અમેરિકાએ બનાવ્યું મહાશક્તિશાળી ‘અદ્રશ્ય’ પરમાણુ બોમ્બર બી-૨૧, રશિયા-ચીન ચિંતામાં

યુ.એસ,તા.૧૦

યુ.એસ. રશિયા અને ચીન સાથેના તણાવ વચ્ચે ઝડપથી તેના વ્યૂહાત્મક બોમ્બર કાફલાને આધુનિકીકરણ કરી રહ્યું છે. આ દરમિયાન, એવા અહેવાલો આવી રહ્યા છે કે વિશ્વની સૌથી અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલીને હરાવવા માટે બનાવવામાં આવી રહેલા બી-૨૧ રાઇડરના બે બોમ્બર્સનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. યુ.એસ.નો દાવો છે કે રશિયાની એસ ૪૦૦ સંરક્ષણ પ્રણાલીના રડાર દ્વારા પણ આ બોમ્બરને પકડી શકાતો નથી.

આ બંને બોમ્બર્સની પરીક્ષણ ઉડાન માટે બે અલગ ઉડતી વિંગ્સ પણ લગાવવામાં આવી છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે જ્યા સુધી બી-૨૧ રાઈડરને ફાઈનલ ઓપરેશન ક્લિયરન્સ(ર્હ્લંઝ્ર)નથી મળી જાતી ત્યા બી-૨ને રિટાયર કરવાની યોજના પર વિચાર કરવામં નહીં આવે. આ સમાચાર પછી, શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુએસ બોમ્બર કાફલામાં વિમાનોની અછત છે કે કેમ? કારણ કે એક મહિના પહેલા, બી-૧ બીના એન્જિનમાંથી તેલ લિકેજને ધ્યાનમાં રાખીને, બધા વિમાન ગ્રાઉન્ડેડ થઈ ગયા છે.

બી-૨૧ પ્રોગ્રામ અંગેનો આ અપડેટ એક દિવસ અગાઉ ગૃહ સશસ્ત્ર સેવાઓ સમિતિની સુનાવણીમાં આવ્યો હતો. આ સમિતિ યુએસ આર્મી, એરફોર્સ અને નેવીના શસ્ત્રો સંબંધિત સમીક્ષા બેઠકોનું આયોજન કરે છે. આ મીટિંગ દરમિયાન એરફોર્સ એક્વિઝિશન, ટેક્નોલોજી અને લોજિસ્ટિક્સ માટે સહાયક સચિવ ડાર્લિન કોસ્ટેલોએ જાહેર કર્યું કે પહેલા બે બી-૨૧ હવે કેલિફોર્નિયાના પામડેલમાં પ્લાન્ટ ૪૨ ખાતે તૈયાર છે. મૂળ યોજનામાં આ વિમાન ૨૦૨૧ના ??અંતમાં તેની પ્રથમ ઉડાન ભરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા.

તે પછી એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે કોરોનાવાયરસ રોગચાળા અને ભંડોળના અભાવને કારણે પ્રોગ્રામમાં વિલંબનો સામનો કરવો પડશે. યુએસ એરફોર્સે જાહેર કર્યું નથી કે તે બે બ્રાન્ડ નવા બી-૨૧ બોમ્બર્સ સાથે વાસ્તવમાં શું કરશે. તેમ છતાં, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં તેમની વ્યાપક ગ્રાઉન્ડ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે. આ સિવાય સિમ્યુલેશનમાં પાઇલટ્‌સને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

બી-૨૧ માટેના કરાર મુજબ પ્રથમ તબક્કામાં ૨૧ વિમાન બનાવવાની યોજના છે. હકીકતમાં, યુએસ એરફોર્સ બી-૨૧ વિમાનને દરેક સ્કેલ પર ઝડપથી પરીક્ષણ કરવા માંગે છે. આ માટે વધુ સંખ્યામાં વિમાનની જરૂર પડશે. તેમણે કહ્યું કે ભવિષ્યનો સ્ટીલ્થ બોમ્બર બનાવવો એ એક જટિલ પ્રયાસ છે અને અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે કોઈ પણ ઉણપ ન રહે.

