કોઇપણ ડિસ્ટ્રીબ્યુટર પાસે સિલિન્ડર રીફિલ કરાવી શકાશે: LPG

સરકારે એલપીજી રીફિલની પોર્ટેબિલિટીને મંજૂરી આપી એટલે કે તમે ખુદ તમારા ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી કરી શકશો

નવી દિલ્હી

સરકારે એલપીજી રીફિલના પોર્ટેબિલિટીને મંજૂરી આપી છે. એટલે કે હવે તમે તમારૂ એલપીજી  સિલિન્ડર કોઈપણ ડિસ્ટ્રીબ્યુટર પાસે ભરાવી શકો છો. એટલે કે તમે તમારી તેલ માર્કેટિંગ કંપનીના હાલના એલપીજી  ડિસ્ટ્રીબ્યુટરથી ખુશ નથી તો તમે તેની જગ્યાએ અન્ય ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી કરી શકો છો. ઘણા સમયથી આ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી, હવે તેને મંજૂરી આપવામાં આવી છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાયલ તરફથી આ નિર્ણય પર કહેવામાં આવ્યું છે કે એલપીજી  ગ્રાહકોને તે નિર્ણય કરવાની મંજૂરી આપવામાં આવે કે તે ક્યા ડિસ્ટ્રીબ્યુટર પાસે એલપીજી  રીફિલ કરાવવા ઈચ્છે છે. ગ્રાહક પોતાની તેલ માર્કેટિંગ કંપની હેઠળ પોતાના એડ્રેસ પર ડિસ્ટ્રીબ્યુટર્સના લિસ્ટમાંથી પોતાના ડિલીવરી ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી કરી શકશે. પાયલટ પ્રોજેક્ટ તરીકે તેને ચંદીગઢ, કોયતુંબર, ગુડગાંવ, પુણે અને રાંચીમાં લોન્ચ કરવામાં આવશે.

જ્યારે ગ્રાહક એલપીજી  રીફિલ કરાવવા માટે મોબાઇલ એપ-કસ્ટમર પોર્ટલ ખોલશે અને લોગ-ઇન કરશે તો તેને ડિલીવરી ડિસ્ટ્રીબ્યુટરનું લિસ્ટ જોવા મળશે. તેમાં તેનું પરફોર્મંસ અને રેટિંગ પણ હશે. જેથી ગ્રાહકોને સારા ડિસ્ટ્રીબ્યુટર્સની પસંદગી કરવામાં મદદ મળશે. તેમાં ડિસ્ટ્રીબ્યુટર્સ પર પણ પોતાના પ્રદર્શનને સુધારવાનો દબાવ વધશે.

ગ્રાહક આ લિસ્ટમાંથી ગમે તેની પસંદગી કરી શકે છે, જે તેના વિસ્તારમાં ઉપલબ્ધ હશે અને એલપીજી રીફિલની ડિલિવરી કરશે. તેનાથી ન માત્ર ગ્રાહકોને સારી સેવા મળશે પરંતુ ડિસ્ટ્રીબ્યુટર્સ વચ્ચે પણ ગ્રાહકોને સારી સુવિધા આપવાની એક સ્વસ્થ પરંપરા પણ શરૂ થશે, જેથી તેના રેટિંગમાં સુધાર થશે. તે વિસ્તારમાં સર્વિસ આપી રહેલા બીજા ડિસ્ટ્રીબ્યુટર્સને એલપીજી કનેક્શનના ઓનલાઇન ટ્રાન્સફરની સુવિધા એલપીજી ગ્રાહકો સંબંધિત તેલ કંપનીઓના વેબ-પોર્ટલની સાથે-સાથે તેના મોબાઇલ એપ દ્વારા આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449