મહિલાઓ ત્રાસવાદ સામે કડી બની શકે

અમેરિકામાં વિમાનોનુ અપહરણ કરીને જુદી જુદી જગ્યાએ કરવામાં આવેલા ભીષણ આત્મઘાતી ત્રાસવાદી હુમલાને વર્ષો થઇ ગયા છે. ત્રાસવાદનો ખાતમો કરવા માટે અમેરિકા અને ભારત સહિતના દુનિયાના દેશો સતત લાગેલા છે પરંતુ ત્રાસવાદ આજે પણ એવા જ સ્વરૂપમાં છે જેવા સ્વરૂપમાં પહેલાના સમયમાં સ્થિતી હતી. અમેરિકા સહિતના દેશો દ્વારા ત્રાસવાદને રોકવા માટે વૈશ્વિક સ્તર પર અનેક લડાઇ લડી છે. જંગી રકમ ખર્ચ કરી છે પરંતુ આજે સ્થિતી વધારે સુધારાવાળી રહી નથી. ભારતમાં આંશિક રીતે સ્થિતી હવે સુધરી રહી છે. અમેરિકાની વાત કરવામાં આવે તો એકલા અમેરિકાએ ત્રાસવાદ સામે લડવા  માટે આશરે છ ટ્રિલિયન ડોલરની રકમ ફુંકી દીધી છે. છતાં ત્રાસવાદી ગતિવિધીમાં કોઇ ઘટાડો થઇ રહ્યો નથી. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સમગ્ર દુનિયામાં વર્ષ ૨૦૦૧ની તુલનામાં ગયા વર્ષે કટ્ટરપંથી ત્રાસવાદીઓની સંખ્યામાં ઘટાડો થવાના બદલે ૨૭૦ ટકા સુધીનો વધારો થઇ ગયો છે. જે તમામ દેશોને વધારે ચિંતામાં મુકે છે. ત્રાસવાદીઓ અને કટ્ટરપંથીઓ મોટા ખતરાના સ્વરૂપમાં આકાર લઇ રહ્યા છે. જો કે ત્રાસવાદ સામેની લડાઇઉમાં અમેરિકી સુરક્ષા સાથે જોડાયેલા નેતાઓએ એક મહત્વપૂર્ણ ઘટકની ઉપેક્ષા હમેંશા કરી છે. આ ઘટક છે મહિલાઓની ભાગીદારી. મહિલાઓને સેનામાં ભરતી કરીને ત્રાસવાદની સામે જ ઉભી કરી શકાય છે. જો કે આ કામ હજુ સુધી થયુ નથી. છેલ્લા કેટલાક દશકોમાં ૬૦ ટકા સશસ્ત્ર બળવાખોરી ગ્રુપમાં મહિલાઓને સામેલ કરવામાં આવી છે. સોશિયલ મિડિયાના માધ્યમથી નવા કટ્ટરપંથી ગ્રુપ મહિલાઓની ભરતી કરે છે. બે દશકમાં મિલિશિયાતી લઇને તમામ કટ્ટરપંથી જુથોમાં મહિલાઓને સામેલ કરવામાં આવી છે. મહિલાઓની સંખ્યામાં રોકેટગતિથી વધારો થઇ રહ્યો છે. અમેરિકામાં જન્મેલી તશ્ફીન સાથે જોડાયેલા એક ગ્રુપે સેન બર્નાડો જેવા ઘાતક ત્રાસવાદી હુમલા કર્યા છે. આવી જ રીતે નિકોલ લિન અને ફ્લિન્ટ જેવા સિરિયાની લડાઇમાં માર્યા ગયા છે. નવેસરના આંકડામાં અનેક ચોંકાવનારી વિગત સપાટી પર આવી ચુકી છે. જેમા ંકહેવામાં આવ્યુ છે કે છ ટ્રિલિયન ડોલરની રકમ અમેરિકાએ ત્રાસવાદ સામે લડવામાં ખર્ચ કરી દીધી છે. આટલી જંગી રકમ ખર્ચ કરવામાં આવી હોવા છતાં ખતરા હજુ પણ અકબંધ રહ્યા છે. આંકડા એમ પણ દર્શાવે છે કે ૬૦ ટકા જેટલા ત્રાસવાદી અને આત્મઘાતી હુમલામાં મહિલાઓની ભાગીદારી રહેલી છે. છેલ્લા કેટલાક દશકોમાં મહિલાઓની સંડોવણી વધી રહી છે.આંકડા એમ પણ દર્શાવે છે કે ૫૯ ટકા કરતા વધારે ત્રાસવાદી હુમલા દુનિયામાં થઇ ચુક્યા છે. અમેરિકામાં ૧૮ વર્ષ પહેલા જે વિનાશકારી હુમલા કરવામાં આવ્યા હતા તે હુમલા બાદ ૫૯ ટકા  કરતા પણ વધારે હુમલા થઇ ચુક્યા છે. કેટલા ત્રાસવાદી હુમલા થયા છે તેની વાત કરવામાં આવે તો વિશ્વના દેશોમાં જે હુમલાની નોંધ લેવામાં આવી ચુકી છે તે મુજબ આ ગાળામાં ૧૮૧૬૯૧ ત્રાસવાદી હુમલા કરવામાં આવી ચુક્યા છે. ત્રાસવાદને રોકવા માટે અને ઓછા કરવા માટે સરકારોએ કટ્ટરપંથી સંગઠનોને મદદ કરનાર મહિલાઓના બીજા પાસા પર વિચારણા કરીને આગળ વધી શકાય છે. મિલિશિયા, આઇએસ, બોકો હરામ જેવા સંગઠનોમાં સામેલ મહિલાઓને સુરક્ષા દળોમાં સામેલ કરીને તેમને ત્રાસવાદની સામે જ ઉભી કરી શકાય છે. આના કારણે ત્રાસવાદ સામેની લડાઇ વધારે અસરકારક અને ખતરનાક રીતે લડી શકાય છે. અપરાધી અને પિડિત બંને જ સ્વરૂપમાં મહિલાઓની સંખ્યા વધારે હોવા છતાં અમેરિકા ત્રાસવાદ વિરોધી રણનિતીમાં મહિલાઓની અવગણના કરે છે. કટ્ટરપંથીઓના શરૂઆતી સંકેતો અંગે માહિતી મેળવી લેવા માટે મહિલાઓને તૈનાત કરવામાં આવી શકે છે. સુરક્ષા અધિકારીના સ્વરૂપમાં મહિલાઓ ઉપયોગી માહિતી મેળવી શકે છે. જે શાંતિ જાળવી રાખવામાં નિર્ણાયક બની શકે છે. મહિલાઓ પ્રભાવશાળી ત્રાસવાદ વિરોધી દુત તરીકે છે. કારણ કે તે પરિવાર અને સમાજમાં ઉપયોગી ભૂમિકા અદા કરે છે.મહિલાઓને સુરક્ષા દળોમાં સામેલ કરીને નિર્ણાયક લડાઇ લડી શકાય છે. મહિલાઓ મહત્વપૂર્ણ કડી હોઇ શકે છે. આ પાસા પર ધ્યાન આપવાની જરૂર છે.

