એપમાં ૫૦થી વધારે OTP જનરેટ કરનાર બ્લોક થઈ જશે

યુઝર્સ ૧૦૦૦ વખત જિલ્લા અથવા વિસ્તારમાં સ્લોટ અવેબિલિટી માટે સર્ચ કરશે તે પણ ૨૪ કલાક માટે બ્લોક

પુણે, તા. ૧૦

રસી લેવા માટે લોકો સતત પોતાના વિસ્તારમાં ક્યારે સ્લોટ ઓપન થશે તે જોતા રહેતા હોય છે. આપણે સતત એવી ફરિયાદ સાંભળતા આવ્યા છીએ કે કોવીન એપ પર રસીના સ્લોટ જલ્દથી નથી મળી રહ્યા. અને જે ઓપન થાય છે તે ખૂબ જ જલ્દીથી ફુલ પણ થઈ જાય છે. તેવામાં ઘણાં લોકો સતત સ્લોટ માટે સર્ચ અને ઓટીપી જનરેટ કરતા રહે છે. જેને ધ્યાને રાખીને પોર્ટલ મેનેજમેન્ટ ટીમ દ્વારા એક નવો નિર્ણય કરવામાં આવ્યો છે.કોવિન ટીમ દ્વારા જે યુઝર્સ હવે ૨૪ કલાકમાં ૧૦૦૦ વખત પોતાના જિલ્લા અથવા વિસ્તારમાં સ્લોટ અવેબિલિટી માટે સર્ચ કરશે કે પછી ૫૦ જેટલા ઓટીપી જનરેટ કરશે તેમને બ્લોક કરી દેવામાં આવશે. આ માહિતી આપતા સમયે પોર્ટલ મેનેજમેન્ટ ટીમના અધિકારીઓએ જણાવ્યું કે આવા યુઝર્સને ૨૪ કલાક માટે બ્લોક કરી દેવામાં આવશે.

આ ઉપરાંત જે યુઝર્સ ૧૫ જ મિનિટમાં ૨૦ વખત સ્લોટ બૂકિંગ માટે સર્ચ રિક્વેસ્ટ નાખશે તેને પણ સિસ્ટમ ઓટોમેટિક લોગ આઉટ કરી દેશે. આ ફેરફાર લોકોને બોટ્‌સ અને સ્ક્રિપ્ટના ઉપયોગથી ઓટોમેટિક સ્લોટ બુકિંગ કરતા અટકાવવા માટે કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે આ આઇડિયા એના માટે અમલમાં લાવી રહ્યા છે કે કેટલાક ભેજાબાજો બોટનો ઉપયોગ કરવાથી બચે અને જે સામાન્ય લોકો મેન્યુઅલી સ્લોટ બુકિંગ કરી રહ્યા છે તેમને અન્યાય ન થાય.

તેમણે વધુમાં ગાળ કહ્યું કે, દર વખત સ્લોટ સર્ચ માટે ઓટીપીની જરુરિયાત નથી. પોર્ટલ પરથી કોઈ પણ વ્યક્તિ લોગ ઇન થયા વગર પણ કેટલાક સ્લોટ ક્યાં અવેલેબલ છે તેની માહિતી પબ્લિક સર્ચ પરથી જોઈ શકે છે. જેથી યુઝર્સને લોગ ઇન થયા પછી થોડા જ સમયમાં ૧ અથવા ૨ પીનકોડ કે પછી એક જીલ્લામાં ૨૦થી વધુ વખત અવેલેબલ સ્લોટ માટે સર્ચ કરવાની જરુર રહેતી નથી. આવું કરવાથી કોઈ બોટના ઉપયોગથી ઓટોમેટિક સ્લોટ બુકિંગના પ્રયાસ કરી રહ્યું હોય તેવી શંકા પ્રબળ બને છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449