MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

ક્રૂડ પામતેલમાં ૩૮,૫૩૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડોઃ મેન્થા તેલમાં સુધારોઃ કપાસ, કોટન, રબર ઢીલાઃ બુલડેક્સ ફ્‌યુચર્સમાં ૮૦ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્‌યુચર્સમાં ૯૩ પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્‌યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં ૧,૩૩,૨૩૩ સોદાઓમાં કુલ રૂ.૯,૩૧૯.૫૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૭ સુધર્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૩૩૯ ગબડ્યો હતો. એલ્યુમિનિયમ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસ વધ્યુ હતું. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)માં ૩૮,૫૩૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. મેન્થા તેલ સુધર્યું હતું, જ્યારે કપાસ, કોટન અને રબર ઢીલાં હતાં. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં ૮૦ પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં ૯૩ પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં ૬૫,૭૧૯ સોદાઓમાં કુલ રૂ.૩,૬૬૦.૮૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૪૯,૧૪૬ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૪૯,૨૨૮ અને નીચામાં રૂ.૪૯,૦૧૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭ અથવા ૦.૦૩ ટકા વધી રૂ.૪૯,૧૬૦ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૧૫ અથવા ૦.૦૪ ટકા વધી રૂ.૩૯,૨૩૪ અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૨ અથવા ૦.૦૪ ટકા વધી રૂ.૪,૮૪૨ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો ૧ કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૭૧,૬૦૬ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૭૧,૭૫૦ અને નીચામાં રૂ.૭૧,૨૨૫ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૩૯ અથવા ૦.૪૭ ટકા ઘટી રૂ.૭૧,૪૭૮ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો.

એનર્જી સેગમેન્ટમાં ૪૦,૫૯૬ સોદાઓમાં કુલ રૂ.૨,૩૦૪.૦૧ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.૫,૦૦૬ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૫,૦૩૩ અને નીચામાં રૂ.૪,૯૯૨ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે ૧ બેરલદીઠ રૂ.૫૦ અથવા ૦.૯૯ ટકા ઘટી રૂ.૪,૯૯૮ બોલાયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૩,૫૨૬ સોદાઓમાં રૂ.૫૦૩.૩૩ કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૧૩૩૫ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૩૩૫ અને નીચામાં રૂ.૧૩૩૫ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૪ અથવા ૦.૩ ટકા ઘટી રૂ.૧૩૩૫ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. આ સામે રૂ (કોટન) જૂન વાયદો ૧ ગાંસડીદીઠ રૂ.૨૪,૪૦૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૨૪,૪૯૦ અને નીચામાં રૂ.૨૪,૨૨૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૦ અથવા ૦.૧૬ ટકા ઘટી રૂ.૨૪,૩૪૦ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ ૧૦ કિલોગ્રામદીઠ રૂ.૧૧૪૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૧૪૪.૪૦ અને નીચામાં રૂ.૧૧૧૨.૨૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪.૬૦ અથવા ૨.૧૪ ટકા ઘટી રૂ.૧૧૨૬.૮૦ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ ૧૦૦ કિલોગ્રામદીઠ રૂ.૪ અથવા ૦.૦૨ ટકા ઘટી રૂ.૧૭,૧૫૭ અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રૂ.૩.૨૦ અથવા ૦.૩૫ ટકા વધી રૂ.૯૨૧.૯૦ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો.

