નતાલિયા કૌર યુવતિઓ માટે પ્રેરણા

ખુબસુરત સ્ટાર નતાલિયા કૌર પોતાની ખુબસુરતી માટેની ક્રેડિટ હમેંશા નેચરને આપે છે. તેનુ માનવુ છે કે પ્રકૃતિ અમને તમામને ખુબસુરત બનાવે છે. માત્ર જરૂરી એ છે કે તેની કાળજી રાખવામાં આવે. નેચર દ્વારા આપવામાં આવેલી ખુબસુરતીને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. નતાલિયા કહે છે કે શાર્પ ફિચર્સ, હેલ્થી અને ખુબસુરત સ્કીન તેમજ પરફેક્ટ બોડી તેને  પ્રાકૃતિકરૂપે મળી છે. માત્ર હેલ્થી લાઇફસ્ટાઇલ મારફતે તે પોતાની ખુબસુરતીને ટકાવી રાખવા માટે કામ કરતી રહે છે. આખરે નતાલિયાની લાઇફસ્ટાઇલ કેવા પ્રકારની રહેલી છે તે બાબત જાણવી પણ ખુબ જરૂરી છે. તેનુ કહેવુ છે કે તે પોતાના દમ પર જલવો ઉભો કરી રહી છે. ખુબ ઓછા લોકો જાણે છે કે તે સામાન્ય રીતે તો બ્રાઝિલિયન ખુબસુરત મોડલ અને અભિનેત્રી છે. જો કે ઇન્ડિયન ફેશન ઇન્ડસ્ટ્રીઝ અને બોલિવુડમાં તેમની ખાસ જગ્યા રહેલી છે. આ ખુબસુરત મોડલે માત્ર ૨૯ વર્ષની વયમાં જ પોતાની કુશળતા અને ખુબસુરતીના દમ પર પોતાની ખાસ ઓળખ ઉભી કરી લીધી હતી. તે ખુબસુરત સ્કીન માટે ડાયટ પ્લાન કરે છે. તેનુ માનવુ છે કે ખુબસુરત સ્કીન માત્ર બ્યુટી પ્રોડક્ટસ મારફતે હાંસલ કરી શકાય નહીં. બલ્કે હેલ્થી ડાયટ વધારે જરૂરી રહે છે. કારણ કે તે અમારી સ્કીનને અંદરથી પોષણ આપીને ખુબસુરત બનાવે છે. તેના કારણે નેચરલ ગ્લો થાય છે. આ નેચરલ ગ્લોને અમે બ્યુટી પ્રોડક્ટસ મારફતે વધારે આકર્ષક બનાવી શકીએ છીએ. બોડીને પરફેક્ટ રાખવા માટે તે સતત મહેનત કરે છે. નતાલિયા પોતાની બોડી ટોન અને ફિગરને જાળવી રાખવા માટે દરરોજ કોઇને કોઇન ફિજિકલ એક્ટિવીટી કરતી રહે છે. જેમાં ખુબ વધારે પ્રમાણમાં તે કેલરી બર્ન કરે છે. કસરત કરવાની ટેવ તે ખાસ ધરાવે છે. સ્વિમિંગ કરવાની પણ તેની ટેવ છે. જીમમાં જઇને એક્સ્ટ્રા મહેનત કરતી રહે છે. આ તમામ ગતિવિધી તેની નિયમિત લાઇફસ્ટાઇલના એક હિસ્સા તરીકે છે. નતાલિયા કહે છે કે આ તમામ એક્ટિવિટી તેને બોર થવાથી બચાવી લે છે. તેની બોડીને સ્લીમ રાખવામાં આના કારણે મદદ મળે છે. તેનુ કહેવુ છે કે તે પોતાને પસંદ પણ કરે છે. મોડલ તરીકે દેખાવવાની ઇચ્છા દરેક યુવતિની રહે છે. આજની યંગ જનરેશન તો પોતાની રૂટીન લાઇફમાં જ કોઇને કોઇ મોડલ અને સેલિબ્રિટીની જેમ રહેવાનુ પસંદ કરે છે. આ જ કારણસર અમે સામાન્ય રીતે દરરોજ કોઇને કોઇન ફેશન, ટ્રેડ અને સ્ટાઇલનો ક્રેઝ નિહાળીએ છીએ. પરંતુ આ તમામની વચ્ચે જે સૌથી ઉપયોગી બાબત છે તે પોતાને નહીં ભુલવા માટેની બાબત છે. આરામના સમયમાં પોતાને ગ્રુમ કરવાની બાબત ઉપયોગી રહે છે. નતાલિયાની પાસે જ્યારે સમય હોય છે ત્યારે તે બ્રાઝિલના રિયો બીચ પર પહોંચી જાય છે. કુદરતની નજીક રહીને તે માનસિક રીતે શાંતિ જાળવી રાખવાના પ્રયાસ કરે છે. સાથે સાથે જ્યારે તે ભારતમાં રહે છે ત્યારે રાજસ્થાનના આંતરિક વિસ્તારમાં પ્રવાસ કરવાનુ પસંદ કરે છે. આ ગાળા દરમિયાન શાંતિથી રહીને કેટલીક નવી ચીજો શિખવા માટેના પ્રયાસ તે કરે છે. આત્મવિશ્વાસથી પણ ખુબસુરતી વધે છે. રિયાલિટી શો ખતરો કે ખેલાડીમાં તે ભાગ લઇ ચુકી છે. આ શો દરમિયાન તે પોતાની અંદર રહેલા ડરની સામે લડવા માટે શિખી ગઇ હતી. જો કે શો બાદ તે કેટલાક આવા ડરને પાછળ છોડી ચુકી છે. તેને ભારતી પૌષાક ખુબ પસંદ છે. તેનુ કહેવુ છે કે બ્યુટી સિક્રેટસ કોઇ હોતા નથી. તેનુ કહેવુ છે કે ખુબસુરત બનવા માટે માત્ર સ્કીન પર જ નહીં બલ્કે મન પર પણ કામ કરવની જરૂર હોય છે. નતાલિયા કહે પણ છે કે ખુબસુરતીને અંદરથી અનુભવ કરવાની જરૂર હોય છે. જો આવુ થશે તો જ બહારથી વધારે ખુબસુરત બનવામાં મદદ મળશે. નતાલિયા ફેશન અને મોડલિંગના ક્ષેત્રમાં હજુ લાંબા સમય સુધી સક્રિય રહેવા માટે ઇચ્છુક છે. તેની પાસે મોટા મોટા પ્રોજેક્ટો પણ આવતા રહે છે. જો કે તે પોતાની ફિટનેસને લઇે કોઇ બાંધછોડ કયારેય કરતી નથી. તેની પાસે ફિલ્મોની પણ ઓફર આવી ચુકી છે. જો કે નતાલિયા સાવધાનીપૂર્વક કેરિયરને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે. સોશિયલ મિડિયા પર વારંવાર પોતાના સેક્સી, ખુબસુરત ફોટા મુકીને તે સતત ચર્ચા જગાવતી રહે છે. તેના લાખો ચાહકો તેની ગતિવિધી પર  નજરે રાખે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449