આ છ ફુડથી હિમોગ્લોબિન વધે છે

 અમારા શરીરમાં જો કોઇ અંગમાં ખરાબી થઇ જાય છે તો સમગ્ર શરીરની કાર્યપ્રણાળીને માઠી અસર થાય છે. જીવિત રહેવા માટે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન કેટલુ મહત્વપૂર્ણ છે તે બાબત તો તમામ લોકો સારી રીતે જાણે છે. જો શરીરમાં હિમોગ્લોબિનનુ પ્રમાણ ઘટી જાય છે તો શરીર કેટલીક પ્રકારની બિમારીના સકંજામાં આવી શકે છે. આના કારણે અમને થાક પણ લાગવા લાગી જાય છે. જેથી શરીરમાં હિમોગ્લોબિનનુ પ્રમાણ પુરતા પ્રમાણમાં રાખવા માટે શાનદાર રીતે ફુડ્‌સનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. હિમોગ્લોબિનનુ પ્રમાણ વધારી દેવા માટે કેટલાક ફુડ્‌સ ફાયદાકારક હોય છે. આવા ફુડસમાં ટામેટા સહિતની ચીજોનો સમાવેશ થાય છે. ચુકંદરનો ઉપયોગ તો કોઇ સમય ચોક્કસપણે કર્યો જ હશે. તેને જ્યુસ તરીકે ઉપયોગ કરી શકાય છે. તે શરીરને ડિટોક્સાઇફાઇ કરવામાં મદદ કરે છે. સાથે સાથ હિમોગ્લોબિનનુ પ્રમાણ વધારી દેવામાં મદદ કરે છે. સપ્તાહમાં બે વખત તેનો ઉપયોગ કરવામાં આવે તો ખુબ ફાયદો થાય છે. આના કારણે લોકોના શરીરમાં લોહી અને હિમોગ્લોબિનની સમસ્યાને દુર કરવામાં મદદ મળે છે. અનાર અથવા તો દાડમ પણ શરીરમાં લોહીનુ પ્રમાણ વધારી દેવામાં ભૂમિકા અદા કરે છે. દાડમનો ઉપયોગ કરવાની સલાહ તો તબીબો દ્વારા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોના રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે અનાર અથવા તો દાડમનો ઉપયોગ કરવાથી હિમોગ્લબિનનુ પ્રમાણ પણ વધી જાય છે. સામાન્ય લોકોનુ કહેવુ છે કે તેનો ઉપયોગ જ્યુસ તરીકે પણ કરવામાં આવે છે. ગાજર પણ હિમોગ્લોબિન વધારી દેવામાં ઉપયોગી રહે છે. ગાજર હળવા તરીકે અને સ,લાડ તરીકે પણ ઉપયો કરી શકાય છે. તેને ડ્રીન્ક તરીકે પીવામાં પણ ઉપયોગ કરી શકાય છે. તેમાં રહેલા બિટા કેરોટિન હિમોગ્લોબિનને વધારી દેવામાં ઉપયોગી સાબિત થાય છે. જો કે ગર્ભાવસ્થા દરમિયાન ગાજરનો વધારે ઉપયોગ કરવાથી બચવાની જરૂર હોય છે. ટામેટાનો ઉપયોગ પમ હિમોગ્લોબિન વધારી દેવામાં ઉપયોગી સાબિત થાય છે. ટામેટામાં એન્ટીઓક્સીડન્ટનુ પ્રમાણ વ્યાપક રીતે જોવા મળે છે. ટામેટાનો ઉપયોગ કરવાના કારણે અમારા શરીરને પુરતા પ્રમાણમાં વિટામિન સીનુ પ્રમાણ મળી જાય છે. આ રોગપ્રતિકારક ક્ષમતાને વધારી દેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. તમે ટામેટાનો ઉપયોગ જ્યુસ તરીકે અથવા તો સુપ તરીકે પણ કરી શકાય છે. સંતરા પણ વિટામિન સીના પ્રમુખ સ્ત્રોત તરીકે છે. તેને જ્યુસ તરીકે અથવા તો સામાન્ય રીતે ખાઇ શકાય છે. એક વૈજ્ઞાનિક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સંતરાનો નિયમિત રીતે ઉપયોગ કરનાર લોકોમાં હિમોગ્લોબિનની સમસ્યાનો કોઇ ખતરો રહેતો નથી. ગોળ પણ આયરનના પ્રમુખ સોર્સ તરીકે છે. તે સામાન્ય રીતે ગરમ રહે છે. તે ગળામાં ખરાશ અને શરદી ગરમીમાં આદુની સાથે ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે ગોળનો ઉપયોગ કરવાથી રક્તસંચારમાં વધારો થાય છે. સાથે સાથે હિમોગ્લોબિનની સમસ્યા દુર થાય છે. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ ખૂબ જ કંગાળ હાલતમાં છે. ગ્રામીણ વિસ્તારોમાં અને ખાસ કરીને દૂરગામી વિસ્તારોમાં હાલત આનાથી પણ કફોડી છે. આવા વિસ્તારોમાં સારવાર વગર હજારો લોકોના મોત થઈ જાય છે. ભારતમાં મોટી સંખ્યામાં મહિલાઓ એનીમિયાનો શિકાર થાય છે. એનીમિયા યાને લોહીની અછત. અડધાથી વધુ મામલાઓમાં દર્દીઓ આયરનની દવાઓથી ઠીક થઈ જાય છે. પરંતુ સારવાર વાગર આ બિમારી ખતરનાક સ્વરૂપ ધારણ કરી લેશે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ વધુ મુશ્કેલીમાં ફસાઈ જાય છે. હિમોગ્લોબિન કોઇ પણ વ્યક્તિ માટે હમેંશા ઉપયોગી રહે છે. આના કારણે શરીરની સ્થિતી સમજી શકાય છે. હિમોગ્લોબિનનુ પ્રમાણ ઓછુ હોય તો કેટલીક તકલીફ થાય છે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449