MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યાઃ કપાસ, સીપીઓ, રબરમાં સાર્વત્રિક ઘટાડો

સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ મેન્થા તેલમાં સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં ૭૪ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૧૨૪ પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરુવારે પ્રથમ સત્ર સુધીમાં ૧,૨૦,૪૫૧ સોદાઓમાં કુલ રુ.૯,૮૧૬.૯૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રુ.૨૮૩ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રુ.૪૩૮ ગબડ્યો હતો. એલ્યુમિનિયમ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં વૃદ્ધિ ભાવમાં થઈ હતી. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૪૮,૨૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા હતા. કપાસ, સીપીઓ અને રબરમાં સાર્વત્રિક ઘટાડા સામે મેન્થા તેલમાં સુધારો વાયદાના ભાવમાં થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં ૭૪ પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં ૧૨૪ પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં ૬૧,૧૨૫ સોદાઓમાં કુલ રુ.૩,૮૫૭.૫૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ સત્રની શરુઆતમાં રુ.૪૯,૦૧૮ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૪૯,૦૩૭ અને નીચામાં રુ.૪૮,૮૧૧ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રુ.૨૮૩ અથવા ૦.૫૮ ટકા ઘટી રુ.૪૮,૮૪૧ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રુ.૧૨૫ અથવા ૦.૩૨ ટકા ઘટી રુ.૩૯,૦૮૬ અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રુ.૨૦ અથવા ૦.૪૧ ટકા ઘટી રુ.૪,૮૧૯ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ રુ.૪૮,૮૨૯ ખૂલી, રુ.૨૪૩ અથવા ૦.૫ ટકા ઘટી રુ.૪૮,૬૬૧ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો ૧ કિલોગ્રામદીઠ સત્રની શરુઆતમાં રુ.૭૧,૫૦૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૭૧,૫૭૦ અને નીચામાં રુ.૭૧,૨૫૭ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રુ.૪૩૮ અથવા ૦.૬૧ ટકા ઘટી રુ.૭૧,૪૪૬ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રુ.૩૯૦ અથવા ૦.૫૪ ટકા ઘટી રુ.૭૧,૫૧૩ અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રુ.૪૦૩ અથવા ૦.૫૬ ટકા ઘટી રુ.૭૧,૫૦૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૪,૭૯૬ સોદાઓમાં રુ.૬૧૫.૨૬ કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોગ્રામદીઠ સત્રની શરુઆતમાં રુ.૧૩૩૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૧૩૩૦ અને નીચામાં રુ.૧૩૦૫ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રુ.૨૧ અથવા ૧.૫૮ ટકા ઘટી રુ.૧૩૧૨ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રુ (કોટન) જૂન વાયદો ૧ ગાંસડીદીઠ રુ.૨૪,૪૯૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૨૪,૫૬૦ અને નીચામાં રુ.૨૩,૯૬૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રુ.૩૫૦ અથવા ૧.૪૩ ટકા ઘટી રુ.૨૪,૧૫૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ ૧૦ કિલોગ્રામદીઠ રુ.૧૧૦૩.૬૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૧૧૧૪ અને નીચામાં રુ.૧૦૮૫.૨૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રુ.૭.૧૦ અથવા ૦.૬૫ ટકા ઘટી રુ.૧૦૯૩ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ ૧૦૦ કિલોગ્રામદીઠ રુ.૨૮ અથવા ૦.૧૬ ટકા ઘટી રુ.૧૭,૨૦૭ અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રુ.૧૮.૭૦ અથવા ૨ ટકા વધી રુ.૯૫૨.૩૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં ૧૬,૯૧૦ સોદાઓમાં રુ.૨,૯૩૮.૩૬ કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રુ.૦.૬૫ અથવા ૦.૩૪ ટકા વધી રુ.૧૯૨.૬૫ અને જસત જૂન કોન્ટ્રેક્ટ રુ.૧.૬૫ અથવા ૦.૬૯ ટકા ઘટી રુ.૨૩૬.૪૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જૂન કોન્ટ્રેક્ટ રુ.૮.૧૦ અથવા ૧.૦૯ ટકા ઘટી રુ.૭૩૫.૯૫ અને નિકલ જૂન કોન્ટ્રેક્ટ રુ.૧૭.૫૦ અથવા ૧.૩૨ ટકા ઘટી રુ.૧,૩૦૮ તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રુ.૦.૬૦ અથવા ૦.૩૫ ટકા ઘટી રુ.૧૭૦.૪૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં ૨૮,૧૪૪ સોદાઓમાં કુલ રુ.૧,૬૧૯.૮૭ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરુઆતમાં રુ.૫,૦૬૭ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૫,૧૨૫ અને નીચામાં રુ.૫,૦૬૨ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે ૧ બેરલદીઠ રુ.