ICC હોલ ઓફ ફેમમાં પાંચ યુગના ૧૦ દિગ્ગજો સામેલ થશે

૧૦ ખેલાડીઓમાં પ્રત્યેક યુગના બે-બે ખેલાડીઓ સામેલ થશે, સન્માન હાંસલ કરનારા કુલ ક્રિકેટરની સંખ્યા ૧૦૩

દુબઈ, તા. ૧૦

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ  (આઈસીસી) પાંચ યુગોના ૧૦ દિગ્ગજોને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરશે, જેથી આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ થનારા ક્રિકેટરોની સંખ્યા ૧૦૩ થઈ જશે. ક્રિકેટની વિશ્વ સંસ્થાએ ગુરૂવારે આઈસીસી હોલ ઓફ ફેમના વિશેષ સંસ્કરણની જાહેરાત કરી છે. તેણે પ્રથમ વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) ફાઇનલ પહેલા આ નિર્ણય કર્યો છે. ડબ્લ્યૂટીસી ફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૧૮ જૂનથી સાઉથમ્પ્ટનમાં રમાશે. ટેસ્ટ ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા આ દિગ્ગજોને આ યાદીમાં સામેલ કરવામાં આવશે. હાલ આ યાદીમાં કુલ ૯૩ ક્રિકેટર સામેલ છે. આ ૧૦ ખેલાડીઓમાં પ્રત્યેક યુગના બે-બે ખેલાડીઓ સામેલ થશે. આઈસીસીના કાર્યવાહક મુખ્ય કાર્યકારી જ્યોફ અલારડાઇસે અખબારી યાદીમાં કહ્યુ- સાઉથમ્પ્ટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પહેલા દસ દિગ્ગજ ક્રિકેટરોને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવાની જાહેરાત કરવી અમારા માટે સન્માનની વાત છે.

આ વિશેષ એડિશનમાં પાંચ યુગોના બે-બે ખેલાડીઓને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવશે. આ યુગોમાં શરૂઆતી ક્રિકેટ યુગ (૧૯૧૮ પહેલા), બે વિશ્વ યુદ્ધ દરમિયાનનો યુગ (૧૯૧૮-૧૯૪૫), યુદ્ધ બાદનો યુગ (૧૯૪૬-૧૯૭૦), વનડે યુગ (૧૯૭૧-૧૯૯૫) અને આધુનિક યુગ (૧૯૯૬-૨૦૧૬) સામેલ છે. આ ખેલાડીઓના નામની જાહેરાત આઈસીસી ડિજિટલ મીડિયા ચેનલ પર ૧૩ જૂને કરવામાં આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449