દિગ્ગજ બંગાળી ફિલ્મ નિર્માતા બુદ્ધદેવ દાસગુપ્તાનું નિધન, મમતા બેનર્જીએ જતાવ્યુ દુખ

કલકત્તા,તા.૧૦

દિગ્ગજ બંગાળી ફિલ્મ નિર્માતા બુદ્ધદેબ દાસગુપ્તાનું આજે ૭૭ વર્ષની વયે અવસાન થયું છે. દક્ષિણ કોલકાતામાં તેમના ઘરે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલ મુજબ બુદ્ધદેવ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા અને ડાયાલિસિસ પર હતા. તેમને પણ કિડનીની તકલીફ હતી, ત્યારબાદ બુધદેબ દાસગુપ્તાનું આજે સવારે આઠ વાગ્યે અવસાન થયું હતું. ફિલ્મ નિર્માતા રાજ ચક્રવર્તીએ પણ બુદ્ધદેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ બુદ્ધદેવ દાસગુપ્તાના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. મમતા બેનર્જીએ ટ્‌વીટ કર્યું હતુ કે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બુદ્ધદેવ દાસગુપ્તાના નિધનથી દુખી છુ. તેમના કામ સાથે, તેમણે સિનેમાની ભાષામાં સંગીતને મિશ્રિત કર્યું. તેમનું નિધન ફિલ્મ સમુદાયને મોટું નુકસાન છે. હું તેના પરિવાર, પ્રિયજનો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

બુદ્ધદેવ દાસગુપ્તની પાંચ ફિલ્મોએ નેશનલ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. જ્યારે તેમને બે ફિલ્મ્સ માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો બિરુદ પણ અપાયું હતું. સ્પેનના મેડ્રિડમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ૨૭ મે ૨૦૦૮ ના રોજ તેમને લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. બુદ્ધદેવ દાસગુપ્તાની શ્રેષ્ઠ ફિલ્મો વિશે વાત કરએ જેણે તેમને એક અલગ ઓળખ અને ખ્યાતિ આપી, તે બાગ બહાદુર, લાલ દરગાહ, કાલપુરુષ છે. આ સિવાય મિથુન ચક્રવર્તી સ્ટારર તહાદર કથા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449