ અલગ લેવલ પર રિસર્ચ થઈ રહ્યાં છે. આ દરમિયાન સિંગાપુરના એક વૈજ્ઞાનિકો અનોખું કોવિડ બ્રેથ ટેસ્ટ મશીન વિકસાવ્યું છે. આ મશીનના શોધક ડો. જિયા ઝૂનાનનો દાવો છેકે, વ્યક્તિએ માત્ર એક ફૂંક મારવાની હોય છે, તેનો ટેસ્ટ થઈ જાય છે અને તેમણે વિકસાવેલાં ટેસ્ટીંગ મશીનમાં ૯૦ ટકા સુધી સચોટ પરિણામ મળી જાય છે. ભારતમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યાં છે. પહેલી લહેર કરતા બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. જેને કારણે ટેસ્ટીંગનું પ્રમાણ પણ વધ્યું છે. જોકે, સૌથી વધારે સમય કોરોનાના ટેસ્ટીંગમાં જ લાગી રહ્યો છે. આ સ્થિતિને વચ્ચે એક સારા સમાચાર આવ્યાં છે. સિંગારપોરના એક વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો છેકે, તેમણે એવું મશીન વિકસાવ્યું છેકે, જેમાં માત્ર એક ફૂંક મારતા જ ખબર પડી જાય છેકે, વ્યક્તિને કોરોના છેકે, નહીં. અને તેમના મતે આ મશીન ૯૦ ટકા સુધી સચોટ પરિણામ આપે છે. ઉલ્લેખનીય છેકે, આરટીપીસીઆર ટેસ્ટ ભારતમાં ૨૪ કલાકથી લઈ ૭૨ કલાક સુધી લેતા હતા. બ્રેથ સેમ્પલરમાં લાગેલુ માઉથ પીસ ડિસ્પોઝેબલ છે અને તે એક જ તરફ કામ કરે છે. એક વાર ફૂંક મારી દીધા બાદ તે હવા પાછી નથી આવતી કે ન તો એનામાંથી લાળ પાછી આવે છે કેમકે મશીનમાં વન વે વાલ્વ અને લાળ ટ્રેપ લાગેલું હોય છે. આના  પર રિસર્ચ કરનારી નેશનલ યૂનિ.નો દાવો છે કે ૧૮૦ દર્દીઓની તપાસ આવા નવા ટેસ્ટથી કરવામાં આવી અને ૯૦% સુધી તેનું પરિણામ સટીક રહ્યું છે. ખાલી બ્રેથ એનેલાઈઝરમાં કોરોનાનાં દર્દીએ ફૂંક મારવાની રહે છે. જેમણે આ શોધ કરી છે તેમણે જણાવ્યું કે દર્દી હવા બ્રેથ સેમ્પલરમાં નાખે છે ત્યારે તે માસ સ્પેક્ટ્રોમીટરમાં ભેગી થાય છે. આમાં હવામાં રહેલા કણનું એનાલિસિસ ૧ મિનિટમાં કરી નાખવામાં આવે છે. ડો.જિયા ઝૂનાન કે જેમણે આ વિકસિત કર્યું છે તે અને બ્રીથોનિક્સનાં સીઈઓએ જણાવ્યું કે બિમારીઓનાં પ્રમાણમાં શ્વાસમાં પણ અલગ અલગ પ્રકારનાં ફેરફાર આવતા રહે છે. એટલે જ્યારે આ ટેસ્ટ કરવામાં આવે છે તેમાં જ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં જે ફેરફાર આવે છે તેનાથી તરત જાણી શકાય છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449