યોગી આદિત્યનાથનો અચાનક દિલ્હી પ્રવાસ, અમિત શાહ અને મોદી સાથે મુલાકાત કરશે

ન્યુ દિલ્હી,તા.૧૦

ઉત્તર પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે દિલ્હી પહોંચી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ યોગી આદિત્યનાથ આજે દિલ્હીમાં કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીના અનેક મોટા ચહેરાઓ સાથે મુલાકાત કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન ઉત્તર પ્રદેશ ચૂંટણી રણનીતિ બનશે. આ સાથે યુપી સંગઠન અને મંત્રીમંડળ વિસ્તરણ પર પણ ચર્ચા થઈ શકે છે. એ.કે. શર્માને લઇને પણ નિર્ણય થઈ શકે છે.

સીએમ યોગી આદિત્યનાથે લખનૌમાં કાલે મોડી રાત્રે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને સંગઠન મંત્રી સુનીલ બંસલની સાથે બેઠક કરી. આ બેઠક વિશે આમ તો સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દર મહિને થનારી રૂટીન બેઠક હતી, પરંતુ આ બેઠકમાં સામેલ થવા માટે સુનીલ બંસલ હેલીકોપ્ટરથી પાછા લખનૌ પહોંચ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક અને અત્યારના દિવસોમાં રાજકીય અટકળો વિશે રિપોર્ટ આપવા માટે ઝ્રસ્ યોગી આદિત્યનાથ દિલ્હી ગયા છે.

આ ઉપરાંત ગત એક મહિનાના ઘટનાક્રમ વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ ભાજપમાં તમામ રાજકીય અટકળોનું બજાર ગરમ છે. ભાજપ અને આર.આર.એસના મોટા નેતાઓએ લખનૌની મુલાકાત કરી. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા બીજેપીની અંદર ખેંચતાણના સમાચાર આવ્યા હતા. આ ખેંચતાણની શરૂઆત પીએમ મોદીના સૌથી નજીકના એ.કે. શર્માને મંત્રીમંડળમાં સામેલ કરવાની ખબરોને ગણાવવામાં આવી રહી હતી. આ ખેંચતાણને લઇને બીજેપી અને આર.આર.એસના નેતાઓએ લખનૌમાં મંથન પણ કર્યું હતુ.

કહેવામાં આવી રહ્યું હતુ કે, એ.કે. શર્માને લઇને દિલ્હી દરબાર અને યુપી દરબાર વચ્ચે સામંજસ્ય નહોતુ બેસી રહ્યું. લખનૌમાં બીજેપી અને આર.આર.એસના નેતાઓની વચ્ચે બેઠક બાદ દિલ્હીમાં પીએમ મોદીની આગેવાનીમાં બીજેપીની એક મોટી બેઠક થઈ હતી. આ બેઠક બાદ અનેક પ્રકારની વાતો સામે આવી. દિલ્હીમાં એક તરફ પીએમ મોદી બેઠક કરી રહ્યા હતા, તો લખનૌમાં યુપી બીજેપી પ્રભારી રાધા મોહન સિંહે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને વિધાનસભા અધ્યક્ષ હ્રદય નારાયણ દીક્ષિત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ફરી મંત્રીમંડળ વિસ્તરણની અટકળો શરૂ થઈ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449