થરાદ પાસે નર્મદા કેનાલમાં પ્રેમી પંખીડાની આત્મહત્યા, પરિવારે ફરિયાદ ના કરી

થરાદ,તા.૧૦

રાજ્યમાં પ્રેમી પંખીડા દ્વારા આપઘાત કરવાના બનાવ વધુને વધુ સામે આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં ફરી એકવાર પ્રેમી પંખીડાની આત્મહત્યાની ઘટના સામે આવી છે. એક પ્રેમી પંખીડાએ કેનાલમાં કુદી જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, થરાદ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં આજે વધુ એકવાર યુવક અને યુવતીની લાશ મળી આવી હતી, બનાવને પગલે સ્થાનિક તરવૈયાઓની ટીમ અને આજુબાજુના લોકો દોડી આવી બંને યુવક યુવતીની લાશ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.

વિગતે ઘટનાની વાત કરીએ તો, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લોકોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે નર્મદા વિભાગ દ્વારા કેનાલ બનાવી છે, પરંતુ આ કેનાલ હવે મોતની કેનાલ સાબિત થઇ રહી છે કારણ કે લોકો આ કેનાલનો આત્મહત્યા કરવા માટે હવે વધુ ઉપયોગ કરી રહ્યા છે. આજે પણ આ કેનાલમાંથી એક પ્રેમી પંખીડાની લાશ મળી આવી છે. થરાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં તરતી બે લાશ દેખાતી હોવાની માહિતી મળતા જ સ્થાનિક તરવૈયા સુલતાન મીર તેમજ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કલાકો સુધીની ભારે જહેમત બાદ આ પ્રેમી પંખીડાની લાશને બહાર કાઢી હતી.

તપાસ કરતા યુવક લાખણીનો રહેવાસી ૨૩ વર્ષીય કમલેશ હરજીભાઈ વજીર હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આજે પણ સમાજમાં ક્યાંકને ક્યાંક પ્રેમ લગ્નને પરિવારજનોની માન્યતા ન મળતી હોવાને લઈ પ્રેમી પંખીડા આત્મઘાતી પગલું ભરી જીવન ટુંકાવી રહ્યા છે. જોકે, આપઘાત કરવો એ કોઈ સાચો રસ્તો નથી. પરંતુ, પ્રેમી પંખીડાઓ આ જનમમાં એક ન થઈ શકતા, એક બીજાને આપેલા વેણને કારણે આ જનમમાં નહીં તો આવતા જનમમાં એક થઈ શું, તેમ માની આપઘાત કરી બેસે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449