ભારતમાં કોરોનાની બીજી લહેરથી એંજેલિના જોલી થઈ દુખી

મુંબઇ,તા.૧૦

ભારતમાં કોરોના મહામારીથી લાખો લોકોના મોત થઈ ચૂક્યાં છે. જેવી રીતે એપ્રિલ અને મેના મહિનામાં કોરોનાની બીજી લહેરે દેશમાં કહેર મચાવ્યો તેણે હજારો લોકોના જીવ ભરખી લીધા. દુનિયાભરના કેટલાય દેશ, સેલિબ્રિટી ભારતમાં આ સંકટ સમયે પોતાનું દુખ વ્યક્ત કરી સંવેદના પ્રકત કરી રહ્યા છે. હૉલીવુડ સ્ટાર એંજેલિના જોલીએ પણ ભારતમાં કોરોનાની સ્થિતિ પર દુખ વ્યક્ત કર્યું છે. એંજેલિના જોલીએ કહ્યું કે ભારતમાં જે હાલાત હતા તે વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.

જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસના મામલામાં ગિરાવટ નોંધાવવી શરૂ થઈ ગઈ છે, જેમ જેમ રસીકરણની ગતિ વધી રહી છે અને વધુ લોકો વેક્સીનેટ થઈ રહ્યા છે, તેમ તેમ સંક્રમણ દર ગગડતો જોવા મળી રહ્યો છે. ભારતમાં સંક્રમણના હાલાત પર કૈમિલા કૈબિલો, શૉન મેંડેસ, વિલ સ્મિથે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ભારત માટે સંવેદના વ્યક્ત કરી હતી.

ટીવી સાથે વાત કરતાં એેંજેલિના જોલીએ કહ્યું કે હું ભારી મન સાથે ભારતના લોકોને કહેવા માંગું છું કે મારી પાસે તમારા દુખને વ્યક્ત કરવા માટે શબ્દો નથી, જે લોકોએ ભારતમાં પોતાના લોકોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. એંજેલિના જોલીની હાલની રિલીઝ ફિલ્મોની વાત કરીએ તો તેમની છેલ્લી ફિલ્મ દોજ વ્યૂ વિશ મી ડેડ હતી. આ ફિલ્મમાં તેમણે ફાઈટરની ભૂમિકા નિભાવી છે. ફિલ્મ ડાયરેક્ટર ટેલર શેરિડન છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449