ડાઇટ મુદ્દે મહિલા સાવધાન

તાજેતરમાં જ કરવામાં આવેલા એક ખૂબ જ રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહિલાઓ તેમના ડાઈટ અંગે એક વર્ષમાં ૫૦૦ વખત ખોટી વાત કરે છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે મહિલાઓ તેમની ખાવાપીવાની ટેવના મામલે હંમેશા અન્ય લોકો સમક્ષ ખોટા નિવેદન કરે છે અને ડાઇટ અંગે વાસ્તવિક વાત કરતી નથી. એક વર્ષમાં સરેરાશ ૫૦૦ વખત મહિલાઓ ખોટું બોલે છે તેવા અભ્યાસ સાથે કેટલાક લોકો સહેમત પણ નથી પરંતુ આ અભ્યાસના ભાગરૂપે ઘણી મહિલાઓને આવરી લેવામાં આવી હતી. બ્રિટનના અખબારે અભ્યાસના તારણો આપતા જણાવ્યું છે કે મહિલાઓ ખોટા નિવેદન કરવામાં હોશિયાર રહે છે. નવ પૈકીની એક મહિલા સરેરાશ ખોટું નિવેદન કરે છે. લંચ, ડિનરમાં ડાઈટના સંબંધમાં મહિલાઓ ખૂબ ઓછા કેસમાં સાચું નિવેદન કરે છે. કેટલીક મહિલાઓ ડાઈટ અંગે ખોટી માહિતી આપતાં એમ કહ્યાં કરે છે કે તે ડાઈટને લઈને ખૂબ સાવધાન છે અને સ્થૂળતા વધી જાય તેવી ચીજવસ્તુઓ ખાવામાં ઉપયોગ કરતી નથી પરંતુ આ બાબત યોગ્ય દેખાઈ રહી નથી. કેટલીક મહિલાઓ દિવસમાં ફ્રૂટ અને વેજીટેબલ મોટા પ્રમાણમાં ખાવામાં ઉપયોગ કરતી હોવાની વાત કરે છે પરંતુ હકીકતમાં આવું પણ હોટું નથી. મહિલાઓ જે બાબતમાં સામાન્ય રીતે ખોટું બોલે છે તેમાં એક ગ્લાસ વાઈન પીવાની બાબત, ક્યારે બિસ્કિટ નહીં ખાવાની બાબતનો સમાવેશ થાય છે. ઘડિયાળ બનાવનાર એક કંપની ટાઈમેક્સ દ્વારા કરવામાં આવેલા સર્વેના આધાર ઉપર અભ્યાસના તારણો જારી કરવામાં આવ્યા છે. મોટાભાગની મહિલાઓ પોસ્ટિંક ડાઈટની હંમેશા વાત કરે છે પરંતુ આ જ મહિલાઓ મોટા ભાગે જંકફૂડની શોખીન રહે છે. અભ્યાસના તારણ દર્શાવે છે કે ડેરીની ચીજવસ્તુઓ વજનને ઘટાડવામાં ભૂમિકા ભજવી શકે છે. મહિલાઓ તેમના ડાઈટ અંગે એક વર્ષમાં સરેરાશ ૫૦૦ વખત ખોટા નિવેદન કરે છે તેવા તારણથી બ્રિટનમાં કેટલાક નિષ્ણાંત સહેમત નથી. તેમનું કહેવું છે કે અભ્યાસના તારણમાં કોઈ આંકડા આપવામાં આવ્યા નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449