મોર્નિંગ વોક પર નીકળેલી યુવતીએ પ્રેમીને સેલ્ફી મોકલ્યા બાદ આત્મહત્યા કરી

રીવા,તા.૧૦

મધ્યપ્રદેશના રીવાથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. મોર્નિંગ માટે નીકળેલી યુવતીએ પ્રેમીની સેલ્ફી મોકલી હતી અને બાદમાં નહેરમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આ મામોલ બિછિયા પોલીસ સ્ટેશન વિસ્તારના રાની તાલાબનો છે. નેહા પટેલ નામની ૨૨ વર્ષીય યુવતી ઘરેથી મોર્નિંગ માટે નીકળી હતી અને બાદમાં નહેરમાં કૂદીને જીવ આપી દીધો હતો.

નહેરમાં કૂદતા પહેલા યુવતીએ પ્રેમી દિલીપ તિવારીને વોટ્‌સએપ પર એક સેલ્ફી પણ મોકલી હતી. આ સેલ્ફી સિલપરા નહેરની હતી. સેલ્ફીમાં યુવતી નહેરના કિનારે ઉભી હતી, જેના કારણે તેણે અમંગળ થયાનો ખ્યાલ આવી ગયો હતો અને યુવતીના પરિવારજનોને જાણકારી આપી હતી.

પરિવારજનોએ પોલીસને પૂરો ઘટનાક્રમ જણાવ્યો, જે બાદ પોલીસે સિલપરા નહેર પાસે રેસ્ક્યૂ ચાલુ કર્યું, કલાકોની ચર્ચા વિચારણા બાદ રેસ્ક્યૂ કરીને શબને બહાર કાઢવામાં આવ્યું, પોલીસે જણાવ્યું કે, મૃતક યુવતી અને દિલીપ તિવારી એક સોનોગ્રાફી સેંટરમાં સાથે કામ કરતા હતા. થોડા દિવસો પહેલા જ દિલીપને નોકરીમાંથી હાંકી કાઝવામાં આયો હતો.

પોલીસ બંનેના સંબંધ અને પરિવારજનોના આરોપની ખરાઈ કરી રહી છે. યુવતીના પરિવારજનોએ દિલીપ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીએ નહેરમાં કૂદતા પહેલા યુવકને કેમ સેલ્ફી મોકલી અને ફોન કર્યો તે અંગે તપાસ કરી રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449