હાર્ટ પર દબાણ સતત વધ્યુ છે

 આધુનિક ભાગદોડની લાઇફમાં કેટલીક સાવધાની જરૂરી બની ગઇ છે. સીટિંગ ડિસીઝનો ખતરો હાર્ટ પર સૌથી વધારે રહે છે. હાલમાં કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની વાત સપાટી પર આવી છે. અમેરિકી વૈજ્ઞાનિકોએ નવા અભ્યાસમાં દાવો કર્યો છે કે લાંબા સમય સુધી બેસી રહેનાર લોકોમાં હાર્ટ અટેકેનો ખતરો અનેક ગણો વધી જાય છે. કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકો દ્વારા આશરે દસ વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ આ અંગેનો ધડાકો કર્યો છે. સાથે સાથે અભ્યાસ બાદ આને સીટિંગ ડિસીઝ નામ આપી દીધુ છે.કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકો  દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે સીટિંગ ડિસીઝથી મહિલાઓની તુલનામાં પુરૂષ વધારે પ્રભાવિત થાય છે. આ બાબતથી કોઇ અસર થતી નથી કે આવા પુરૂષો નિયમિત રીતે કસરત કરે છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સીટિંગ ડિસીજમાં આ બાબત પણ વધારે મહત્વ રાખતી નથી કે કોઇ વ્યક્તિ ક્યાં બેસેલી છે અને સુ કારણ છે. કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવા કારણે હાર્ટની સમગ્ર શરીરમાં લોહી પહોંચાડી દેવાની ક્ષમતા પર અસર થાય છે. એટલે કે હાર્ટની પમ્પિંગ ક્ષમતા પર આની સીધી અસર થાય છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે નિયમિતરીતે કસરત ન કરનાર લોકોને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વધારે સમય સુધી સતત બેસી રહેનાર લોકોમાં હાર્ટ અટેકનો ખતરો વધારે રહે છે. જ્યારે હાઇપર ટેન્શન અને અન્ય તકલીફનો ખતરો પણ રહે છે. સતત નહી બેસી રહેવાની સલાહ હવે આપવામાં આવી છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અન્ય એક  નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હાર્ટની બિમારીઓને દૂર રાખવા માટે વેજિટેરિયન ચીજવસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે વેજિટેરિયન છો તો આ અભ્યાસના તારણો તમારા માટે ખૂબ સારા છે અને મોટી રાહત આપી શકે છે. વેજિટેરિયન ભોજનથી હાર્ટની બિમારીઓનો ખતરો ઉલ્લેખનીય રીતે ઘટી જાય છે. ઇંગ્લેન્ડ અને સ્કોર્ટલેન્ડના ૪૪૫૦૦ લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નોન વેજિટેરિયન ભોજન છોડીને જો તમે વેજિટેરિયન ભોજન તરફ વળશો તો હાર્ટ માટે વધુ યોગ્ય રહેશે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નોન વેજિટેરિયન લોકોની સરખામણીમાં વેજિટેરિયન લોકોમાં મોતનો ખતરો અને હાર્ટની બિમારીનો ખતરો ૨૨ ટકા ઘટી જાય છે. કોલેસ્ટોલના પ્રમાણ, બ્લડપ્રેશર અને વજનમાં અંતર કોઈપણ વ્યક્તિના સારા આરોગ્યની તકોને વધારી દે છે. અમેરિકી જનરલ ક્લિનીકલ ન્યુટ્રીશનમાં અભ્યાસના તારણો પ્રકાશિત કરવામાં આવ્યા છે. પશ્ચિમી દેશોમાં હાર્ટ એેટેકને મોટા ખતરા તરીકે ગણવામાં આવે છે. બ્રિટનમાં દર વર્ષે ૯૪૦૦૦ લોકોના મોત આ બિમારીના લીધે થાય છે જ્યારે ૨૬ લાખ લોકો આ બિમારીના કારણે જીવી રહ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ૧૫, ૧૦૦ વેજિટેરિયન અને ૨૯, ૪૦૦ નોન વેજિટેરિયન લોકોને આવરી લઈને અભ્યાસની પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું કે નોન વેજિટેરિયન ભોજન વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. શાકાહારી અથવા તો વેજિટેરિયન ભોજન આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. અમેરિકામાં તાજેતરમાં કરવામાં આવેલા નવા ચોંકાવનારા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કેલ્સિયમના ઘટકતત્વોનો વધારે ઉપયોગ ખતરનાક છે. આના કારણે હાર્ટ અટેકથી મોતનો ખતરો વધી જાય છે. નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જે પુરૂષો કેલ્સિયમનો ઉપયોગ કરે છે તે પુરૂષોમાં હાર્ટ અટેકથી મોતનો રતરો વધી જાય છે. સામાન્ય રીતે પુરૂષો અને મહિલાઓ હાડકાઓને થતા નુકસાનને ટાળવા અને હાડકા મજબુત બને તે માટે કેલ્સિયમના ઘટક તત્વોનો ઉપયોગ કરે છે. પરંતુ આ બાબત ખતરનાક છે. કેલ્સિયમ હિસ્સાને લઇને કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્ટ અટેકથી મોતનો ખતરો વધી જાય છે. મહિલાઓમાં હાર્ટ અટેકનો ખતરો નથી. નેશનલ કેન્સર ઇન્સ્ટીટ્યુટમાં તબીબો દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવા કરવામાં છે. અભ્યાસના નવા તારણો પર પહોંચવા માટે ખુબ ઉંડી ચકાસણી કેલ્સિયમ અંગે કરવામાં આવી હતી. અભ્યાસના ભાગરૂપે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ-એએઆરપી ડાઇટ અને હેલ્થના મોટી સંખ્યામાં લોકોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં ૩૮૮૨૨૯ પુરૂષો અને મહિલાઓનો સમાવેશ થાય છે. વર્ષ ૧૯૯૫ અને વર્ષ ૧૯૯૬ વચ્ચેના ગાળામાં છ રાજ્યો અને બે મેટ્રો પોલિટનના લોકોને અભ્યાસના ભાગરૂપે આવરી લેવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ તેમના આંકડાની ચકાસણી કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું કે કેલ્સિયમનો ઉપયોગ પુરૂષો માટે યોગ્ય નથી. તે હાર્ટ અટેકના ખતરાને વધારી દે છે. થોડાક વર્ષો સુધી અભ્યાસમાં ભાગ લેનાર લોકો પર નજર રાખવામાં આવી હતી. અભ્યાસના તારણો જેએએમએ નેટવર્ક પબ્લિકેશનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. અભ્યાસના તારણોમાં વધુ સંશોધનની કામગારી હવે હાથ ધરવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449