કામકાજની દષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં ૧૩,૪૪૫ સોદાઓમાં રૂ.૧,૬૬૫.૪૯ કરોડનાં ૩,૩૯૧.૭૧૭ કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં ૫૨,૨૭૪ સોદાઓમાં કુલ રૂ.૧,૯૯૫.૩૭ કરોડનાં ૨૭૮.૭૯૮ ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં ૧૩,૩૭૭ સોદાઓમાં રૂ.૧,૦૩૭.૪૬ કરોડનાં ૨૦,૭૧,૮૦૦ બેરલ્‌સ અને નેચરલ ગેસના વાયદાઓમાં ૨૭,૨૧૯ સોદાઓમાં રૂ.૧,૨૬૬.૫૫ કરોડનાં ૫,૫૮,૪૩,૭૫૦ એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં ૧ સોદાઓમાં રૂ.૩ લાખનાં ૪ મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં ૬૩૯ સોદાઓમાં રૂ.૬૮.૯૨ કરોડનાં ૨૮,૨૨૫ ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં ૨,૭૯૩ સોદાઓમાં રૂ.૪૩૧.૨૪ કરોડનાં ૩૮,૫૩૦ મેટ્રિક ટન નાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૬,૨૨૭.૩૮૮ કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૫૨૨.૭૮૬ ટન, ક્રૂડ તેલ ૯,૧૮,૦૦૦ બેરલ્‌સ અને નેચરલ ગેસ ૩,૩૭,૭૬,૨૫૦ એમએમબીટીયૂ તેમ જ કપાસ ૪૦ ટન, મેન્થા તેલ ૫૨.૨ ટન, રબર ૨૩૦ ટન, રૂ (કોટન) ૧,૯૮,૭૦૦ ગાંસડી, સીપીઓ ૬૬,૪૯૦ ટનના સ્તરે રહૃાો હતો.

ઈન્ડેક્સ ફ્‌યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં ૧,૨૪૬ સોદાઓમાં રૂ.૧૦૦.૭૭ કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં ૮૨૨ સોદાઓમાં રૂ.૬૭.૦૩ કરોડનાં ૮૮૧ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૪૨૪ સોદાઓમાં રૂ.૩૩.૭૪ કરોડનાં ૪૫૨ લોટ્‌સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં ૧,૧૯૦ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૮૬૨ લોટ્‌સના સ્તરે રહૃાો હતો.

બુલડેક્સ જૂન વાયદો ૧૫,૨૨૦ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૫,૨૫૭ અને નીચામાં ૧૫,૧૭૭ના સ્તરને સ્પર્શી, ૮૦ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૬ પોઈન્ટ અથવા ૦.૦૪ ટકા ઘટી ૧૫,૨૨૪ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો ૧૪,૯૩૦ના સ્તરે ખૂલી, ૯૩ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૩૪ પોઈન્ટ અથવા ૦.૨૩ ટકા ઘટી ૧૪,૯૩૬ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ૮,૯૬૪ સોદાઓમાં રૂ.૬૫૬.૨૪ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૪૫.૦૮ કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૪૩.૬૫ કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૫૬૭.૫૧ કરોડનાં કામકાજ થયાં હતાં.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્‌સમાં સોનું જુલાઈ રૂ.૫૦,૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬૧ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૮ અને નીચામાં રૂ.૪૪૧ રહી, અંતે રૂ.૧૩.૫૦ અથવા ૨.૮૮ ટકા વધી રૂ.૪૮૩ થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.૭૨,૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રૂ.૧,૧૬૭ ખૂલી, ઊપરમાં રૂ.૧,૨૫૫.૫૦ અને નીચામાં રૂ.૧,૦૨૯ રહી, અંતે રૂ.૨૬૨.૫૦ અથવા ૧૯.૯૬ ટકા ઘટી રૂ.૧,૦૫૨.૫૦ થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.૫,૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૮૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૩.૫૦ અને નીચામાં રૂ.૫૩ રહી, અંતે રૂ.૨૫.૮૦ અથવા ૧૯.૧ ટકા ઘટી રૂ.૧૦૯.૩૦ થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.૪૮,૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૭૬ ખૂલી, ઊપરમાં રૂ.૩૭૬ અને નીચામાં રૂ.૩૧૮ રહી, અંતે રૂ.૨૩.૫૦ અથવા ૬.૩૨ ટકા ઘટી રૂ.૩૪૮.૫૦ થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.૭૦,૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રૂ.૭૩૩ ખૂલી, ઊપરમાં રૂ.૮૧૭.૫૦ અને નીચામાં રૂ.૬૯૯ રહી, અંતે રૂ.૬૧ અથવા ૮.૮ ટકા વધી રૂ.૭૫૪.૫૦ થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.૫,૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૧૦૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૧.૩૦ અને નીચામાં રૂ.૯૨.૨૦ રહી, અંતે રૂ.૨૦.૯૦ અથવા ૨૩.૭૨ વધી રૂ.૧૦૯ થયો હતો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449