૩૨ અથવા ૦.૬૩ ટકા વધી રુ.૫,૧૨૨ બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો ૧ એમએમબીટીયૂદીઠ રુ.૧.૨૦ અથવા ૦.૫૩ ટકા વધી રુ.૨૨૯.૬૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં ૧૪,૧૩૭ સોદાઓમાં રુ.૧,૮૨૨.૫૩ કરોડનાં ૩,૭૨૭.૩૨૯ કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં ૪૬,૯૮૮ સોદાઓમાં કુલ રુ.૨,૦૩૪.૯૮ કરોડનાં ૨૮૪.૪૪૭ ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રુ.૨૫૨.૩૦ કરોડનાં ૧૩,૧૩૦ ટન, જસતના વાયદાઓમાં રુ.૩૪૯.૨૧ કરોડનાં ૧૪,૭૮૦ ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્‌સમાં રુ.૧,૪૬૧.૧૩ કરોડનાં ૧૯,૮૨૮ ટન, નિકલના વાયદાઓમાં રુ.૭૬૫.૧૫ કરોડનાં ૫,૮૪૦ ટન અને સીસું કોન્ટ્રેક્ટ્‌સમાં રુ.૧૧૦.૫૭ કરોડનાં ૬,૪૮૫ ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં ૯,૭૧૯ સોદાઓમાં રુ.૭૩૨.૭૧ કરોડનાં ૧૪,૩૮,૦૦૦ બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં ૧૮,૪૨૫ સોદાઓમાં રુ.૮૮૭.૧૬ કરોડનાં ૩,૮૫,૧૦,૦૦૦ એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં ૮ સોદાઓમાં રુ..૨૧ કરોડનાં ૩૨ મેટ્રિક ટન અને રુ (કોટન)ના વાયદાઓમાં ૧,૩૩૭ સોદાઓમાં રુ.૧૧૭.૪૦ કરોડનાં ૪૮,૨૨૫ ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં ૩,૨૩૮ સોદાઓમાં રુ.૪૮૮.૮૧ કરોડનાં ૪૪,૬૩૦ મેટ્રિક ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૬,૩૩૪.૦૩૦ કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૫૧૮.૪૩૦ ટન, એલ્યુમિનિયમ ૧૩,૮૫૦ ટન, જસત ૧૨,૯૭૦ ટન, તાંબુ ૧૪,૮૪૦૦ ટન, નિકલ ૩,૩૦૦૦ ટન, સીસું ૬,૪૭૦ ટન, ક્રૂડ તેલ ૧૧,૮૫,૬૦૦ બેરલ્સ અને નેચરલ ગેસ ૩,૫૩,૭૬,૨૫૦ એમએમબીટીયૂ તેમ જ કપાસ ૩૨ ટન, મેન્થા તેલ ૬૧.૯૨ ટન, રબર ૨૧૯ ટન, રુ (કોટન) ૧,૯૭,૦૦૦ ગાંસડી, સીપીઓ ૬૬,૧૯૦ ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં ૧,૬૯૪ સોદાઓમાં રુ.૧૪૨.૨૬ કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં ૧,૦૦૬ સોદાઓમાં રુ.૮૮.૧૦ કરોડનાં ૧,૧૬૨ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૬૮૮ સોદાઓમાં રુ.૫૪.૧૬ કરોડનાં ૭૨૪ લોટ્‌સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં ૧,૧૫૫ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૮૭૬ લોટ્‌સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો ૧૫,૨૦૨ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૫,૨૦૨ અને નીચામાં ૧૫,૧૨૮ના સ્તરને સ્પર્શી, ૭૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૮૪ પોઈન્ટ અથવા ૦.૫૫ ટકા ઘટી ૧૫,૧૫૧ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો ૧૫,૦૧૬ના સ્તરે ખૂલી, ૧૨૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૨૪ પોઈન્ટ અથવા ૦.૮૨ ટકા ઘટી ૧૪,૯૪૭ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ૭,૭૮૨ સોદાઓમાં રુ.૬૪૩.૭૨ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રુ.૮૬.૬૬ કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રુ.૪૪.૦૪ કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રુ.૫૧૨.૪૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્‌સમાં સોનું જુલાઈ રુ.૫૦,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રુ.૪૩૦ ખૂલી, ઊપરમાં રુ.૪૩૦ અને નીચામાં રુ.૩૭૫ રહી, અંતે રુ.૬૮.૫૦ અથવા ૧૫.૨૭ ટકા ઘટી રુ.૩૮૦ થયો હતો. જ્યારે ચાંદી જૂન રુ.૭૨,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રુ.૧,૦૯૯ ખૂલી, ઊપરમાં રુ.૧,૦૯૯ અને નીચામાં રુ.૯૫૫ રહી, અંતે રુ.૧૨૩ અથવા ૧૦.૭૮ ટકા ઘટી રુ.૧,૦૧૮ થયો હતો. ક્રૂડ તેલ જૂન રુ.૫,૧૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રુ.૭૫ ખૂલી, ઊપરમાં રુ.૧૦૬.૯૦ અને નીચામાં રુ.૬૭ રહી, અંતે રુ.૧૭.૯૦ અથવા ૨૦.૪૩ ટકા વધી રુ.૧૦૫.૫૦ થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રુ.૪૮,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રુ.૩૮૦ ખૂલી, ઊપરમાં રુ.૪૨૦ અને નીચામાં રુ.૩૫૦.૫૦ રહી, અંતે રુ.૬૮.૫૦ અથવા ૨૦.૮૨ ટકા વધી રુ.૩૯૭.૫૦ થયો હતો. જ્યારે ચાંદી જૂન રુ.૭૦,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રુ.૬૧૦ ખૂલી, ઊપરમાં રુ.૬૯૦ અને નીચામાં રુ.૫૯૨.૫૦ રહી, અંતે રુ.૧૪૪ અથવા ૨૭.૪૫ ટકા વધી રુ.૬૬૮.૫૦ થયો હતો. ક્રૂડ તેલ જૂન રુ.૫,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રુ.૬૩.૯૦ ખૂલી, ઊપરમાં રુ.૬૩.૯૦ અને નીચામાં રુ.૪૬ રહી, અંતે રુ.૭.૩૦ અથવા ૧૩.૦૪ ઘટી રુ.૪૮.૭૦ થયો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449