લોકો વંદાનું શરબત પીવે છે, વંદા ઉછેરીને કમાણી કરે છે

બેઈજિંગ, તા. ૧૦

વંદાના નામથી જ ઘણાને ચીતરી ચઢતી હોય છે. આ એવુ જંતુ છે જેને જોવાનુ પણ ઘણાને ગમતુ નથી હોતુ. જોકે ગમે તે પ્રાણીને મારીને ખાવામાં પાવરધા ચીનાઓએ તો વંદાને પણ ભોજનના મેનુમાં સામેલ કરી દીધો છે.

ચીન સહિતના ઘણા એશિયન દેશોમાં વંદાને તળીને ખાવામાં આવે છે અને હવે તેની ડીમાન્ડ પણ વધી રહી છે. ત્યારે વંદા ઉછેરવાનો ઉદ્યોગ પણ મોટાપાયે શરુ થયો છે. ઘણા માટે વંદા કમાણીનુ સાધન બની ગયા છે. ચીનમાં તો લોકો તેનુ શરબત પણ પીએ છે. ચીનના મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનના એક શહેરમાં તો એક દવા કંપની દર વર્ષે ૬૦૦ કરોડ વંદાને બિલ્ડિંગમાં ઉછેરે છે. આ બિલ્ડિંગ બે મેદાન જેટલી મોટી છે. અહીંયા હંમેશા અંધારુ રાખવામાં આવે છે. ત્યાંના વાતાવરણમાં ગરમી અને ભેજ રાખવામાં આવે છે. જેથી વંદાઓના ઉછેર માટે યોગ્ય વાતાવરણ બની રહે.

કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્મટથી વંદાના ઉછેર પર નજર રાખે છે. તેના થકી બિલ્ડિંગની અંદરનુ તાપમાન, વંદાઓનુ ભોજન અને ભેજ પર નિયંત્રણ રખાય છે. ઓછામાં ઓછા સમયમાં વધારે વંદાનો ઉછેર કંપનીનુ લક્ષ્ય છે. વંદા પુખ્ત થાય છે તે પછી તેને કચડી નાખીને તેનુ શરબત બનાવાય છે. ચીનના લોકો તેને દવા માને છે. શરબતનો ઉપયોગ ઝાડા-ઉલ્ટી, પેટની બીમારીઓ, શ્વાસની બીમારીઓ મટાડવા માટે કરાય છે.

ચીનની કૃષિ યુનિવર્સિટીના એક પ્રોફેસર લિયુ યૂશેંગનુ કહેવુ છે કે, વંદાઓ પોતે એક દવા છે. જેનાથી ઘણી બીમારીઓ ઠીક થઈ થાય છે. ખાસ કરીને વંદાની દવા સસ્તી અને આસાનીથી ઉપલબ્ધ થઈ શકે તેમ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449