થોડા મહિના પછી જ બી-૨૧ની પ્રથમ ઉડાન પણ હાથ ધરવામાં આવશે. યુએસ એરફોર્સ આ વિમાનની ઓપરેટિંગ સિસ્ટમ બેઝ પર હેંગર અને જાળવણી સુવિધાઓના નિર્માણ માટેના કરારને અંતિમ રૂપ આપશે. તે કયા એરબેઝ પર તૈનાત કરવામાં આવશે તે હજુ નક્કી નથી. કોરોના વાયરસ રોગચાળાને કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થવાની ધારણા હતી, પરંતુ હવે એરફોર્સે કહ્યું છે કે તમામ તૈયારીઓ પૂર્વનિર્ધારિત શેડ્યૂલ મુજબ કરવામાં આવી રહી છે.

એરફોર્સ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં એરફોર્સના રેપિડ કેપેબિલીટીસ ઓફિસ (આરસીઓ) ના ડાયરેક્ટર, રેન્ડલ જી. વાલ્ડેને કહ્યું હતું કે પ્રથમ રાઈડર બી-૨૧, બોમ્બર જેવુ દેખાશે. ૨૦૨૨ની શરૂઆતમાં, નોર્થ્રોપ ગ્રુમન કોર્પોરેશન કેલિફોર્નિયાના પામડેલામાં એન્જિન રન, ટેક્સી પરીક્ષણો અને અન્ય આવશ્યક જમીન સુવિધાઓનો વિકાસ કરશે. થોડા મહિના પછી બી-૨૧ બોમ્બરની પ્રથમ ઉડાન હાથ ધરવામાં આવશે.

કેલિફોર્નિયામાં એડવડ્‌ર્સ એરફોર્સ બેઝ પર તેનુ ટેસ્ટિંગ કરવાની તૈયારી ચાલી રહી છે. જે પછી ૪૨૦ વે ફ્લાઇટ ટેસ્ટ સ્ક્વોડ્રોન આ વિમાનને વ્યાપક પરીક્ષણો માટે ટેકઓવર કરી લેશે. તેમણે એમ પણ કહ્યું કે અમે આ વિમાનની અંતિમ મર્યાદા સુધી પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. તેમાં વિશ્વની સૌથી અદ્યતન સ્ટીલ્થ સુવિધા હશે, જેને વિશ્વના કોઈપણ રડાર દ્વારા પકડી શકાતી નથી. એકવાર તમામ પરીક્ષણ પરિણામો આવે, પછી ટૂંક સમયમાં મોટા પાયે ઉત્પાદન માટે ઓર્ડર આપવામાં આવશે.

બી-૨૧ બોમ્બર પરંપરાગત હથિયારો ઉપરાંત પરમાણુ હથિયારોથી હુમલો કરવામાં સક્ષમ હશે. તે લોકહીડ માર્ટિનની એવિયોનિક્સ, એપેરચર્સ અને એફ-૩૫માં સ્થાપિત કેટલાક સેન્સરનો પણ ઉપયોગ કરશે. બી૨૧ બોમ્બર ૧૩૬૦૭ કિલો સુધીનું પેલોડ વહન કરવામાં સક્ષમ હશે. આનો મોટો ભાગ આંતરિક બળતણનો હશે. જ્યારે, બાકીના ભાગમાં બોમ્બ અને મિસાઇલો હશે. તમને જણાવી દઈએ કે આ વિમાન કદમાં નાનું અને અમેરિકાની બી-૨ સ્પીરીટ કરતા ઓછું ભારે હશે. જો કે, તેના નાના કદને કારણે રડાર તેને સરળતાથી શોધી શકશે નહીં.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449