MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

સોનાના વાયદાના ભાવમાં રુ.૫૯ અને ચાંદીમાં રુ.૮૦નો ઘટાડોઃ ક્રૂડ તેલમાં રુ.૩૮ની વૃદ્ધિ

કોટન, મેન્થા તેલ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારોઃ કપાસ, સીપીઓમાં નરમાઈઃ બુલડેક્સ ફ્યુચર્સમાં ૫૩ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૮૨ પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં ૧,૦૬,૨૭૦ સોદાઓમાં કુલ રુ.૮,૨૯૬.૪૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રુ.૫૯ અને ચાંદીમાં કિલોદીઠ રુ.૮૦નો ઘટાડો થયો હતો. નિકલ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઢીલી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો વાયદો બેરલદીઠ રુ.૩૮ વધવા સામે નેચરલ ગેસ ઘટ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટન, મેન્થા તેલ અને રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર થયો હતો, જ્યારે કપાસ અને સીપીઓમાં નરમાઈ વાયદાના ભાવમાં રહી હતી. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં ૫૩ પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં ૮૨ પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં ૪૭,૯૨૭ સોદાઓમાં કુલ રુ.૨,૯૩૬.૫૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ સત્રની શરુઆતમાં રુ.૪૯,૧૫૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૪૯,૧૯૮ અને નીચામાં રુ.૪૯,૦૨૪ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રુ.૫૯ અથવા ૦.૧૨ ટકા ઘટી રુ.૪૯,૦૬૮ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રુ.૧૪ અથવા ૦.૦૪ ટકા ઘટી રુ.૩૯,૨૧૦ અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ અથવા ટકા કોઈ ફેરફાર વગર રુ.૪,૮૩૯ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ રુ.૪૮,૯૧૧ ખૂલી, રુ.૩૯ અથવા ૦.૦૮ ટકા ઘટી રુ.૪૮,૮૬૯ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો ૧ કિલોગ્રામદીઠ સત્રની શરુઆતમાં રુ.૭૧,૩૫૬ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૭૧,૪૧૫ અને નીચામાં રુ.૭૧,૦૫૬ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રુ.૮૦ અથવા ૦.૧૧ ટકા ઘટી રુ.૭૧,૧૫૧ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રુ.૪૭ અથવા ૦.૦૭ ટકા ઘટી રુ.૭૧,૨૬૨ અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રુ.૪૬ અથવા ૦.૦૬ ટકા ઘટી રુ.૭૧,૨૫૭ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં ૧૪,૦૪૭ સોદાઓમાં રુ.૨,૩૫૯.૬૭ કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રુ.૦.૬૫ અથવા ૦.૩૪ ટકા ઘટી રુ.૧૯૧.૧૫ અને જસત જૂન કોન્ટ્રેક્ટ રુ.૦.૧૦ અથવા ૦.૦૪ ટકા ઘટી રુ.૨૩૭.૬૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જૂન કોન્ટ્રેક્ટ રુ.૬.૦૫ અથવા ૦.૮૧ ટકા ઘટી રુ.૭૪૦.૦૫ અને નિકલ જૂન કોન્ટ્રેક્ટ રુ.૧૦.૧૦ અથવા ૦.૭૭ ટકા વધી રુ.૧,૩૨૪.૪૦ તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રુ.૦.૧૦ અથવા ૦.૦૬ ટકા ઘટી રુ.૧૭૦.૪૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં ૩૧,૮૫૪ સોદાઓમાં કુલ રુ.૧,૮૭૧.૫૬ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરુઆતમાં રુ.૫,૧૧૨ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૫,૧૫૦ અને નીચામાં રુ.૫,૧૧૨ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે ૧ બેરલદીઠ રુ.૩૮ અથવા ૦.૭૫ ટકા વધી રુ.૫,૧૨૭ બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો ૧ એમએમબીટીયૂદીઠ રુ.૨.૩૦ અથવા ૧ ટકા ઘટી રુ.૨૨૭ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૩,૨૦૪ સોદાઓમાં રુ.૪૪૫.૨૫ કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોગ્રામદીઠ સત્રની શરુઆતમાં રુ.૧૩૩૪ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૧૩૩૫ અને નીચામાં રુ.૧૩૩૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રુ.૨ અથવા ૦.૧૫ ટકા ઘટી રુ.૧૩૩૩ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રુ (કોટન) જૂન વાયદો ૧ ગાંસડીદીઠ રુ.૨૪,૪૮૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૨૪,૫૭૦ અને નીચામાં રુ.૨૪,૪૩૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રુ.૭૦ અથવા ૦.૨૯ ટકા વધી રુ.૨૪,૫૧૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ ૧૦ કિલોગ્રામદીઠ રુ.૧૧૩૪ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૧૧૩૬.૫૦ અને નીચામાં રુ.૧૧૦૩.૫૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રુ.૨૭.૭૦ અથવા ૨.૪૪ ટકા ઘટી રુ.૧૧૦૭.