રથયાત્રા, કોરોનાના કેસ ઘટ્યા છે ગયો નથી : રૂપાણી

ગુજરાતના બે મહત્વના મુદ્દાઓ પરના સવાલ પૂછવામાં આવતા મુખ્યમંત્રીએ સીધા અને સ્પષ્ટ જવાબ ન આપ્યા

ગાંધીનગર, તા. ૧૦

રથયાત્રા યોજાશે કે નહિ તે સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની જનતાને વિનંતી છે કે, કેસ ઘટ્યા છે એનો અર્થ એવો નથી કે કોરોના ગયો છે. ગુજરાત એક એવુ રાજ્ય બન્યુ છે કે જેણે સંપૂર્ણ લોકડાઉન કર્યુ નથી. રથયાત્રા માટે જે તે સમયે નિર્ણય લેવામાં આવશે. છૂટ આપીએ એનો મતલબ નથી કે નિશ્ચિત થઈને બહાર નીકળીએ. જરૂરી હોય તો જ બહાર નીકળવું. કામ વગર ક્યાંય જવુ નહિ. ત્રીજી વેવ માટે તજજ્ઞો પણ સાવચેત રહેવાનું કહી રહ્યાં છે.

તો ફીના મુદ્દે તેમણે કહ્યું કે, શિક્ષણ ફી બાબતે સરકાર દ્વારા જરૂર પડે નિર્ણય લેવામાં આવશે. શાળાના સંચાલકો? દ્વારા ૭૫ ટકા ફી લીધી છે, તો કેવી રીતે તેમને ટેક્સમાં માફી આપી શકાય. જો શાળાઓએ ફી ન લીધી હોય તો જ તેમને ટેક્સ માફી માટે વિચારી શકાય. કોરોના દરમિયાન હોટલ સંપૂર્ણ બંધ હતી. એટલે તેમને ટેક્સમાં છુટ આપી છે. હજુ શિક્ષણ સત્રની શરૂઆત થઈ છે. આ સત્ર કેવું જશે એ કહેવું મુશ્કેલ છે. સ્થિતિ કેવી રહેશે તે ખબર નથી. ભવિષ્યમાં સમય પ્રમાણે ફી બાબતે નિર્ણય કરીશું. ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ૨.૦ ના નવા ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું છે. ત્યારે લોકાર્પણ બાદ તેમણે જણાવ્યું કે, આજે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગમા આમુલ પરીવર્તન કર્યુ છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તેના માટે પ્રયત્ન કર્યો છે. રાજ્યની ૫૪૦૦૦ શાળાઓમા સવા કરોડ વિદ્યાર્થીઓ પર ધ્યાન રખાશે. આવનારા દિવસોમાં શિક્ષણ દ્વારા દરેક શ્રેત્રમા આગળ વધીશુ. દરેકની હાજરી, પરીક્ષા વગેરેનુ સંપૂર્ણ મોનિટરીંગ થશે. આવું ભારતનુ પહેલુ સેન્ટર બનાવાશે.

તેમણે વધુમાં કહ્યું કે, શિક્ષણ વિભાગમાં આમુલ પરિવર્તન ટેકનોલોજીના માધ્યમથી કર્યું છે. આ સેન્ટરને ૫૪૦૦૦ શાળાઓ સાથે જોડી દેવામાં આવી છે. આવુ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449