વિશ્વ પર ગ્લોબલ વોર્મિંગ સહિતના વિવિધ ખતરા કોને આભારી.....?!

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

વિશ્વને કોરોના મહામારીએ ભયંકર થપાટ મારી છે અને વિશ્વના નામાંકિત વિજ્ઞાનીઓ, નિષ્ણાતો કોરોના નાથક વેક્સિન શોધવા સુધી સફળ થયા છે પરંતુ કોરોનાવાયરસ કેવી રીતે પેદા થયો કે પછી કયા દશે તેનું ઉત્પાદન કરી કોરોના એક જૈવિક હથિયાર હોવાનો પ્રયોગ હતો કે નહીં તે શોધી શક્યા નથી. માત્ર એકાદ દેશ તરફ શંકાની આંગળી ચિંધાઈ રહી છે તે હકીકત છે.અને આકારણે અમેરિકાએ કોરોના વાયરસ પેદા થવા બાબતે જે તે સંશોધન બાબતે પોતાની ગુપ્તચર સંસ્થાઓને આદેશ આપ્યા તે સાથે ચીન સહિતના દેશોને સહયોગ માંગ્યો છે એટલે કદાચ તેનું રહસ્ય બહાર આવી શકે.....! પરંતુ હવે કોરોનાએ તેના વિવિધ રૂપ પેદા કરતા રૂપો ધારણ કરવાનું શરૂ કરતા વિશ્વના દેશો એક પછી એક નવા નવા રોગો સામે ઝઝૂમવા લાગ્યા છે. અને સ્વાસ્થ્ય સેવાઓ ને મહત્વ આપવા સાથે કાયમી ધોરણે સ્વાસ્થ્ય સેવા ઉભી કરવા આયોજન કરવા લાગ્યા છે. કારણ વિશ્વના દેશો વિકાસની આંધળી દોડમાં કુદરતી સંપદાની ઘોર ખોદી નાખી છે કે જે કુદરતી સંપદા વિશ્વના માનવ જીવો સહિતના તમામ જીવોને તેને જીવવા સહિતની તમામ જરૂરિયાતો પૂરી પાડતી હતી તે બાબત વિશ્વના દેશો વિકાસની આંધળી દોટમાં સમજી ન શક્યા કે અન્ન દેખી કરી અને આજે વિશ્વ પર ગ્લોબલ વોર્મિંગનો ખતરો ઉભો કરી દીધો છે. તેને અટકાવવા વિશ્વના દેશો વાતો અને ચર્ચાઓ કરવા સિવાય કોઈપણ પ્રકારના ઠોસ જરૂરી એક્શન લેતા નથી.....! તે એક હકીકત છે. હવામાં કાર્બન ભળતો રોકવા તમામ પ્રકારના કાર્બન સહિત હવાનું પ્રદૂષણ ઓકતા સાધનો પર સંપૂર્ણપણે પાબંધી મુકવી જરૂરી છે. પરંતુ તે માટે કોઈપણ દેશ તૈયાર નથી... કારણ વધુમાં વધુ કાર્બન પ્રદૂષણ ઓકતા હવાઈ જહાજોના ઉડાણ પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. ઉપરાંત ઓક્સિજન આપતા વૃક્ષોનું વિકાસના બહાને નિકંદન કાઢવાનું બંધ કરવા સાથે ઓક્સિજન આપતા અને કાર્બનનુ શોષણ કરતા વૃક્ષોનું દરેક દેશોએ મોટા આને પુરતા પ્રમાણમાં વાવેતર કરવું જોઈએ.... જે ગ્લોબલ વોર્મિંગને કાબૂમાં લેવા માટે મોટો ઉપાય છે..... શું આ માટે વિશ્વના દેશો તૈયાર થશે.....?

તાજેતરમાં કોરોનાની બીજી લહેરે માનવજાતને અનેક પ્રકારના અનુભવ કરાવ્યાઢ  છે તેમાં કોમ, જ્ઞાતિ-જાતિ બધું જ ભુલાવી દીધું.... હોસ્પિટલોમાં સારવાર કરનારાઓ, પ્લાઝમા બ્લડ આપનારાઓ, સ્મશાને લઈ જનારાઓ  તેમજ દાહ આપનારા, ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ સમયમા રાશન સહાય કરનારાઓ કઈ જ્ઞાતિ, જાતિ કે કોમના હતા તેની મોટામાં મોટી શીખ આપી છે. લોકોએ હવે જ્ઞાતિ, જાતિ,કોમમાંથી બહાર નીકળવું પડશે. તેમજ ઓક્સિજનની લાઈનમાં ઊભા રહેનારા તથા ઓક્સિજન દ્વારા બચી જનારા સહિતના લોકોએ પોતપોતાના વિસ્તારમાં એક એક વૃક્ષ પીપળો, વડ,પીપળ કે અન્ય વૃક્ષનુ વાવેતર કરે અને તે વિશાળ વૃક્ષ બને ત્યાં સુધી ધ્યાન આપે તો એ માનવજાત પર આને અન્ય જીવો પર મોટો ઉપકાર બની રહેશે અને ગ્લોબલ વોર્મિંગનો સામનો થઇ શકશે. જ્યારે કે વર્ષા ઋતુની શરૂઆત થવાની છે ત્યારે દરેક જાગૃત- સમજદાર માનવી યોગ્ય સ્થળે એક એક વૃક્ષ વાવેતર કરે... પોતાના લગ્નજીવન, જન્મદિવસ કે સ્વજનની સ્મૃતિમા એકાદ વૃક્ષનું વાવેતર કરવા સાથે તેનુ લાલન પાલન કરી ઉછેરે તો મોટામાં મોટું દરેક જીવોને સહાય કર્યાનો આનંદ મળશે.... કારણ સરકારો આવુ નહીં કરે....! પરંતુ માનવી ધારે તો......!?

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449