પીએમ મોદીને દાઢી બનાવવા એક ચાવાળાએ મોકલી આપ્યો રૂ.૧૦૦ નો મની ઓર્ડર

ન્યુ દિલ્હી,તા.૧૦

દેશમાં જ્યારે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ થઇ રહી હતી તે સમય પહેલાથી વડાપ્રધાનો મોદીએ પોતાની દાઢી વધારવાની શરૂઆત કરી હતી. આ ચૂંટણીઓનાં પરિણામને આવતા પણ ઘણો સમય વીતી ગયો છે પરંતુ આજે પણ PMમોદીએ પોતાની દાઢી બનાવી છે. જે બાદ દેશનાં એક ચાવાળાએPM મોદીને દાઢી બનાવવા માટે ૧૦૦ રૂપિયાનો મની ઓર્ડર મોકલી આપ્યો છે.

મહારાષ્ટ્રનાં બારામતીમાં રહેતા એક ચાવાળાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની દાઢી બનાવવા માટે ૧૦૦ રૂપિયાનો મની ઓર્ડર મોકલ્યો છે. અનિલ મોરે નામનાં આ વ્યક્તિનું કહેવું છે કે લોકડાઉનને કારણે ઘણા લોકોનું કામ અટકી ગયું છે. નોકરીઓ બંધ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે જો વડા પ્રધાન કઈ વધારવા માંગતા હોય તો રોજગાર વધારો. તેમણે કહ્યું કે, હું મારી કમાણીમાંથી ૧૦૦ રૂપિયા મોકલી રહ્યો છું જેથી મોદી દાઢી બનાવી લે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો મોદી કંઈક વધારવા માંગતા હોય તો તેમણે રોજગાર વધારવો જોઈએ. લોકોની આરોગ્ય સુવિધા માટે રસીકરણ કેન્દ્રમાં વધારો કરવો જોઇએ. લોકોની સમસ્યાઓ હલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. અનિલ મોરેએ કહ્યું કે, વડા પ્રધાન દેશનાં સર્વોચ્ચ નેતા છે. અમારા મનમાં તેમના માટે આદર છે. અમારો ઇરાદો તેમને હેરાન કરવાનો નથી પરંતુ લોકડાઉનને કારણે લાખો લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અનિલ મોરેએ પોતાના મની ઓર્ડર સાથે પત્ર મોકલ્યો અને પોતાની માંગ રાખી છે. તેમણે કોરોનાને લીધે પોતાનો જીવ ગુમાવનાર દરેક વ્યક્તિનાં પરિવારને ૫ લાખ રૂપિયાની મદદ દેવા અને લોકડાઉન વધુ આગળ વધે તો દરેક પરિવારને ૩૦ હજાર રૂપિયાની મદદની પણ માંગ કરી છે.

જણાવી દઈએ કે અનિલ મોરે એક ખાનગી હોસ્પિટલની સામે ચા નો ધંધો કરતા હતા. પરંતુ લોકડાઉનને કારણે તેમનો ધંધો છેલ્લા દોઢ વર્ષથી બંધ થઇ ગયો છે. કામ અટકી જવાને કારણે તેમણે સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રજિસ્ટર પત્ર મોકલ્યો અને તેમાં પોતાની માંગ લખી.નોંધપાત્ર વાત એ છે કે દેશની અર્થવ્યવસ્થાની સાથે સાથે કોરોનાએ સામાન્ય માણસની કમર પણ તોડી નાખી છે. કોરોનાને કારણે થયેલા લોકડાઉનને કારણે, લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449