પંજાબઃ પટીયાલામાં પોસ્ટર-વોર શરૂ, કેપ્ટન- સિદ્ધુ સામ-સામેઃ કોણ મારશે બાજી?

પતિયાલા,તા.૧૦

પંજાબમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી અગાઉ પ્રદેશ કોંગ્રેસમાં ખેંચતાણ વધતી જઈ રહી છે. પંજાબના પટિયાલામાં હવે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને તેમની વિરુદ્ધ મોર્ચો ખોલનાર નવજોત સિંહ સિદ્ધુના જુદા-જુદા પોસ્ટર લાગ્યા છે. બંને નેતા ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં પટિયાલાથી ચૂંટણી લડવાની વાત કરી રહ્યાં છે. એવામાં અમરિંદર વિરુદ્ધ સિદ્ધુની લડાઈ વધુ મોટું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામા આવી રહી છે.

આ પોસ્ટર વૉર પર કેપ્ટન અમરિંદર સિંહની દીકરી જય ઈન્દર કૌરે કહ્યું કે,‘મારા પિતા જ પટિયાલાથી ચૂંટણી લડશે અને હું તેમની માટે પ્રચાર કરીશ.’ પટિયાલાની શહેરી બેઠક પરથી અમરિંદર જ ચૂંટણી લડતા રહ્યાં છે, જ્યારે નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર ઈસ્ટ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે કોંગ્રેસમાં ચાલી રહેલા ધમાસાણમાં બંને વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.

પંજાબ કોંગ્રેસમાં રહેલા ધમાસાણને કારણે કોંગ્રેસ હાઈકમાન્ડે એક કમિટી બનાવી હતી. આ કમિટીએ ઘણા ધારાસભ્ય-મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર પણ આ કમિટીને મળી ચૂક્યા છે. હવે જોવાનું એ રહેશે, આ કમિટી પંજાબમાં ઘર્ષણને અટકાવવા માટે શું પગલા લે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449