૯૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ ૧૦૦ કિલોગ્રામદીઠ રુ.૭૮ અથવા ૦.૪૫ ટકા વધી રુ.૧૭,૨૩૫ અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રુ.૧૧.૭૦ અથવા ૧.૨૭ ટકા વધી રુ.૯૩૩.૬૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં ૯,૧૮૯ સોદાઓમાં રુ.૧,૪૭૧.૧૬ કરોડનાં ૨,૯૯૬.૨૦૧ કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં ૩૮,૭૩૮ સોદાઓમાં કુલ રુ.૧,૪૬૫.૩૯ કરોડનાં ૨૦૫.૪૫૨ ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રુ.૧૯૨.૬૯ કરોડનાં ૧૦,૦૫૫ ટન, જસતના વાયદાઓમાં રુ.૩૪૮.૯૮ કરોડનાં ૧૪,૬૫૦ ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્‌સમાં રુ.૧,૦૬૩.૧૪ કરોડનાં ૧૪,૩૩૫ ટન, નિકલના વાયદાઓમાં રુ.૬૩૮.૨૨ કરોડનાં ૪,૮૨૬ ટન અને સીસું કોન્ટ્રેક્ટ્‌સમાં રુ.૧૧૬.૬૪ કરોડનાં ૬,૮૩૦ ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં ૧૦,૮૩૨ સોદાઓમાં રુ.૮૩૦.૫૨ કરોડનાં ૧૬,૧૭,૯૦૦ બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં ૨૧,૦૨૨ સોદાઓમાં રુ.૧,૦૪૧.૦૪ કરોડનાં ૪,૫૬,૭૫,૦૦૦ એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં ૪ સોદાઓમાં રુ.૦.૧૧ કરોડનાં ૧૬ મેટ્રિક ટન અને રુ (કોટન)ના વાયદાઓમાં ૬૭૪ સોદાઓમાં રુ.૬૦.૦૯ કરોડનાં ૨૪,૪૭૫ ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં ૨,૩૮૨ સોદાઓમાં રુ.૩૭૮.૨૬ કરોડનાં ૩૪,૦૬૦ મેટ્રિક ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૬,૧૯૭.૩૫૩ કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૫૫૩.૩૧૬ ટન, એલ્યુમિનિયમ ૧૧,૬૭૦ ટન, જસત ૧૩,૨૪૦ ટન, તાંબુ ૧૩,૮૮૨.૫૦૦ ટન, નિકલ ૩,૩૫૨.૫૦૦ ટન, સીસું ૬,૩૩૦ ટન, ક્રૂડ તેલ ૧૩,૩૩,૮૦૦ બેરલ્સ અને નેચરલ ગેસ ૩,૨૪,૪૬,૨૫૦ એમએમબીટીયૂ તેમ જ કપાસ ૩૬ ટન, મેન્થા તેલ ૪૭.૧૬ ટન, રબર ૨૧૭ ટન, રુ (કોટન) ૧,૯૬,૦૫૦ ગાંસડી, સીપીઓ ૬૫,૯૭૦ ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં ૯૮૦ સોદાઓમાં રુ.૭૭.૦૯ કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં ૫૩૦ સોદાઓમાં રુ.૪૨.૦૧ કરોડનાં ૫૫૩ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૪૫૦ સોદાઓમાં રુ.૩૫.૦૮ કરોડનાં ૪૬૬ લોટ્‌સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં ૧,૨૦૦ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૮૫૫ લોટ્‌સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો ૧૫,૨૦૫ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૫,૨૨૩ અને નીચામાં ૧૫,૧૭૦ના સ્તરને સ્પર્શી, ૫૩ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૮ પોઈન્ટ અથવા ૦.૧૨ ટકા ઘટી ૧૫,૧૮૧ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો ૧૫,૦૬૩ના સ્તરે ખૂલી, ૮૨ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૭ પોઈન્ટ અથવા ૦.૦૫ ટકા ઘટી ૧૫,૦૩૮ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ૮,૨૫૮ સોદાઓમાં રુ.૬૦૬.૨૮ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રુ.૩૩.૩૯ કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રુ.૨૩.૨૨ કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રુ.૫૪૮.૯૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્‌સમાં સોનું જુલાઈ રુ.૫૦,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રુ.૪૫૬ ખૂલી, ઊપરમાં રુ.૪૬૫ અને નીચામાં રુ.૪૪૯ રહી, અંતે રુ.૧૮.૫૦ અથવા ૩.૮૯ ટકા ઘટી રુ.૪૫૬.૫૦ થયો હતો. જ્યારે ચાંદી જૂન રુ.૭૨,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રુ.૧,૦૪૨.૫૦ ખૂલી, ઊપરમાં રુ.૧,૦૫૦ અને નીચામાં રુ.૮૯૬.૫૦ રહી, અંતે રુ.૫૧.૫૦ અથવા ૫.૧ ટકા ઘટી રુ.૯૫૭.૫૦ થયો હતો. ક્રૂડ તેલ જૂન રુ.૫,૧૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રુ.૧૦૪ ખૂલી, ઊપરમાં રુ.૧૨૯ અને નીચામાં રુ.૧૦૪ રહી, અંતે રુ.૨૩.૯૦ અથવા ૨૫.૮૧ ટકા વધી રુ.૧૧૬.૫૦ થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રુ.૪૮,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રુ.૩૪૦ ખૂલી, ઊપરમાં રુ.૩૬૫ અને નીચામાં રુ.૩૨૩ રહી, અંતે રુ.૫.૫૦ અથવા ૧.૬૨ ટકા વધી રુ.૩૪૪ થયો હતો. જ્યારે ચાંદી જૂન રુ.૭૦,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રુ.૭૩૬.૫૦ ખૂલી, ઊપરમાં રુ.૮૪૨ અને નીચામાં રુ.૬૯૩.૫૦ રહી, અંતે રુ.૧૭.૫૦ અથવા ૨.૨૫ ટકા વધી રુ.૭૯૪.૫૦ થયો હતો. ક્રૂડ તેલ જૂન રુ.૫,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રુ.૫૩ ખૂલી, ઊપરમાં રુ.૫૬.૫૦ અને નીચામાં રુ.૪૭.૯૦ રહી, અંતે રુ.૧૧.૬૦ અથવા ૧૭.૫૫ ઘટી રુ.૫૪.૫૦ થયો હતો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449