જિતિન પ્રસાદ ભાજપમાં સામેલ થતા મધ્યપ્રદેશ કોંગ્રેસનો ટિ્‌વટર પર વાણી વિલાસ

ન્યુ દિલ્હી,તા.૧૦

કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા જિતિન પ્રસાદ અંગે મધ્ય પ્રદેશ કોંગ્રેસે ટિ્‌વટર થકી જિતિન પ્રસાદ પર આકરા પ્રહાર કર્યા હતા. જેના કારણે જિતિન પ્રસાદે પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસે જિતિન પ્રસાદના ભાજપમાં સામેલ થવા મુદ્દે અપમાનજનક ટિ્‌વટ કરી હતી. જેમાં લખ્યું હતું કે,‘જિતિન પ્રસાદના જવા પર કોંગ્રેસ ખુશ છે. આ એક કચરાને કચરા પેટીમાં નાંખવા જેવું કામ છે.’ જોકે પછીથી આ ટિ્‌વટ ડિલિટ કરવામા આવી હતી.

આ અપમાનજનક ટિ્‌વટ મુદ્દે જિતિન પ્રસાદે કહ્યું કે,‘હું આ મુદ્દે વધારે ટિપ્પણી નહીં કરું. દરેકને ટીકા કરવાનો અધિકાર છે. જેમની માનસિકતા નિમ્ન કક્ષાની હોય તેઓ તેવા જ કામ કરે છે. હું તમામની ટીકાને પ્રસાદ તરીકે સ્વીકારીશ. મારા મતે મારો નિર્ણય સાચો અને દેશહિતમાં છે. મે ઘણું વિચાર્યા બાદ જ આ નિર્ણય લીધો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449