મોતના આંકડાઓમાં ગોલમાલ, બિહાર સરકારે માન્યું ૫૪૨૪ નહીં, ૯૩૭૫ લોકો મર્યા

પટના,તા.૧૦

કોરોનાની બીજી લહેર દરમિયાન બિહારમાં મોતના આંકડાઓ પર સતત પ્રશ્ન ઊઠી રહ્યા છે. ખુદ પટણા હાઈકોર્ટે એકવાર આંકડાઓમાં ભારે અંતરને લઇને ફટકાર પણ લગાવી છે. બક્સરમાં ગંગા કિનારે લાશો મળવાની ઘટના હોય કે પછી સ્મશાન ઘાટો પર સળગી રહેલી લાશોની સંખ્યા, સરકારી આંકડાઓ હંમેશા શંકાની સોય પર રહ્યા છે, પરંતુ હવે ખુદ સરકારે માની લીધું છે કે કોરોનાથી થયેલા મોતના આંકડાઓમાં ભારે ગરબડ થઈ છે.

બુધવારના સ્વાસ્થ્ય વિભાગના અપર મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે પ્રેસ કૉન્ફરન્સ કરતા આ જાણકારી આપી કે અત્યાર સુધી મોતનો જે આંકડો ૫૪૨૪ જણાવવામાં આવ્યો હતો તે ખોટો છે, જ્યારે અસલી આંકડો ૯૩૭૫ (૭ જૂન સુધી) છે. ઉલ્લેખનીય છે કે ૧૮ મેના જ રાજ્ય સરકારે કોરોનાથી થનારા મોતના આંકડાને લઇને તપાસ કરાવવાનો નિર્ણય લીધો હતો. આ માટે બે પ્રકારની ટીમો બનાવવામાં આવી હતી, જેમના તપાસ રિપોર્ટમાં આ વાતો સામે આવી છે.

સ્વાસ્થ્ય વિભાગ તરફથી જિલ્લાઓમાં કરાવવામાં આવેલી તપાસમાં આ ખુલાસો થયો છે કે કોરોનાથી મોતના આંકડાઓમાં અનિયમિતતા વર્તવામાં આવી છે. પ્રત્યય અમૃતે માન્યું કે આ સંવેદનશીલ મામમલે ઘણી અસંવેદનશીલતા દાખવવામાં આવી. તેમણે આવી લાપરવાહી વર્તનારાઓ પર કાર્યવાહીની વાત કરી, પરંતુ અત્યાર સુધી કેટલા લોકો પર કાર્યવાહી થઈ તેના પર તેમણે મૌન સાધી લીધી.

એટલું જ નહીં, પ્રત્યય અમૃતે કોરોનાથી થયેલા મોતના આંકડાઓમાં પકડાઈ ગયેલી ઘોર લાપરવાહી પર કેટલાક તર્ક પણ આપ્યા. તેમણે કહ્યું કે, અનેક લોકોનું મોત આઇસોલેશનમાં થઈ ગયું, ઘણા લોકો સંક્રમિત થયા બાદ બીજા જિલ્લામાં જતા રહ્યા, જ્યાં તેમનું મોત થઈ ગયું. કેટલાક લોકોના મોત હૉસ્પિટલ જવા દરમિયાન થયા, તો કેટલાક મોત પોસ્ટ કોવિડ પણ થયા, આવામાં મોતનો ચોક્કસ આંકડો ના મળી શક્યો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449