મહિલા આતંકીઓ પર શોધ

નોર્થ કેરોલિના યુનિવર્સિટીના શોધ કરનાર નિષ્ણાત લોકોએ કટ્ટરપંથી સંગઠનો સાથે જોડાયેલી ૨૭૧ ખતરનાક મહિલાઓ અને ૨૬૬ ત્રાસવાદીઓ પર વ્યાપક શોધ કર્યા બાદ તેના કેટલાક તારણો જારી  કર્યા છે. આ તારણ ખુબ જ ઘાતક બની રહ્યા છે. તારણમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે ૧૯ ટકા પુરૂષ અને બે ટકા મહિલાઓ જ ત્રાસવાદી સંગઠનોમાં સામેલ થતા પહેલા કોઇ અપરાધિક ગતિવિધીમાં સામેલ રહી હતી. શોધમાં આ બાબત પણ ઉભરીને સપાટી પર આવી છે કે ત્રાસવાદી સંગઠનોમાં સામેલ થવાથી છ માસ પહેલા સુધી ૧૪ ટકા ત્રાસવાદી પુરૂષો અને ૪૨ ટકા મહિલાઓ બેરોજગાર હતી. આના કારણે સાબિતી મળે છે કે કટ્ટરપંથી સંગઠનો આની લાચારીનો ફાયદો લઇને સંગઠન સાથે જોડી નાંખે છે. આ સંગઠનોની સાથે ખતરનાક ત્રાસવાદી ગતિવિધી ચાલી રહી છે. મહિલાઓનો કોઇ પણ રીતે લાભ લઇને ત્રાસવાદીઓ હુમલા કરાવે છે. આંકડા દર્શાવે છે કે ૬૦ ટકા જેટલા ત્રાસવાદી હુમલામાં મહિલાઓની સીધી સંડોવણી રહી ચુકી છે. આ દિશામાં દુનિયાના દેશો ગંભીરતાથી વિચારણા કરીને આગળ વધે તે જરૂરી છે. આના કારણે ત્રાસવાદ સામેની લડાઇમાં ઉપયોગી લાભ થઇ શકે છે. મહિલાઓ ત્રાસવાદીઓને હુમલા કરવામાં મદદ કરવા ઉપરાંત તેમના માટે માહિતી એકત્રિત કરવાનુ પણ કામ કરતી રહી છે. આવા પહેલા પણ અહેવાલ આવી ચુક્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449